________________
ર૩૭ શિવાલનું પરાજિત થવું અને સ્વરાજયની પુનઃ પ્રાપ્તિ. : કથા રત્ન-કેપ : એને, ઘડાઓને તથા બીજા પાયદળ વગેરેના લેકને જુદા જુદા અનેક પ્રકારના રોગો થઈ આવ્યા. આ પ્રકારે પિતાના ગુપ્તચર એજના દ્વારા રાજપુત્ર ચંદ્રસેને નિર્વિદને રાજા શિવાલને દેશ તાબે કર્યો અને સામતને તાબે કર્યા.
હવે બીજે વખતે ચંદ્રસેનના ગુપ્તચરોએ કહેવરાવ્યું કે-હમણું ચડાઈ કરવા છે માટે શીધ્ર રાજા શૈવાલ ઉપર ચડાઈ કરી દેવી જોઈએ. આ બાતમી મળવાથી ચતુરંગી સેના સાથે રાજપુત્ર ચંદ્રસેને હુમલે કરી રાજા શૈવાલને રું-ઘેરી લીધું. બંને બાજુની સેનાએ પરસ્પર લડવા લાગી અને સામસામા ઘા કરવા લાગી. વૈરસિંહ વગેરે સામંતોએ રાજા શિવાલને ઉત્સાહિત કરતાં જણાવ્યું કે-હે દેવ! તમે પાછળ થાઓ, આ કરજા શું કરવાની હતી? આમ જણાવી તેઓએ શત્રઓ તરફ ઘા કરવા શરુ કર્યા એટલામાં ચંદ્રસેન પાસે આવી ગયે. બરાબર આ વખતે વૈરસિંહ વગેરે સામંતની સેનાએ અને ચંદ્રસેનની સેનાએ રાજા શૈવાલને બરાબર અંદર લઈને ઘેરી લીધું અને સતત છોડેલાં બાણ, ભાલાં, નારા તથા ખુરપ વગેરે શસ્ત્રો દ્વારા રાજા શૈવાલને ઢાંકી દેવામાં આવ્યું. એ વખતે રાજા શૈવાલના છત્રને દાંડે કપાઈ જવાથી માથા ઉપરનું તેનું છત્ર પડી ગયું, તેના રથ ઉપરની રંગબેરંગી ધજા-પતાકાઓ કપાઈ ગઈ, તેના અંગરક્ષકો મરાઈ ગયા છતાં અર્થાત્ રાજપુત્ર ચંદ્રસેને રાજા શિવાલની આવી દીનદશા જોઇને પણ તે, તેના ગુણેથી ખુશ થયેલ હતું તેથી તેણે પોતાના સેનાપતિએને કહ્યું કે-જે જે સેનાપતિઓ ! હવે જે, રાજા શિવાલ ઉપર ઘા કરે તેને મહારાજાની આણ છે અને મારા શરીરના સેગન છે. આ હકીકત રાજપુત્ર ચંદ્રસેને ઢેલ વગડાવીને જાહેર કરી. ચંદ્રસેનની શેષણ સાંભળીને હાલ વગેરે દ્વારા ચાંપીને રાજા શિવાલને જીવત જ પકડી લીધે, અને સપ્તાંગ રાજલમી સાથે તેને જીવતે ને જીવતે રાજપુત્ર ચંદ્રસેનને મેંપી દીધે.
રાજપુત્ર ચંદ્રસેને, રાજા શિવાલને જીવતે પકડીને પોતાના પિતા પાસે પહોંચવાનું નક્કી કર્યું. અખંડ પ્રમાણે કરતે કરતે તે પોતાને નગરે પિતા પાસે પહોંચે. ચંદ્રસેન આવ્યાની વધામણી તેના પિતા રાજા જયચંદ્રને પહોંચાડવામાં આવી. ભારે ધામધૂમ સાથે જ પુત્ર ચંદ્રસેને રાજભવનમાં પ્રવેશ કર્યો અને સાથે આણેલા રાજા શેવાલની યથેચિત પ્રતિપત્તિ કરીને તેને પિતાના પિતા રાજા જયચંદ્રને સોંપી દીધા અને પિતાને સવિનય વિનંતિ કરતે ચંદ્રસેન બેઃ હે દેવ ! રાજા શૈવાલ શત્રુ છે છતાં તેનામાં ભારે ગુણે છે તેથી તે અમારે સારુ એક ગુરુ સમાન છે માટે આપે પણ તેની તરફ મહાપ્રસાદભરી દષ્ટિ રાખવી ઉચિત છે. પિતાના પુત્ર ચંદ્રસેનની શિવાલ તરફની આદરવૃત્તિ જાણીને રાજા જયચંદ્ર પણ શિવાલની તેના ગુણોને લીધે ભારે કદર કરી અને તેને સારી રીતે સન્માન આપી તેની ગાદી તેને પાછી મેંપી દીધી અને રાજા શૈવાલને પિતાને સ્થાને વળા.
"Aho Shrutgyanam