________________
૨૨૭
શાસ્ત્રશ્રવણની મહત્તા.
: કારત્ન–૧ :
દેષ વગરની નિર્મળ આંખ સમાન છે અને બુદ્ધિના મોટા બગીચા માટે એ જ શાસ્ત્રો ચૈત્ર માસ સમાન છે અથત ચૈત્ર માસમાં બગીચે જેમ ખીલી નીકળે છે તેમ આ શાસ્ત્રો બુદ્ધિના ગુણોને વિશેષને વિશેષ ખીલવે છે, જેથી અંધશ્રદ્ધા-અવિવેક-કુતર્ક અને રૂઢ દુર્ગ વગેરેના દે આપોઆપ ટળી જાય છે. વળી, એ શાસ્ત્રો કામદેવને જય કરવા માટે અમેઘ શસ્ત્ર સમાન છે તો એવાં એ શાને ભવ-સંસારને ભય ટાળવા માટે કેણુ ન શીખે ? અત્ એવાં સુશાસ્ત્રોને અભ્યાસ કેણ ન કરે ? વા એવાં સશાસ્ત્રોને વારંવાર સાંભળવા કેણું ન ઈચ્છે ?
માટે જ જે મહાનુભાવ માનવે સમૃદ્ધિને ઇરછતા હોય, નિરંતર પિતામાં ગુણશ્રેણિની અભિવૃદ્ધિ કરવા ચાહતા હોય તેમણે, જેમના શ્રવણથી અનેક દુખે ટળી જાય છે એવાં શ્રીજિનેન્ટે કહેલાં શાસ્ત્રને વારંવાર સાંભળવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ.
ઈતિ શ્રી કથા રત્નકેશમાં શાસ્ત્રશ્રવણના આધકારમાં શ્રીગુપ્તની કથા સમાપ્ત,
છે
"Aho Shrutgyanam