________________
-
-
-
-
-
-
-
- -
-
ર૬૩
પૂર્વ કર્મની પ્રાબલ્યતા ઉપર માધે આપેલ સિંહનાદનું દષ્ટાંત.
: કથાન-કેષ :
મહાભાગ્યવંત છે. કામધેનુ, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષના પણ પ્રભાવને અભિભવ પમાડનાર એવા આ રાજર્ષિ મુનિને અમંગળિયા લેકે તે જેવા પણું પામતા નથી તે પારણું તે શી રીતે કરાવી શકે? તે સમસ્ત જગતમાં ખ્યાત થયેલા આ મહાનુભાવ વિશે સાંભળ્યું નથી? સંગમકે કહ્યું: ઘુવડ સૂર્યને જોઈ શકતું નથી શું એટલા માત્રથી તે સૂર્ય સમસ્ત જગતમાં ખ્યાત નથી ને? કહું છું કે હે બાંધવ! સર્વ પ્રકારે કાનમાં અમૃત વૃષ્ટિ જેવું એ મુનિનું સ્વરૂપ મને કહી સંભળાવ, માગધ બે એમ કરું છું એટલે એ રાજર્ષિની વાત કહું છું, સાંભળ
ઘણું રત્નોથી ભરેલા વૈતાઢ્ય પર્વત તરફ આવેલી દક્ષિણ એણિને સ્વામી અને પુણ્ય વગરના માણસોને દુર્લભ એવા “ગગનવલ્લભ” નગરનો રાજા અનંતવીર્ય નામે વિદ્યાધરનો ચક્રવર્તી છે. પિતાની રાજધાનીમાં એ ખીલેલા કમળના માન જેવી લાંબી આંખવાળી, રૂપ-લાવણ્યમાં દેવાંગનાઓ કરતાં પણ ચડિયાતી અંતઃપુરની પિતાની રાણીઓ સાથે જેમ દેવલોકમાં ઇદ્ર વિલસે છે તેમ વિલાસ કરતા પિતાને વખત વીતાવે છે. તેને બધા પ્રકારની કળાઓમાં કુશળ અને જેમણે બધી વિદ્યાઓ સિદ્ધ કરી છે એવા મહાબળવાળા બે પુત્ર હતા. એક મેઘનાદ અને બીજે સિંહનાદ. પ્રથમ પુત્ર યુવરાજપદે સ્થાપિત હતા અને બીજાને ફટાયા તરીકે રાખેલો હતો. દિવસે જતાં પૂર્વ કર્મના વિપાકને લીધે નાના છોકરાનું શરીર કેઢ થવાથી બગડી ગયું. કેઢ ઉપર અનેક પ્રકારે ઔષધ વગેરેના પ્રયોગો કર્યા છતાં તેમાં થોડો પણ ફેર ન પડ્યો. એથી એને પિતા અનંતવીર્ય ભારે ખેદ પામ્યું. પુત્રને જીવવાની આશા ન રહી. દુઃખથી પીડા પામેલા એ વિદ્યાધર નરેન્દ્ર ( અનંતવી) હવે એ કેદ્રને મટાડવા માટે મંત્ર અને તત્રના પણ ઉપચારે ક્યાં. એ ઉપચારથી તે ઊલટું તે વ્યાધિ (કેઢ) વધારે વળે. ભારે શેકને લીધે ગળગળા થઈ ગયેલા અને રાતા તે અનંતવીર્ય રાજાને “પ્રજ્ઞપ્તિ” નામે મહાવિદ્યાદેવતાએ શોક કરતો અટકાવવા આ પ્રમાણે કહ્યું: “ભે ખેચરના રાજા! તું ગૌરવશાળી વિદ્યાધરના વંશમાં સહજ એવી ધીરજને છેડીને સાધારણુ-ગ્રામ્ય માણસની પેઠે આ રીતે ખેદ શા માટે કરે છે? પૂર્વે કરેલાં દુષ્કૃતનું ફળ કેને નથી ભેગવવું પડતું? શું તે એ દેવ, દાનવ વા ખુદ તીર્થકર ભગવાન જોયા છે વા સાંભળે છે કે જેણે પૂર્વ કર્મોનું ફળ ન ભેગવ્યું હેાય ? પૂર્વ કર્મોના ફળ ભેગવતાં સૌનાં હાલ સરખા હોય છે છતાં તું આ રીતે શા માટે સંતાપ કરે છે? આ મહાનુભાવ (તારે નાનો પુત્ર) પૂર્વજન્મમાં કંચપુરના રાજા શ્રીવનરેન્દ્ર પુરહિત હતા. તે વખતે તેના ઉપર લોકોને ખૂબ રાગ હતો અને તેથી લકે તેની વિશેષ પૂજા કરતા, આને લીધે તે પુરહિતમાં ભારે અભિમાન આવ્યું અને આઠ પ્રકારને મદ તેના ઉપર ચઢી બેઠ. એ પ્રસંગે એક વાર માપવાસી સનકુમાર મુનિ, માસમણાના પારણા નિમિત્તે તેને ઘરે આવ્યા તે વખતે તે, પિતાને ઘરે ભેજન
"Aho Shrutgyanam