________________
-
-
-
-
-
-
: કયારત્ન-કોષ :
મહીધર શ્રેષોની રાજા સાથે મુલાકાત.
અને ઉત્તરદિશા તરફ જવા ઉપડે. ઉત્તર દિશાનાં ગામે અને નગરોમાં ફરી ફરીને એ શેઠ પિતાના પુત્ર શ્રીગુણની જ્યાં ત્યાં શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક વખતે એ સાર્થવાહ ગજપુર સુધી આવી પહોંચ્યો. ગજપુરને સીમાડે મૂકીને આગળ ડુંક ચાલીને એ સ્થળે શેઠે પડાવ નાખેલો કે જ્યાં પેલે વનનિકુંજ આવેલ હતો અને એજ વનનિકુંજમાં તેને પુત્ર શ્રીગુપ્ત પણ હતું. બરાબર એ સમયે જ કર્મ-ધર્મના સંગને લીધે એ વતનિકુંજના ઝાડના ઝુંડમાંથી નીકળીને શેઠને પુત્ર શેઠના પડાવ પાસે આવી પહેર. શેઠે એને બરાબર ઓળખી લીધે અને ખૂબ નેહપૂર્વક તે, પોતાના પુત્રને ભેટી પડશે. તે અત્યાર સુધી કયાં કયાં ફર્યો ? અને તેણે શું શું અનુભવ્યું એ બધી હકીકત શેઠે એને આદરપૂર્વક પૂછી. પેલા શ્રીગુપ્ત પણ પિતે જ્યારથી પિતાની જન્મભૂમિ વિજયપુરી નગરીમાંથી નીકળે ત્યાંથી માંડીને તેને જે છેલ્લે પોપટને સમાગમ થશે ત્યાં સુધીની બધી ખરેખરી હકીકત કહી સંભળાવી. એ બધી હકીકત સાંભળીને શેઠની આંખમાં આંસુ ઉભરાયાં અને તે પોતાના પુત્રે આજ લગી જે જે દુઃખ અનુભવ્યું તેના આવેગથી ગળગળા થતો બે -- હે પુત્ર! તું એમ ન સમજતો કે હું પૈસે પેદા કરવા સારુ વેપાર ખેડવા નીકળે છું. હવે આ સમય કાંઈ મારે સારુ પૈસે પિદા કરવાને છે? હું તો ફક્ત તારી શોધ માટે જ આ બહાને નીકળી પડે છું. જ્યારથી તું ઘરેથી નીકળી પ્રવાસે ચાલ્યો ત્યારથી જ મને ભારે દુઃખ થતાં અને તેથી જ તને શેધવા માટે આ અવસ્થાએ પણ મેં આ રખડપટે માંડ તો હે પુત્ર! મેં તને અહીં જ અને ઓળખી પણ કાઢયે એ બહુ જ સારું થયું. હવે તો તું એવી રીતે સરસ વર્તન રાખ કે જેને લીધે આપણા પૂર્વજોની શરદૂના પૂર્ણ ચંદ્ર જેવી ઉજળી કીર્તિ ફેલાય. દુષ્ટ લેકેનાં મેઢાં કાળા થઈ જાય. તારી વાત કરતાં દુષ્ટ લેકેનાં મોઢાં બંધ થઇ જાય અને તું સત્યરુષની પંક્તિમાં આગળ બેસનારે થઈ જા. શેઠની આ સ્નેહભરી વાણી સાંભળી એ શ્રીગુપ્ત બેઃ પિતાજી, હવે આ વિશે વધારે કહેવાથી શું? અર્થાત્ હું બધું સમજી ગ છું અને હવેથી મનના દુઃખને અને શરીરના કષ્ટને એમ અનેક જાતના વિકારોને વધારતા એવા આ બધી જાતના અનીતિના માર્ગને હું આ ક્ષણે જ છોડી દઉં છું. જો કે મારું મન સ્વછંદ છે છતાં તેના ઉપર અંકુશ રાખવાને અભ્યાસ વધારી વધારીને હું તેને હવેથી સુમાર્ગ જ તરફ જોડવાને છું.
માટે હે પિતાજી! તમારે હવે મારે જરા પણ અવિશ્વાસ ન રાખો. ત્યાર પછી પોતાની સાથે આણેલું બધું કરીયાણું એ સાર્થવાહે ગમે તે ભાવે જેમ આવે તેમ વેચી નાખ્યું, અને પોતાના પુત્રને લઈને સાર્થવાહ પોતાની વિજયપુરી નગરી તરફ જવા માટે ત્યાંથી પાછા ફર્યો. નગરીમાં આવી મહામૂલી ભેટણ સાથે તે શેઠ, પોતાના રાજાના દર્શને ગયે, અને પોતાને પુત્ર શ્રીગુણ હવે તદ્દન સુધરી ગયો છે અને આપણે ન ધારીએ એ
"Aho Shrutgyanam