________________
• કયારત્ન-કાષ :
કાર્પાલક શ્રેષ્ટૌપુત્ર સિવાય ના કરેલા વધ.
પડયે અને તેથી શેઠના છેકરાએ એ કાપાલિકનુ કહેણુ હરગીજ ન માન્યું. પછી પેાતાના મત્રની સિદ્ધિ માટે થેલી જઇને એક એકડો અને શેઠનો પુત્ર એ એને છોડી દઈને ખીજા ત્રણે ખેાકડા તથા રાજપુત્ર, પુરાદ્ધિતપુત્ર અને સેનાપતિપુત્ર એ ત્રણે જણાને કાપાલિક મારી નાખ્યા. એ રીતે રાજપુત્ર વગેરેનાં માથા વધેરીને કાપાલિકે પૂજાના વિધિ પૂરા કર્યાં અને પછી તે, શેઠના છેકરાને પરાણે મારવા ઉઠયા. એટલામાં પેલેા યક્ષ ખેલ્યા અરે દુષ્ટ કાપાલિક ! જેણે તારા કહેવા પ્રમાણે નહીં કરીને આ એકડાનો બંધ ન થવા દીધો એવા આ રંક શેઠસૂનુને તુ જો હણીશ તે એ ચેક્કસ છે કે તું આજે હતેા ન હતેા થઈ જઇશ. પછી કાપાલિકે એ શેઠપુત્રને છેડી દીધા. ત્યારબાદ હું અધમ પાપી પાખડી ! આ પ્રકારના રાજપુત્ર વગેરે રત્ન જેવા ત્રણ પુરુષને હણીને તું કેટલુંક વધારે જીવવાનો હતો ? હું મારા પરમ હિતૈષી રાજપુત્ર ! હા, સકલ ગુણુના નિધાન ! તું શા માટે વ્ય રીતે મરણ પામ્યું ? ઇત્યાદિ અનેક પ્રકારે વિલાપ કરતો અને ‘જાણે પેાતાને નવા અવતાર મળ્યા છે, ' એ રીતે માનતો તે શ્રેષ્ઠિશ્રુત, તે સ્થાનેથી ભાગ્યે. વિધ્યની સીમાઓ વટાવી જઇ કોઇ એક ગામમાં આવીને રહ્યો. ત્યાં તેને પેાતાના મિત્ર-રાજપુત્રાદિક સાંભરી આવતાં વળી ભારે શાક થયે. ત્યાં તેને તેનું મૃતકૃત્ય-બારમું વગેરે કર્યું અને પછી તે ગામમાં એ, કેટલાક દિવસ રહ્યો. ‘હું પા ફરીને રાજા વગેરે શી રીતે મેઢું દેખાડીશ ?' · અથવા શુ' કહીશ ? · એમ વિચારીને તે પૂર્વ દિશા ભણી ચાલવા લાગ્યા.
૪.
ચાલતાં ચાલતાં માર્ગોમાં એને પ્રવ્રજ્યા લેવાની વૃત્તિવાળે અને પ્રવ્રજ્યા લેવા માટે ગુરુ પાસે જતો ‘સુમેહ’ નામના શ્રાવક લેગે થઈ ગયા. એ બન્નેની વચ્ચે પરસ્પર વાતચીત થઇ અને એ રીતે રાજ ને રાજ વાતચિત કરતાં કરતાં અને વચ્ચે સ્નેહ પણ જામી ગયા. એક વાર સુમેહ તેને પૂછ્યું: હું ભદ્ર ! તું શા માટે ઉદાસ જેવા દેખાય છે ? કહેવાનુ છાનું ન રાખવાનું હોય તેા જરૂર કહે. પછી આંસુએવડે ભીંજાયેલી આંખો સાથે તેણે પેાતાના મિત્ર રાજપુત્ર વગેરેનો વધ થયાના ખબર કહી સભળાવ્યા. શ્રાવકે કહ્યું: તે પેલા એકડાને બચાવ્યે તેના પુણ્યના કલ્પવૃક્ષનું ફળ તને આ લાકમાં જ મળી ગયું. નહીં તે તું પણ તારા રાજપુત્ર વગેરે મિત્રાની જેમ તે વખતે જ વધેરાઈ જાત. નજરાનજર ફળ દેખાય છે ત્યાં પશુ ખીજું કાંઇ કહેવાનું બાકી રહે ખરું? ખરી વાત એ છે કે જીવતા હાઈએ તે બધું સારું' લાગે છે, નહીં તેા કાંઇ નથી, કહ્યું છે કે—
દિવ્ય વિલેપન, આભૂષણ, શયન, આસન, વસ્ત્ર, ભાત ભાતનાં ભાજન, તબળ, ફૂલ, સુંવાળી લાગે એવી પથારી, ઉત્તમ ઘર, ગાનતાન અને અત્યંત મનોહર રૂપવાળી સ્ત્રીનાં કટાક્ષમાણુ, એ બધી વિલાસની સામગ્રી પણુ, જે મરવાની અણી ઉપર છે તેને થાડા પણ સંતેષ આપી શકતી નથી. આમ છે માટે જ આગમના રહસ્યને સમજનારા જ્ઞાની
"Aho Shrutgyanam"