________________
તિઓને સંયમસાધનામાં સહાયભૂત દાન દેવા વિશે સંજયરાજર્ષિની કથા
કથા ૧૮ મી. ૨ ૫ પહેલાં પણ આ હકીક્ત સૂચવેલી છે કે દાન, ઉપગ્રહ-સહાયતા કરનારું છે
ઉં માટે અહીં પણ એવા ઉપગ્રહકર દાન વિશે વાત કહેવાની છે. જે લેકે ધર્મિષ્ઠ—ધર્મપરાયણ છે તેમને સહાયક થાય એવું દાન વિશેષ ઈષ્ટ છે અર્થાત્ ધાર્મિક જનેને તેમની ધર્મસાધનામાં સહાયક થાય એવું દાન વિશેષ પ્રશંસનીય છે. જે લેકે બધી જાતની પાપપ્રવૃત્તિને તજેલા છે તે લોકોને “ધર્મિષ્ટ સમજવાના છે અને એવા લે કે માત્ર સાધુમુનિરાજ છે, કારણ કે મુનિઓ જ બધી જાતની પાપપ્રવૃત્તિને સર્વ પ્રકારે તજી લઈ કેવળ મેક્ષ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવા કેવળ ક્ષાર્થે પ્રવૃત્તિ કરતા ત્યાગીઓને વસ્ત્ર, પાત્ર, ઔષધ, રહેઠાણ, સંથારો-પથારી, અન્ન અને પાણી વગેરે પદાર્થોને પૂરા પાડવાથી તેમની સંયમસાધનામાં સહાયતા મળે છે અર્થાત્ મુનિઓને વસ્ત્રાદિક પૂરાં પાડવા તેનું નામ ઉપષ્ટભ કે ઉપગ્રહ કહેવાય છે. મુનિરાજેએ જાતે રાંધવા વગેરેની પાપરૂ૫ ક્રિયાઓને તજી દીધેલી હોય છે માટે જ તેમને અન્ન, પાન, વસ્ત્ર વિગેરેની સહાયતા આપવાથી તેઓ સ્વાધ્યાય, ધ્યાન, તપ અને વિનય વિગેરેની પવિત્ર સંયમપષક પ્રવૃત્તિઓને સુખપૂર્વક આચરી શકે છે–સાધી શકે છે. અન્ન પાન વગેરેના સાધન વગરને દેહ, મોક્ષને અનુકૂળ એવી કઈ પ્રવૃત્તિ કરી શકતા નથી, માટે જ વસ્ત્ર વગેરેનાં દાનેને મેશના સાધનરૂપ કહેવામાં આવ્યા છે. ધર્મપ્રવૃત્તિમાં પરાયણ મુનિરાજોને સહાયતા થાય એવી ક્રિયાઓમાં પરાયણ અર્થાત તેમને વસ્ત્ર--પાત્ર વગેરેના ધનની પ્રવૃત્તિને આચરતે શ્રાવક-ગૃહસ્થ પણ મુનિરાજોના સંયમધર્મને ઉત્તેજન આપે છે અને એમ છે તેથી તે ગૃહસ્થ નિજાને ભાગી થાય છે અર્થાત્ સુનિરાજોના સંયમ ધર્મને ઉત્તેજન મળે એવું દાન આપનાર ગૃહસ્થના કર્મો નિર્જરી જાય છે-નાશ પામે છે. ચારને સહાયતા આપી તેમની ચોરીની પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર જે કે પિતે સીધી રીતે ચાર નથી, છતાં “ચાર' ગણાય છે અર્થાત્ રાજપુરુષે તેને પણ “ર” સમજી પકડી છે તેમ સાધુમુનિરાજોને સહાયતા આપી તેમની સંયમ-સાધનાને ઉત્તેજન આપનાર ગૃહસ્થ પણ “સાધુ” જે ગણાય છે. તેથી કરીને પાપમય પ્રવૃત્તિઓને સદા તજી દેનાર સાધુ-મુનિરાજને સર્વ પ્રકારે દાન આપવું અથતિ તેમની સંયમ-સાધનામાં વિશેષ ઉત્તેજન મળે તે જાતનું દાન આપવું, ગૃહસ્થને પરમ ધર્મ છે અને એવું જ દાન, ભયથી ભરેલા સંસારસમુદ્રને પાર કરવા માટે નાવ જેવું છે. તપશ્ચર્યા, શીલ, ભાવના, બલ-આત્મશુધન માટેની શક્તિ, વિરતિ ચિત્તને નિગ્રહ અને સ્વાધ્યાય-એ બધાં સંયમપષક સાધન છે. દાન વિના એ સાધને સંયમને પોષણ
"Aho Shrutgyanam