________________
યારત્ન-કોષ :
શુદ્ધ ધનનાં પ્રકારે.
.
આપી શકતાં નથી માટે દાન અવશ્ય સારી રીતે દેવા જેવુ' છે અને એમ છે તેથી દાનની પ્રવૃત્તિમાં સદા પ્રયત્ન કર્યો કરવા એ વિશેષ ચેાગ્ય છે. વળી તે દાન ચાર્ પ્રકારનું છે. દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવવિશુદ્ધ આવુ શુદ્ધ દાન જ દાતાને બહુ ફળ આપે છે. જે દાતા દાન કરતી વખતે ભક્તિ અને શ્રદ્ધાથી રામાંચિત દેહવાળા થતા હોય અર્થાત્ દાન દેતી વખતે શમાંચ-રમેશમે આનંદ-અનુભવતા હાય, અભિમાન વગરના હોય અને ફક્ત પેાતાનાં કર્માં નિજ઼રી જાય-નાશ પામે તે માટે જ સામુનિરાજને કલ્પે-ખપે એવી જ વસ્તુઓનુ દાન આપતા હાય તે દાતાનું દાન ‘દાયકશુદ્ધ ' કહેવાય. દાન લેતાર મુનિરાજ અતિથિ પણ પેાતાની સયમસાધનામાં એક ચિત્ત હોય, મમત્વ વગરના હોય અને કષાયક્રોધ-માન-માયા અને લેભ વિનાના હાય અર્થાત્ આ જાતના ગુણુવાળા, દાનના ગ્રાડુક મળે તેા જ તે દાન · ગ્રાહકશુદ્ધ કહેવાય. સાધુમુનિરાજને જે વસ્તુ જે સમયે ખપતી હોય તે વસ્તુ-વસ્ત્ર અન્ન વગેરે-તે જ વખતે આપવામાં આવે તે તે દાન નિશ્ચિત રીતે ‘કાલશુદ્ધ' ગાય. દાન દેનાર એવા વિચાર કરે કે—મારે જે દેવાનું છે તે ઉત્તમ છે અને તેને લેનાર પાત્ર પણ ઉત્તમ છે એથી મારા ગૃહસ્થાશ્રમ સફળ-ધન્ય થયેા છે અર્થાત્ દાતાના આવા સકલ્પ સાથેનુ દાન ‘ભાવશુદ્ધ ’ કહેવાય. દેય પદાર્થોં ઉદ્ગમ અને ઉત્પાદનાના દોષ વગરના હાય, સયમની વૃદ્ધિ કરનારાં હોય અને દેનાર તથા લેનાર અનેને પ્રીતિ પમાડનારા હોય તેવા પદાર્થો કુશળ પુરુષોએ દાનમાં આપવા જોઇએ. વધારે શુ કહીએ ?
૨૫૮
જે મુનિજન આત્મા માટે પૂરી નિષ્ઠાવાળા છે અને તેને માટે જ સારી રીતે અનુછાન કર્યાં કરે છે તેવા મુનિજનને ભક્તિપૂર્વક અશન, વસ્ત્ર વગેરેનું દાન આપનાર દાતા, ‘ સુજય ’ ની પેઠે સુખ પામે છે,
તે સુજયની કથા આ પ્રમાણે છે
મોટા મોટા હારા મહેલેાવડે ાભાયમાન, ઇક્ષ્વાકુવČશના રાજા વિજયરાજના બાહુબળને લીધે પ્રતિપક્ષના ભય વગરની, ધન, ધાન્ય અને સુવર્ણથી સપન્ન પ્રજા જેમાં વસેલી છે એવી કેશલ દેશના મડનરૂપ અયાધ્યા નામે નગરી છે.
એ અધ્યા નગરીમાં મુનિજનના ખાંધવ એવા યુગાર્જિંને નિર્દેષ રાજ્ય કર્યું હતું અને નિર્દોષ પ્રત્રજ્યા સ્વીકારી હતી એવી તે અચુક્યા નગરીનું શું વસ્તુ ન કરવું ?
તે જ નગરીમાં નિત્ય વાસ કરનાર, સ્વભાવે વિવેકી એવે સંગમક નામે નાવા વણિક હાડીઓદ્વારા દેશદેશાંતરમાં વેપાર ખેડનારા પેાતાનીકુલપર પરાથી ચાલતા આવતા એવા વેપારવડૅ હાડીઓદ્વારા વેપાર કરવાની પ્રવૃત્તિવડે પેાતાની આજીવિકા ચલાવે છે
"Aho Shrutgyanam"