________________
૨૩૧
શિવાલ અને વિજયચંદ્રના લશ્કરનું યુદ્ધ.
* કથાનકે
તેમને રાજ્ય આપવામાં આવે તો પણ લેતા નથી. ક્રમનો ભંગ કરીને સન્માન થતું હોય તો પણ પુરુષે તેને અપમાન જ સમજે છે ત્યારે બીજા સાધારણ માનવ કીટે તો જેમ તેમ કરીને પણ સન્માનને માટે પડાપડી કરે છે. ન્યાયમાર્ગની તુલા ઉપર બેઠેલા–ન્યાયના પલ્લામાં બેઠેલા પુરુષો પણ ન્યાયને ગમે તે રીતે. ભંગ કરે તો હે પુત્ર ! ક્ષત્રિયવટની વાત તો દૂર રહી અર્થાત્ એવા ન્યાયને ભંગ કરનારામાં ક્ષત્રિયવટ ક્યાંથી હોય?
રાજાએ પિતાના નાના પુત્રને આ પ્રમાણે સમજાવ્યું તો પણ તે શાંત ન થયે. પછી રાજાના કહેવાથી મંત્રીઓએ રાજપુત્રને કહ્યું કે રાજપુત્ર ! દેવનું વચન કેમ માનતો નથી? અથત તેમના વચનથી પ્રતિકૂળ થઈને શા માટે વર્તે છે? આમ કરવાથી તો
તું” અવિનયી છે.” એવી તારી અપકીર્તિ બધે ફેલાશે, માટે તું એવી અપકીતિરૂપ ફેલાતી ધૂળને વિનયના પાણી વડે શા માટે શાંત કરી દેતો નથી ? “ અકલંકિત કીર્તિવાળું જ જીવન પ્રશંસાપાત્ર છે.” એ હકીકત, રાજપુત્ર થઈને શું તું નથી સમજતો ? આ પ્રમાણે ઘણુ ઘણી શિખામણ દ્વારા સમજાવ્યું ત્યારે તે ચંદ્રએન ન્યાયવર્ગ ભણી વળે. આ તરફ બીજો વિજયચંદ્ર નામે મેટે રાજપુત્ર ચાર અંગવાળું મેટું સૈન્ય લઈ
શવાલ” રાજા ઉપર ચડાઈ લઈ ગયા. કેમે કરીને પ્રયાણ કરતો કરતો તે, પોતાના દેશના સીમાડા સુધી પહોંચી ગયા. ત્યાં રહેનારા સામંત વગેરેને બોલાવ્યા અને હૂત મોકલીને શૈવાલ રાજાને આ પ્રમાણે કહેઇરાવ્યું
પૂરતું બળ ન હોય અને લડવાને તૈયાર થવું એ મોટી ભૂલદૂષણ છે. એવી સ્થિતિમાં તે લડ્યા કરતા નમી જવું એ જ ભૂષણ છે, તો જે ! તું તારી જાતે વિચાર કરીને જે ગ્ય લાગે તે કર.
રાજા શિવાલે કહેરાવ્યું. જેમાં રણસંગ્રામથી ડરનારા છે તેઓ ન્યાયમાર્ગમાં બહાનાની વાતો કરે છે. હાથીના ટેળા સામે સિંહને નીતિને માર્ગ કે બતાવી શકે તેમ છે ? તેથી તું રણસંગ્રામ માટે સજજ થઈ જા અને તારું પોતાનું ઉત્કૃષ્ટ પરાક્રમ બતાવ. મારી પાસે પૂરતું બળ છે કે નહીં એ હકીકત તો રણસંગ્રામ ચોક્કસપણે કહી દેશે.
રાજા શિવાલનું આ કહેણ સાંભળીને દૂત પાછો ફર્યો અને તેણે, શૈવાલે મોકલેલું કહેણુ રાજપુત્રને જણાવ્યું. રાજપુત્રે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. બન્નેનાં લશ્કરે એક બીજાં થડ ડે અંતરે પાસે આવી પહોંચ્યા. એ બનને લશ્કરોએ ક્ષત્રિવટને ધારણ કરી, પિતાના સ્વામીની કાર્યસિદ્ધિ માટે શસ્ત્ર-અશસ્ત્રના ઘાને પણ આદર સાથે ઝીલ્યા. એ લશ્કરની પરસ્પર ભીડને લીધે અને રણવાદ્યના જોરશોર સાથે વાગવાને લીધે એ અવાજ ઊછળે કે કાયર કંપી ગયા. રણસંગ્રામમાં કુતાના અણીના ઘાને લીધે હાથીઓ ઘૂમવા લાગ્યા,
"Aho Shrutgyanam"