________________
મહીધર સાથેવાતું. પુત્રની શેાધ માટે દેશાંતર ગમન, ઃ કા રન-કાય :
હે ભગવંત ! જો એ જ તીથી ઉત્તમોત્તમ હોય તે હે ભગવંત ! હવે હું ત્યાં જઇને જ અણુસણુ કરીશ. મુનિ બોલ્યાઃ હું પાપટ ! તારી ધારણા-નિર્વિઘ્ને સિદ્ધ થાઓ,
૨૨૭
પોપટ બેન્ચેઃ હું પ્રિય પાપી ! તે આ ભવ અને પરભવમાં તારા જે અપન રાધા મેં કર્યા હાય તેની તારી પાસે હું ક્ષમા માગું છુ–તેનું મિચ્છામિ દુક્કડં દઉં છું માટે હું સુતનુ ! મારા ઘેાડા પણુ અપરાધની તું મને સાચી ક્ષમા આપ. આ રીતે પેટ અને પેપટી વચ્ચે થયેલી આ બધી વાતચિત બરાબર એચિત્તે સાંભળીને તે શ્રીજીને એમ લાગ્યું કેઆ પોપટ જ સાધુજન છે, તેથી તે ( શ્રીગુપ્ત ) પાપને આમ કહેવા લાગ્યા. હે પોપટ ! તુ તિય ચ-પ`ખી છે તે પશુ પુણ્યશાળી છે કે જે તે તે મહાસાધુને સાક્ષાત્ વંદન કર્યું અને તારા બધા સદેહે ટાળવા પૂછ્યું પણુ ખરૂં.
ત્યારે હું એકલો જ અભાગિયા છેં કે દુષ્ટબુદ્ધિવાળા એવા મેં તે મહામુનિને મધુરાગે તે પ્રકારનો સ્વાધ્યાય કરતા નજરોનજર દીઠા, છતાંય હું તેને વાંદી ન શકયા તેમ કશું પૂછી પણુ ન શકયા
હૈ પાપિયા જીવ ! આજ સુધી પણ તે તારી જાતને આમ ને આમ વેડફી નાખી છે કે જે તે’ એવા ચિંતામણિ રત્ન જેવા મુનિ તપૂ પણ તિરસ્કારપૂર્વક નજર કરી તેના ઉપર પણ અવિશ્વાસ આણ્યે.
હવે જે થઇ ગયું તે થઇ ગયું. તે વિશે પસ્તાવે કરવાથી શું વળે ? તે હે પોપટ ! તુ પાતે કર્તવ્ય અને અકર્તવ્યને ખરાખર સમજી ગયેલા છે. એથી તું જ મને મારું કર્તવ્ય કી સભળાવ.
પછી, તે શ્રીચુસને ઉદ્દેશીને પોપટે દેવ, ગુરુ અને ધર્મનાં બધાં તત્ત્વે બરાબર કહી સંભળાવ્યાં અને શાસ્ત્રના વચનોને સાંભળવા માટે પ્રયત્ન કરવાથી સિદ્ધિ થાય છે એમ પણ સમજાવ્યુ.
તે બધાંને અમતખામણાં કરીને એ પાપટ પેાતાનું વાંછિત સિદ્ધ કરવા માટે પુડરીકશૈલી તરપૂ ઊડ્યો અને દુઃખી દુઃખી થઈ ગયેલે શ્રીગુપ્ત પણ ત્યાંથી ઉઠીને રસ્તા ઉપર જવા નીકળ્યે,
હવે આ તરપૂ, પેાતાના એકના એક પુત્રને નગરજનોએ ફિટકાર-તિરસ્કાર આપી નગરમાંથી કાઢી મૂકેલા છે. તેથી પિતા મહીધર સાથે વાહને ભારે સંતાપ થયે અને તેથી તેને પોતાને ઘરે રહેવું પણ ભારે વસમુ થયું એથી એ મહીધર શેડ પૈસે પેદા કરવાનું બહાનું કરીને વેપાર નિમિત્તે પોતાને ઘરેથી દેશાંતર જવા નીકળી પડયા
"Aho Shrutgyanam"