________________
: કથાન–કોષ :
વિજયચંદે બાંધેલ જ્ઞાનાવરણીય કર્મ.
૨૪૦
યની પ્રવૃત્તિ તરફ આદર વધારે. વળી, માસતુસ વગેરે જે મહામુનિઓ નિર્વાણને પામેલ છે તેઓ વળી શું ભણેલા હતા ? આ પ્રકારે અનેક દષ્ટાંતે બતાવી અધ્યયનઅધ્યાપન તરફ અરુચિ બતાવતા તે વિજયચંદ્ર આચાર્યની તે સ્થવિરાએ ઉપેક્ષા કરી. પછી વખત જતાં એ આચાર્ય કાળધર્મ પામ્યું પરંતુ અધ્યયન-અધ્યાપન તરફ અરુચિ બતાવીને એ આચાર્યું જે જ્ઞાનાવરણીય વગેરે દુષ્કર્મ બાંધ્યું હતું તેનું તેણે આલોચનપ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત કર્યું નહીં અને એમ કરવાથી તે સંયમપાલક હતું છતાં નિર્વાણ વા સ્વર્ગની ઉત્તમ દશા નહીં મેળવી શકે પરંતુ કાળધર્મ પામીને એ ધર્મ નામના સ્વર્ગમાં દેવરૂપે જન્મ પામ્યું. ત્યાં દેવગતિમાં જન્મ પામી અને જીવન પૂરું કરી વળી બીજે જન્મ પામ્યા. આ બીજા જન્મમાં તે, પખંડ નામના નગરમાં ધનંજય નામના શેઠને ત્યાં શિવા નામની સ્ત્રીની કુક્ષિએ અવતર્યો અને ત્યાં તેનું નામ “ધનાર્મ પડયું. જ્યારે તે આઠ વરસની વય વટાવી ગયે ત્યારે તેને ભણવા બેસાડે પરંતુ પૂર્વ ભવમાં ભણવા ભણાવવા તરફ સખત નફરત બતાવેલી હતી તેથી તેણે વધારે ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું. તે જ્ઞાનમાં વિન્ન કરવાના દેષને લીધે તેને એક અક્ષર પણ ચડે જ નહીં. તે ઘણું માથું ધુણાવી ધુણાવીને દેખતે હતો છતાં તેને હૈયે જરા પણ જ્ઞાન આવ્યું નહીં. ભણાવનારે ઉપાધ્યાય શિક્ષક પણ થાકી ગયે, અને આ છોકરો “પત્થર” જે છે એમ જાણું શિક્ષકે પણ તેને તજી દીધો. પછી તેના પિતાએ તે છોકરા માટે બીજે શિક્ષક રાખે છે તે પણ તેને ભણાવી શકે નહીં અને એ રીતે તેના પિતાએ તેને સારુ પાંચસે શિક્ષકે બદલ્યા છતાં તેમને એક પણ શિક્ષક આ પત્થર જેવા છેકરાને લેશ પણ વિદ્યા શીખવી શકે નહીં. છેવટે પિતા પણ ખેદ પામી થાકી ગયે. છેકરાને વિદ્યા ચડે તે માટે ઔષધ વગેરેના ઉપચાર કરવા શરુ કર્યા પરંતુ તેથી છેકરાને કશો ફાયદો થયે નહીં. આટલું કર્યા પછી તેના પિતાએ મંત્ર તંત્રના જાણનારાએને એ છેકરા સંબંધે પૂછ્યું. તેમાંનાં એક જણે છોકરાના બાપને કહ્યું. અમુક ઠેકાણે એક વિશેષ પ્રકારની શકિતવાળે તપસ્વી રહે છે માટે તેની પાસે જાઓ, પછી છોકરાને બાપ ધનંજય શેઠ છોકરાને સાથે લઈ તે સાધુપુરુષની પાસે પહોંચ્યા. તપસ્વી સાધુને વંદન-નમન કરીને બેઠેલે ભક્તિપૂર્વક છોકરાનો બાપ બેઃ હે ભગવન્! આ મારા છોકરાએ એવું શું કર્યું છે જેથી તે આવો પર જે જડ થઈ ગયેલ છે. પછી તે તપસ્વી પુરુષે એ છોકરાના પૂર્વજન્મની હકીકત કહેતાં એણે પૂર્વજન્મમાં જ્ઞાનની જે ભારે આશાતના કરી હતી તે વર્ણવી દેખાડી અથત એ તપસ્વીએ કહ્યું કે-આ છોકરો તેના આગલા જન્મમાં જ્યારે મનુષ્ય હતું ત્યારે જૈન આચાર્ય થયેલ અને તે વખતે ત્યાં તેણે પિોતાના શિષ્યને ભણવા ભણાવવામાં ભારે કંટાળે આણેલે એટલું જ નહીં પણ ભણી ભણીને કંઠ સૂકવવાથી શું ફાયદો થવાનું છે? એવું એવું કહીને વિદ્યા પ્રત્યે ભારે
"Aho Shrutgyanam