________________
: કારત્ન
:
શંખે સર્વ કેદીઓને અપાવેલ અભયદાન.
આપવાના છે તે આ શક જેવા દેશે પરદેશી લોકોને અભય આપીને છોડી મૂકે. “જેવી તમારી આજ્ઞા” એમ કહેતાં પલ્લી પતિએ એ દશે જણને ભાતું આપીને છોડી દીધા. શેઠના પુત્ર શંખને બંધુની જેમ જાણે-અજાણે સગા ભાઈ સમજી તેની ખૂબ સેવાચાકરી કરી પિતાને ત્યાં કેટલાક દિવસ સુધી રોકી રાખ્યો અને પછી તેને હિરણ્ય વગેરે આપી, પૂજા-સત્કાર કરી પલ્લી પતિએ કહ્યું છે ભાઈ ! હવે તમે મારે લાયક કોઈ આદેશ કરેફરમાવે કે હું શું કરું? શંખ બે –
હે પલ્લીનાથ! તમને હું શું આદેશ કરું? આ પંચેન્દ્રિયપૂર્ણ દેહ પ્રાણી મહામુશીબતે મેળવી શકે છે. હવે એ દેહને ચેડા કાર્ય–નહીં જેવા કાર્ય–માટે પણ હણી નાખવામાં આવે-હાય! હાય ! એ તે મહાપાપ. એક જ કાંટે પગમાં ભેંકાય તોય આપણને કેવી અસહ્ય વેદના થાય છે તે જે પ્રાણીના ગળા ઉપર તીખી ધારવાળી પાણદાર તલવાર ચલાવવામાં આવે છે તેની વેદનાને કેણુ સમજી શકે? માણસ જેવું આપે છે તેવું જ તેને મળે છે, જવ વાગ્યા હોય તો તેમાંથી કદી પણ સાળ (ખા) થતી નથી, એમ છતાં મૂઢ લેકે જીવવધ કરીને-બીજા જીવનું આયુષ્ય કાપી નાખીને તેનું ફળપિતાને લાંબું આયુષ્ય મળે એવું શી રીતે ઇચ્છે છે? તમારી ઈચ્છા અખંડ સુખ, લાંબુ આયુષ્ય અને પ્રિય જનેને સ્થિર સંયોગ એ બધું મેળવવાની હોય તે તમે જીવહિંસાના વિચારને તે તદ્દન છેડી ઘો.
શંખે આ રીતે સમજાવ્યા પછી પલ્લીનાથે તેનું વચન સ્વીકાર્યું અને અભયદાન દેવાનું નક્કી કર્યું. કેટલાક દિવસ પછી શંખ પોતાના માતાપિતાને મળવાને ઉસુક થયેલે પોતાના નગર ભણું ચાલ્યું. પછી વળી છેલ્લે જતી વખતે પલ્લીપતિએ વસ્ત્ર વગેરે દ્વારા તેને સત્કાર કર્યો અને તે દૂર સુધી વળાવા જઈ શંખને વિદાય આપી પિતાના ઘર ભણું પાછો ફર્યો. શંખ પણ આગળ આગળ પ્રયાણ કરવા લાગ્યા.
કેટલાક પ્રવાસીઓ શંખ સાથે હતા અને શંખ સહિત તે બધા એક સીમાડાના ગામમાં ભાતું ખાવા બેસતા હતા એવામાં “મારો મા” એવી બૂમ મારતા અને વિવિધ હથિયારો સાથે આવેલા ચોરેએ શંખને ઘેરી લીધું. એ વખતે લેશ પણ ગભરાયા વિના શંખ બેલ્યો. અરે ! ઘા ન કરતા, જે છે તે બધું લઈ લે અને અમને છેડી ઘો. એમ કહ્યા પછી શંખ અને તેના સાથીઓને ચેરેએ લૂંટવા માંડ્યાં. એવામાં ચેરેમાંના જ કેટલાકે શંખને ઓળખે અને જેઓ તેને લૂંટતા હતા તેમને વાય-અટકાવ્યા અને કહ્યું કે-આ તે તે જ મહાત્મા છે જેણે આપણને–અમને જીવાડયા છે અને પેલા પલ્લી પતિના પંજામાંથી છોડાવ્યા છે, તે આપણે એને જોઈને ઓળખીને હવે લુંટતું અનુચિત આચરણ ન કરવું ઘટે. ચેરે પાછા ફર્યા– એ લૂંટવું બંધ કર્યું અને ઊલટું તેઓ શંખને
"Aho Shrutgyanam