________________
== અભયદાન સંબંધે જયરાજર્ષિનું કથાનક. ===
(કથા ૧૭ મી) ૫ હેલાં જ, દાન વિશે કહેતાં “અભયદાન” સંબંધે પણ કહેવાઈ ગયું છે. પ્રસ્તુતમાં તાજી જે અભયદાનનું સ્વરૂપ અને ફળ વર્ણવવા માટે સંક્ષેપથી કહું છું. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય-એ પાંચ સ્થાવર જીવોની અને બે ઇન્દ્રિયવાળા એ ચાર ત્રસ જીની અર્થાતુ એ નવે પ્રકારના જીની રક્ષા તેનું નામ “અભયદાન.” બધા જ સુખને જ ઈરછે છે. બધા જ સદાકાળ જીવવાની વૃત્તિવાળા છે, બધા
ને વેદના થાય છે અને બધાય છે મરણના ભયથી ડરનાર છે. ખાસ વાત એ છે કે પોતપોતાના કર્મ પ્રમાણે શક્તિ, શરીર, રૂપ અને આકૃતિ પામેલા એવા વિવિધ નિયામાં જન્મ પામી પૃથક પૃથક ચૈિતન્ય ધરાવતા એ બધા જ એક બીજાથી તદ્દન જુદા છે. જે માનવ, એ બધા ની રક્ષા કરવા તત્પર હેય-એ બધા ને અભયદાન દેવાના મનવાળ હોય તેણે એ જ સાથે સંઘર્ષણ, સંઘઠ્ઠન થાય એ છેડે પણ ઉપદ્રવ તજી દે. જે પ્રાણીનું મરણ તદ્દન પાસે હોય-જે મરવાની તૈયારીમાં જ હોય તેને કઈ આખીય પૃથ્વી દાનમાં આપી દ્ય તો પણ તેને તેટલે સંતોષ થતો નથી જેટલે સંતોષ તેને પિતે બચી જવાથી, તેને “અભય” મળવાથી થાય છે. મતના ભયથી થરથર કંપતા પ્રાણિ પોતાના કુલના આચારની પણ અવજ્ઞા કરે છે. અરે ! એઓ મોતથી બચવા માટે બીજું પણ શું શું નથી કરતા? કેઈની ગુલામી પણ કરે છે અને ચંડાળના ઘરે રહેવાનું પણ સ્વીકારે છે. એવા મેતના ભયથી ગભરાયેલા, દીનતાપૂર્વક કરગરે છે, દીનતાપૂર્વક ધૂણે છે, પડે છે અને વેગથી ભાગે છે--મરણના ભયથી કાયર બની ગયેલા પ્રાણીઓ પોતાના બચાવ માટે શું શું નથી કરતા? આમ છે માટે જ એવા ભયભીતોનું રક્ષણ કરવું એ ઉત્તમ ધર્મ છે. બહુ ત્યાગ કરે, સુપ્રશસ્ત તીર્થોમાં જઈને દાન આપવું એવાં એવાં બીજા ધર્મકૃત્ય કરતાં ય ભયભીતોની રક્ષા કરવાને ધર્મ વધારે ઉત્તમ છે એમ ભિક્ષુઓ કહે છે. વિવિધ પ્રકારનાં દુખેને લીધે સંતાપ પામેલા જીવને જે અભયદાન આપે-શાંતિ પમાડે તે, “જયરાજર્ષિ ની પેઠે વિજ્યલક્ષમીને વરે છે અને નિર્વાણને પણ ચેકકસ મેળવે છે. તે “જયરાજર્ષિ ની કથા આ પ્રમાણે છે.
જંબુદ્વીપમાં તિલક સમાન એવા ભારતવર્ષના મુકુટમણિ જેવું “વિજયવર્ધન' નામે નગર છે. દ્વારકા નગરીમાં તે એક જ પુરુષોત્તમ-કૃષ્ણ-છે, ત્યારે “વિજયવર્ધન નગર,
જ્યાં ત્યાં ભમતા અનેક પુરુષોત્તમ-ઉત્તમ પુરુષો-થી વિરાજિત છે. જાણે કે વળી એ નગર સમસ્ત જીવલેકરૂપ મહાલયને વિજય વાજપટ ન હોય અને ધર્મમાર્ગનું ઉત્પત્તિ સ્થાન ન હોય એવું શોભાયમાન છે. ખીલેલાં કમળ કુમુદની સરખી દેહપ્રભાને લીધે
"Aho Shrutgyanam