________________
૨૪૦
ચોરને સાચું સુખ કોણે આપ્યું ?
: કારત્ન- કેષ :
એએ, એ સંબંધે ચિરનું ઉદાહરણ કહી બતાવ્યું છે. શેઠને છોકરે બેઃ ચેરનું ઉદાહરણ શું છે? તે મને કહી સંભળાવ. સુમેહ બે સાંભળ,
વસંતપુર નગરનો રાજા જિતશત્રુ પિતાની પટ્ટરાણીઓ સાથે ઝરુખામાં બેઠો બેઠો બધું જોઈ રહ્યો છે. બરાબર તે જ વખતે ખેતરના ઝાંપા પાસે જ કેટવાળે એક નવજવાનને ચોરી કરતા પકડી રાજાને બતાવ્યું અને રાજાએ તેને મારી નાખવાનો હુકમ આપ્યો. પછી તે ચેરને ફિક્કા પડી ગયેલા મુખે જ્યારે મારી નાખવાની જગ્યા તરફ લઈ જવાત એ રાણીએ જે ત્યારે તેણીને તેના તરફ ખૂબ દયા આવી. એને એમ થયું કે “સંસારના સુખ માણ્યા સિવાય આ ચાર ન મરે તે સારું,” એમ વિચારી ફક્ત એક જ દિવસ માટે એને ટે કરાવી એ મહારાણી તે ચોરને પિતાના મહેલમાં તેડી ગઈ. સુંદરમાં સુંદર બહુમૂલ્ય સામગ્રીવડે તેને નવરાત્રે, શરીરે અનેક પ્રકારનાં સુગધી લે કર્યા, ઉત્તમોત્તમ ઘરેણું પહેરાવ્યાં તથા સરસમાં સરસ ભેજન કરાવ્યું–આ રીતે એ મહારાણીએ એ ચિરને માટે કુલ પાંચસો રૂપિયાનો ખર્ચ એક જ દિવસમાં કરી નાખ્યું. બીજે દિવસે બીજી મહારાણીએ એ કરતાં અધિક રીતે ચોરને રાખે અને તે માટે તેણીએ એક દિવસમાં કુલ એક હજાર રૂપિયા વાવરી નાખ્યા. એ જ પ્રમાણે રાજાની બીજી બીજી રાણુઓએ પણ ઉત્તરોત્તર વધારે ને વધારે ખર્ચ કરી એક એક દિવસ માટે એ ચેરને મોજમજા માણાવી. છેવટે છેલ્લે દિવસે રાજાની એક ઘરડી રાણીએ રાજાની પાસે વિશેષ આગ્રહથી વિનંતિ કરી તે શેરને અભય અપાવ્યું–તેની મારવાની સજા રદ કરાવી અને ટાઢા ભાત વગેરે એવું વાસી ભેજન જમાડીને તેને જ્યાં જવું હોય ત્યાં જવાને વિદાય કર્યો.
આ તરફ જે જે રાણુઓએ એ ચાર માટે જે કાંઈ કરી બતાવ્યું હતું તે બધી ભેગી થઈ તે બાબત પરસ્પર વાત કરવા લાગી. અમે એક કરતાં બીજીએ અને બીજી કરતાં ત્રીજીએ એમ ઉત્તરોત્તર એ ચાર માટે વધારે ને વધારે ધન ખરચ્યું છે ત્યારે આ ઘરડી રાણીએ તો એ માટે કોઈ ખરચ્યું નથી. આ વાત સાંભળી એ ઘરડી રાણી બોલીઃ આમ આપણી મેળે આપણું મંગળ ગાવા-વખાણ કરવાથી શું? આપણે આ જ વાત એ ચેરને જ બેલાવી પૂછીએ જેથી “કઈ રાણીએ વધારે કર્યું છે ?” એની નક્કી ખબર પડી જાય. પછી એઓએ ચિરને બોલાવી ઉપલી વાત પૂછીઃ “અરે! કઈ રાણીએ તારા માટે વધારે કર્યું છે? સાચું કહે.” ચોર બેઃ મારે મરવાનું ઊભું જ હતું. એ ભયને લીધે હૃદય ગભરાએલું હેવાથી પટ્ટાણીથી માંડી છે જે રાણીઓએ મારે માટે જે કંઈ કર્યું છે તે, મૂરિષ્ઠત મનુષ્યની પેઠે હું કશું જ જાણી શક નથી–અનુભવી શક્ય નથી પરંતુ જ્યારે આ વૃદ્ધ માતાએ મારી સજા રદ કરાવી અને નિર્ભય કર્યો ત્યારે તેણીએ મને જે કાંઈ ખાવાપીવાનું આપ્યું તે મારા જેઠામાં અમૃત જેવું લાગ્યું, હું બે
"Aho Shrutgyanam