________________
૨૪૭
કાપાલિકનો પ્રપંચ.
છે કયારત્ન-કાલ :
એ વખતે ટેળિયે ઊઠવાથી–તેથી ઊડેલી રજને લીધે સૂર્યનું બિંબ મહામુશીબતે બરાબર દેખી શકાતું નથી, ગગનમાં હાથીના ઘાટનાં વાદળાં ચડ્યાં, દિશાઓમાં પ્રતિકૂળ પવન વાવા લાગ્યો અને શકુને બધાં ઊલટાં જ થયાં, મનને ઉત્સાહ ભાંગી ગયો અને પગ લથડિયાં લેવા લાગ્યા.
આમ અપશકુને જોઈને મિત્રએ રાજપુત્રને કહ્યું હમણુ પ્રયાણ કરવું ઉચિત નથી તે પાછા વળો. વળી બીજે પ્રસંગે પ્રસ્થાન થઈ શકશે. કાપાલિક બેલ્યઃ જો ભો! આમ કેમ વ્યાકુળ થઈ ગયા? તમે ખરી વાત જ જાણતા નથી. પાતાલયાત્રા વખતે આવાં જ શકુને ઈષ્ટસિદ્ધિને સૂચવે છે એ કલ્પને પરમાર્થ છે. કદાચ તમને વહેમ પડતા હોય તે આ અપશકુને મારા ઉપર પડે–મને નડે. તમે તે વહેમ વગર ચાલ્યા આવો. મિત્ર રાજપુત્રને અનુસરનારા હતા તેથી રાજપુત્રની પાછળ પાછળ તેઓ પણ ચાલ્યા. ચાલતાં ચાલતાં કેટલેક વખત પસાર થતાં તે બધા વિધ્યગિરિની તળટીમાં પહોંચ્યા.
જ્યાં હરણ અને જંગલી પાડાએ ફર્યા કરે છે, ઘણા સિંહ રખડ્યા કરે છે, મેટા મોટા સ સરક્યા કરે છે, વરાહે ઘરર ઘરર બોલ્યા કરે છે, હાથીઓ ગુલગુલાટે છે અને દીપડાએ ત્રાડે નાખ્યા કરે છે એવા અનેક પ્રકારના હિંસક પ્રાણુઓથી ભરેલા એ દુર્ગમ પહાડ સુધી પહોંચી પછી વિંધ્યાચલની મધ્યમાં પેઠા.
ત્યાં પણ ચાલતાં ચાલતાં પેલું યક્ષમંદિર આવ્યું. તેઓએ એ યક્ષમંદિરને દીઠું. પગ ધોઈને એ બધા યક્ષમંદિરની અંદર પેઠા. કમળ વગેરે અનેક જાતનાં ફૂલેવડે યક્ષને પૂ અને બધાએ આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે સંધ્યા થવા આવી ત્યારે પાસેના ગોકુળમાંથી એ કાપાલિકે ચાર બેકડાને આણ્યાં, બીજી પણ પૂજાની સાધન-સામગ્રી તૈયાર કરી. એ રાજપુત્ર વગેરે ચાર જણાને અને ચાર બોકડાને એક સાથે નવરાવ્યા અને યથાચિત રીતે ચંદનનાં છાંટણ છાંટી તે બધાને શણગાર્યા. પછી કાપાલિકે, તે રાજપુત્ર વગેરેને કહ્યું ! ભે! તમે અનુક્રમે એક એક બેકડાને મારી પાસે લો, આ ચક્ષની સામે બેકડાઓનો ભેગ આપી દેવપૂજા કરી પછી પેલા ભોંયરાનું બારણું ઊઘાડીએ. પછી, કાપાલિકના મનનો ખરો અભિપ્રાય જાણ્યા વિના, બેકડાઓની સાથે પિતાનો પણ ભાગ આપવાનો છે એ હકીકત સમજ્યા વિના અને પિતાના ભાગ્યના સ્વછંદ ખેલનો વિચાર કર્યા વિના જ તે રાજપુત્ર અને તેમના મિત્રોએ જે ક્રમે કાપાલિકે બેકડા લાવવાનું કહ્યું હતું બરાબર તે જ રીતે અને તે જ કમે એ બધું કર્યું. ફકત શેઠના છોકરાને એ વખતે દયા આવી જતાં તેણે કાપાલિકનું કહેવું ન માન્યું. એ શેઠના છોકરાને કાપાલિકે ઘણી ઘણી રીતે સમજાવ્યું “પણ અતિ આદર ઘણી વખત વહેમને વધારે છે.” એ ન્યાયે જ્યારે કાપાલિક શેઠને છોકરા પાસે કાલાવાલા કરવા લાગે ત્યારે તેને એના કહેવા ઉપર વહેમ
"Aho Shrutgyanam