________________
: કથાનકોષ :
શ્રી ધનદત કેવળીની દેશના.
૨૪
એક અક્ષર જેટલી પણ વિદ્યા ન ચડી, કારણ કે હજુ સુધી તેણે પૂર્વે કરેલા વિદ્યાવિઘાતનથી થયેલું જ્ઞાનાંતરાયને તેને દોષ તદ્દન ટળી ગયું ન હતું. આ પરિસ્થિતિમાં વૈરાગ્ય માર્ગ ઉપર ચડેલા એ ધનદત્તને પિતાને એક અક્ષર પણ નથી ચડતે. તેના કારણ સંબંધે ભારે ઈહાપેહ-વિચારણા ઉપર વિચારણા-થશે અને તેમ થતાં તેને પિતાને પૂર્વભવ યાદ આવી ગયો અને સાથે જ તે પૂર્વભવમાં વિદ્યાને જે દ્રોહ કર્યો હતું તે પણ યાદ આવ્યું. આથી તે પહેલાંની પેઠે એટલે “ધનશમ” ના અવતારમાં કરેલું હતું તેમ, જે લેકે પાઠન પાઠનમાં નિરંતર ઉદ્યમી હતા તેમને પુસ્તકે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરેની સહાયતા કરીને જ્ઞાન દાનની તથા જ્ઞાન તરફની પિતાની વધતી જતી રુચિને લીધે જ્ઞાનીઓના બહુમાનની સવિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યું. મહાનુભાવ ધનદત્તને દેવ, તેને સંગરંગ વધતો જતે હોવાથી, દુષ્કૃતની વારંવાર ગહ કરવાને લીધે અને જ્ઞાનદાન વગેરેની શુભ પ્રવૃત્તિમાં મન, વચન અને શરીરદ્વારા તત્પરતા દાખવવાને કારણે દૂર થઈ ગયેલે અર્થાત્ નિંદનીય એવું તેણે જન્માંતરમાં ઉપાર્જેલું જ્ઞાનાવરણીય કર્મ તેની ઉક્ત પ્રકારે શુભ પ્રવૃત્તિઓને લીધે દૂર થઈ ગયું. તેણે હવે પ્રવજ્યા સ્વીકારી, અંગ તથા ઉપાંગ સહિત બધા સિદ્ધાંતને તે સુખેથી ભણી ગયો અને તેને પિતાને પૂર્વજન્મ યાદ આવેલ હતું તેથી બીજા ભવ્યને માટે એ મહાનુભાવ ધનદત્ત વિશેષ આદરણીય બને. હવે તે, મુનિ થયા પછી જ્ઞાનનું દાન કરવા તરફ જ મ રહે છે અને તે બાબત એ લેશ પણ પ્રમાદ–આળસ કરતો નથી. આવી રીતે સ્વાધ્યાય, પઠન પાઠન વગેરે જ્ઞાનદાનની પ્રવૃત્તિ કરતાં કરતાં તેના જ્ઞાનાવરણીય બધાં આત્મઘાતી કર્મો તદ્દન હણાઈ ગયાં-નાશ પામ્યાં અને તે ઉત્તમ એવા કેવળજ્ઞાનને પામ્યું. જે જગ્યાએ તે ધનદત્ત મુનિએ કેવળજ્ઞાન મેળવ્યું તે જગ્યાએ અને તેની આસપાસ રહેનારા દેએ ધનદત્ત કેવળીને, તેને કેવળજ્ઞાનનો લાભ થયે તેથી ભારે મહિમા કર્યો અને સેનાની ભારે ખીલેલી પાંખડીઓવાળું એક કમળ બનાવ્યું. તે કમળ ઉપર બેઠેલ મહાનુભાવ કેવળી સંસારી જીવને શાંતિ પમાડવાને માટે ઉપદેશ દેવા લાગ્યા. જેમકે સંયમ ધર્મ માટે પ્રબળ પ્રયત્ન કરનારા યતિઓને જ આ જગતમાં અખંડ સુખ હોય છે. દુઃખના કારણરૂપ અને આત્મસુખના વિરોધક જે જે પદાર્થો વિદ્યમાન હોય છે તે બધાઓને યતિજને એ તજી દીધેલા હોય છે તેથી જ તેઓ અખંડ સુખને માણી શકે છે. જેને એ વિષેનું ઊંડું જ્ઞાન હોય છે, વળી, એવું ઊંડું જ્ઞાન તે જ મેળવી શકે છે જેણે ઘણું ઘણું જ્ઞાનદાન, સાનપ્રચાર અને જ્ઞાન તથા જ્ઞાનીઓ પ્રત્યે અભિરુચિ બતાવી એવી બધી સત્યવૃત્તિઓ કરેલી હોય છે. જે મનુષ્ય, વ્યાખ્યાન અને વાચનની પ્રવૃત્તિમાં અર્થાત્ શાસ્ત્રશ્રવણુ અને શાસ્ત્રવાચનની પ્રવૃત્તિમાં ઉદ્યમી હોય છે તેને ભણાવવું વા સમજાવવું એનું નામ શાનદાન અને તે માટે તેને ઉત્સાહિત કરો અને જ્ઞાનની પિષક
"Aho Shrutgyanam