________________
પ
જય રાવિને વૈરાગ્ય,
• થારન—કષ :
મૂર્છા આવવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ પણ જેમ રાજાએ કહ્યું હતુ તેમ બધુ કહી સાઁભળાવ્યું. પછી એ ‘ધનપાલ' વગેરે જાણે પેાતાના આશ્રિત મિત્ર સાથે પેાતાના પૂર્વભવને સ્નેહ ચાલ્યે! આવે છે એ જાણી આંખમાં આનંદના આંસુએ આણી રાજા એ ત્રણે જણાને આદરપૂર્વક ભેટી પડ્યો. તેઓએ હાથ જોડીને વિનતિ કરી હે દેવ ! આપણે બધા એક સરખી રીતે પ્રવૃત્તિ કરતાં પૂર્વભવમાં ભમતાં હતાં છતાં તમે આવી રાજલક્ષ્મી કેવી રીતે મેળવી શકયા ? રાજાએ તેમને અને બીજાઓને પણ જણાવ્યું કે, ‘ આ બધા પ્રતાપ અભયદાનરૂપ કામધેનુને છે. ' આ વાત આખા દેશમાં ફેલાઇ ગઇ એથી કરીને લાકોએ પોતપેાતાની શક્તિવડે અભયદાનની પ્રવૃત્તિમાં પેાતાના ચિત્તને એકાગ્ર કર્યું.
નવકાર મહામાઁત્રનું સ્મરણ કરીને રાજાએ સદ્ગુરુ પાસે શ્રી જિને કહેલા ધર્મને સ્વીકાર્યાં, જિનનાં મંદિશ કાવ્યાં, ટ્વીન અનાથ વગેરેને માટે લાંબે વખત ચાલે એવી દાનશાળાએ સ્થાપી અને જૈન શાસનને! મહિમા વધાર્યાં. જ્યાં સુધી પેાતાના ભોગવટા હતા ત્યાં સુધીના ભૂમંડળમાંપોતાના રાજ્યના સીમાડાએ સુધી એણે એવા હુકમ કર્યાં કે-જે કઇ પરાણે જીવઘાત કરશે તેમને બધાને દંડ થશે અથવા તેમનું સર્વસ્વ પડાવી લેવામાં આવશે. એ પ્રમાણે 'ડિતાએ વખાણેલ અને શરઋતુના ચદ્ર જેવી નિર્મળ કીર્તિદ્વારા પામવા જેવું રાજ્ય ભોગવતાં એક પ્રસંગે સભામાં બેઠેલ રાજાના ચિત્તમાં ઉગ્ર વૈરાગ્ય થઇ આવ્યે અને તે વખતે સભામાં બેઠેલા લેાકેાને ઉદ્દેશી રાજા કહેવા લાગ્યું! અહા ! જુએ તે ખરા આયુષ્ય કેટલું બધું ટૂંકું છે ? વિવિધ વિલાસના બ્યાસંગને અંત રસ વગરના છે, શરીર તેા અનેક રાગોથી ઘેરાએલુ છે, વૈભવને વિલાસ તે ક્ષણુ માટે દેખાઈ તુરત નાશ પામનારા છે—વીજળીના ચમકારા જેવે છે, મૃત્યુ તે તદ્ન પાસે જ છે, ધારેલા કાર્યોની તૈયારીમાં અનેક વિજ્ઞો છે, સ્વજન પાતપેાતાના કાર્યને સારું જ આપણને અનુસરે છે, આપણે કરેલાં સારાં માઠાં કાર્યનું પરિણામ આપણે જ અનુભવવાનુ છે-આમ છતાં પ્રમાદના ઘેનથી ઘેરાયેલા જીવ, પેાતાના થાડાક સુખ માટે-ત્રીજા અસભ્ય દુઃખેા આવી પડવાનાં છે એના વિચાર કર્યાં વિના જ-દેખીતી રીતે ઈષ્ટથી વિરુદ્ધ એવી જીવને હણવાની પ્રવૃત્તિને આચરે છે. જીવવધ કરવા એ, એમ પણ વિચારતા નથી કે જે પેાતાને પણ ગમતું નથી તે બીજાને કેમ કરાય ?
કોઈને પ્રિયના વિયેગ પડાવવા તે, ગુમડાની પેઠે પ્રીતિકારક છે, રણુસ'ગ્રામની પેઠે પ્રાણીઓને દુઃખ આપનારું છે અને અનત ભવનુ કારણ છે માટે સુખ-સમુદાયના ઈચ્છુક બુધ પુરુષ જીવના વધ ન કરે. જે કોઈ લાંબા સમય સુધી જીવવા ઈચ્છતા હોય તે શુ" વિષ-ઝેર ખાય ખરા ?
બીજાથી બીજાની વાતેાથી શું? અમે આપણે પાતે જ ચિત્તમાં નિર્દય છીએ, ગૃહ
"Aho Shrutgyanam"