________________
: કથાન-કેષ :
કેવળી જય રાજર્ષિ.
વાસ અનેક પ્રાણિની હિંસાની પ્રવૃત્તિને લીધે અશુભ છે એમ પિતાની બુદ્ધિથી સમજવા છતાં અને તેમાં વારે વારે વિપદા પડતી હોવા છતાં ય તેને છેડતા નથી. “હા ! મહામહ-રાજને પ્રભાવ !”
પણ અહીં જે મુનિરાજો છે તેમનાં ચરણકમળ પૂજવાં જેવાં છે, કારણ કે તેઓ પ્રાણિયો તરફ મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓમાં “અભય” ને પાળે છે, અને કરહિંસક–પ્રાણીઓ તેમને-મુનિરાજોને ત્રાસ આપતા હોય છે છતાં ય તેઓ પિતાને જીવ જાય તે ભલે, મનમાં થોડે પણ રેષ આણતા નથી.
એ અભાગિયા જીવ! જીવઘાત કરતાં જે થોડું સુખ જણાય છે તેને શું તું ધ્રુવ સમજી બેઠે છે? તું નિંદનીય ઇદ્રિની તૃપ્તિ માટે જે નિંદનીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે તેના પરિણામે તે પૂર્વભવમાં અનંત દુઃખ ભોગવ્યું છે એ શું તને યાદ નથી?
એ પ્રમાણે ઉદય પામેલા શુકલધ્યાનના પ્રચંડ અગ્નિદ્વારા બધાં ઘાતી કર્મોનેને આ રીતે બાળી નાખનારે, યતિના સુવેષને પહેરેલે, પવિત્ર ચારિત્રધરમાં પ્રધાન એ એ એ “જય” રાજા કેવળજ્ઞાનની લક્ષ્મીને પામેલે ભરતની જેમ વિહરવા લાગ્યો.
આ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં અભયદાન સંબંધે
જય” રાજર્ષિનું કથાનક ૧૭ મું સંપૂર્ણ.
"Aho Shrutgyanam