________________
-
--
-
-
----------
--
૨૨૯
જયચંદ્ર રાજા પાસે લેખ લઈ આવેલા બે પુરુષો.
: કથાન–કેષ :
જરૂર હોય તે તે પુસ્તકને ભણવા માટે આપવાં વા ભણનારની કઈ પણ પ્રકારની અગવડતાઓ જ્ઞાન લેવાની ઉચિત પ્રકારની બધી સગવડ કરી આપવી એ જ્ઞાનદાનનું મોટામાં મોટું લક્ષણ છે.
જે મનુષ્ય પોતે જાતે જ્ઞાન નથી આપી શકતે પરંતુ ભણનારાઓને-જ્ઞાન લેનારાઓને એ પિતે, ઔષધ, વસ્ત્ર, અન્ન વગેરે ભણવામાં પિષણ અને ઉત્સાહ પ્રેરે એવી વસ્તુઓ આપે છે તે પણ પરમાર્થતઃ જ્ઞાનને જ દાતા છે.
આ બાબત વધારે કહેવાથી શું ? જ્ઞાનના દાનથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકાય છે. આ વિશે અહીં “ધનદા” નું ઉદાહરણ છે.
મગધ દેશના છેગા સમાન રાજગૃહ નામે નગર છે. શેષનાગની વિશાળ ફણા ઉપર રહેલા મણિ ઉપર જેમ યર-અન્ય કોઈ આક્રમણ કરી શકતું નથી તેમ એ રાજગૃહ નગર ઉપર પર-શત્રુઓ આક્રમણ કરી શકતા નથી. સ્વર્ગમાં બુધ અને ગુરુ વસે છે તેમ આ રાજગૃહ નગરમાં પણ બુધ્ધ-ડાહ્યા માણસ અને ગુરુ-ધર્મગુરુ વસેલા છે તથા એ નગર ઉપર બધા લેકેને અનુરાગ છે એવું એ પ્રાસાદિક અને મનોહર છે. તે નગરમાં, હૈહયકુલરૂપ આકાશમાં ચંદ્ર જે, પિતાના શત્રુઓની સ્ત્રીઓને આતંક પેદા કરનાર, ભુવનને આનંદદાયી એ “જયચંદ્ર નામે રાજા છે. શ્રી કૃષ્ણની જેમ કમળા ભાર્યા છે તેમ તે રાજાને કમલાવતી નામે સહજ નેહવાળી ભાર્યા છે. તેઓને બે પુત્ર છે. વિજયચંદ અને ચંદ્રસેન, એ બન્ને પુત્ર પુરુષેચિત બધી કળાઓમાં પ્રવીણ છે, અને શોર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે અનેક ગુણેથી સુશોભિત છે. તે બન્ને ભાઈઓ એક જ માને પેટે જમેલા છે, સગા ભાઈઓ-સહદરો છે છતાંય કર્મષને લીધે તે બન્ને પરસ્પર એક બીજાને સાંખી શકતા નથી–અસહનશીલ છે અને હું મટે, હું મટે ” એવા અભિમાનવાળા છે. એ રીતે પરસ્પરના સંકલેશવડે તેમના દિવસે વીતે છે
બીજે કઈ દિવસે રાજા સભામાં બેઠેલ હતું. રાજપુત્ર, મંત્રીઓ, સામત અને નગરના બીજા પ્રધાન પ્રધાન નાગરિકે પોતપોતાને ઉચિત સ્થાને બેઠેલા હતા તે વખતે દ્વારપાળે આવીને રાજાને વિનંતી કરીઃ “હે દેવ ! લાંબા માર્ગ ઉપર નિરંતર ચાલવાને લીધે થાકી ગયેલા જણાતા, બે પુરુષે હાથમાં લેખ લઈને એકદમ આપનું દર્શન ઈચ્છે છે. આપને મળવા માંગે છે.” રાજા બેઃ તે બનેને એકદમ મારી પાસે મેકલી આપે. દ્વારપાળ તે બનેને રાજાના પાસે લઈ ગયો. તે બન્ને રાજાને પગે પડ્યા, લેખ આપે. રાજાએ પિતે જ લેખને વાંચ્યું. એમાં લખ્યું હતું કે –
વસ્તિ. મગધની ભૂમિ માટે ચંદ્રસમાન શીતળ એવા જયચંદ્ર મહારાજને,
"Aho Shrutgyanam