________________
* કયારત્ન- કોષ :
શ્રેરીપુત્રનું કેદી તરીકે પકાવું.
૨૫૦.
ત્યારે જ મને લાગ્યું કે જીવલોકમાં વસું છું અને જાણે કે મારા બધા મનોરથ પૂરા થયા. તેથી મને એમ લાગે છે કે–“મારે માટે આ વૃદ્ધ માતાજીએ જે કાંઈ કર્યું છે તેવું તમારામાંથી બીજી કેઈએ નથી કર્યું ? એ મારો અભિપ્રાય છે. ચેરને આ મત, તે બધી રાણીઓએ સ્વીકાર્યો અને તેમનો વિવાદ મટી ગયે.
ચેરનું આ ઉદાહરણ આપીને પેલા સુમેહે તે શેઠના છોકરાને કહ્યું–હે મહાનુભાવ! અભયદાન કરતાં બીજું કોઈ પણ ઉત્તમ કાર્ય નથી, માટે અભયદાનની પ્રવૃત્તિમાં જ બધી રીતે પ્રયત્ન કરવો જોઈએ. શેઠનો છોકરો બોલે એમ કરીશ. વળી, બીજે દિવસે “ભદ્ર' છે એમ ધારીને તે સુમેહ શ્રાવકે પેલા શેઠના પુત્રને નવકાર મંત્ર શીખવ્યું અને તેનું માહાસ્ય સમજાવતાં જણાવ્યું કે-સવાર, બપોર અને સાંજ એમ ત્રિસંધ્ય જ નવકારને જપ કરતાં બધા પ્રકારના ઉપદ્રવ થંભી જાય છે. ભૂત, શાકિની, વાઘ, વૈતાલ અને આગ વગેરેના બધા પ્રકારના ઉપદ્રવ નવકારને જાપ કરતાં ટળી જાય છે. શેઠના પુત્રે એ વાત માની લીધી. પછી સુમેડ શ્રાવક પણ પિતાના રસ્તે પડે અને શેઠને પુત્ર પણ બતાવેલી વિધિ પ્રમાણે એકાગ્રચિત્તે નવકારને ગણ ગણતો જાલંધર દેશ તરફ ઉપડ્યો. તેને તે તરફ જતાં માર્ગમાં કેટલાક સાથીઓ પણ મળી ગયા. તે બધા સાથીઓ સાથે ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે અકરમાત્ તેને કિસાનોનું-ભીલ લેકેનું એક ધાડું ભેટી ગયું. એ ધાડાએ ચડાવેલાં પ્રચંડ ધનુષીમાંથી ફેંકાયેલા બાણ વાગતાં મુસાફરોનાં માથાં પૃથ્વી ઉપર જ્યાં ત્યાં વિખરાયેલાં પડ્યાં છે અને તેમના હાથની મૂડીમાં રહેલી તરવાર વીંઝાતાં સુભટના સાથે ને સાથે ત્રાસી ગયા છે એવા એ ધાડાએ તે શેઠના પુત્રને સાથે સાથે કેદી તરીકે પકડી લીધો અને તેમ કરી તેઓ પિતાની પહેલી તરફ તેને લઈને ગયા. કિરાતના ધાડાએ પકડી આણેલું કેદીઓનું ટોળું પલ્લીપતિ મેઘનાદને સોંપી દીધું. મેઘનાદ બાદ અરે ! પકડાયેલા કેટલા જણ છે? ભિલ્લે છેલ્લા દશ જણા છે. મેઘનાદ બે જ્યાં સુધી અગિયાર જણ ન મળે ત્યાં સુધી તેમને તે બધાને બરાબર પૂરી રાખે. મારા મેટા પુત્રને ભૂતને વળગાડ હતું, તે માટે મેં (મેઘનાદે) ચડિકાદેવીને અગિયાર જણને ભેગ આપવાની માનતા કરી અને પછી તે મારો મે પુત્ર તદ્દન સાજો થઈ ગયે એટલે જ્યારે અગિયાર જણ થશે ત્યારે મારે દેવીની માનતા પૂરી કરવાની છે. “જેવી માલિકની મરજી” એમ કહી તે ભિલોએ શેઠની છોકરે સુદ્ધાં તે દશે જણને હડમાં બરાબર પૂરી દીધાં.
વખત જતાં કેઈ પણ સ્થળેથી ભિલ્વેએ અગિયારમા જણને પણ પકડી આ. પછી તે અગિયાર જણાને નવરાવ્યા. ધળાં કપડાંની જોડી દરેકને પહેરાવી અને તેમને ચંડિકા દેવીની આગળ આણ્યાં. માથું કાપનાર તવારની પૂજા થઈ. પલીપતિએ તરવારને હાથમાં લીધી અને તે અગિયારે જણને એમ કહેવામાં આવ્યું. અરે ! જીવલેકને સફળ
"Aho Shrutgyanam