________________
1 કથાન–કોષ :
મુનિરાજે કહેલ પિપટને પૂર્વ ભવ.
રરર
મારા ઉપર પ્રસાદ કરો અને મેં પૂર્વભવમાં એવી કઈ અનુચિત પ્રવૃત્તિ કરી હતી, જેને લીધે આ ભવમાં હું તિર્યંચની નિને-પક્ષીના અવતારને પામે છું. સાધુ બેલ્યા સાંભળ.
તું તારા પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીને રહીશ હતે. તારી વૃત્તિ ભવ્યાત્મા જેવી હતી તેથી તું સંસારથી ભય પામી ઘરબાર કુટુંબ-કબીલાને તજી દઈ સારા ગુરુની પાસે દીક્ષિત થયો.
દીક્ષિત થયા પછી તું છઠ્ઠ, અઠ્ઠમ વગેરે ઘેર તપ મનમાં કપટ રાખીને તપવા લાગે અને જ્યારે તારે અંતકાળ પાસે આવ્યું ત્યારે પણ તું એ કપટભાવનું પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ ન કરી શકો, અને એમને એમ કપટના સંસ્કારો સાથે કાળધર્મ પામી તું વ્યંતરની યોનિમાં જન્મ પાપે.
હે ભલા પિોપટ ત્યાંથી તું કાળધર્મ પામે અને તે કરેલા એ કપટભાવના દેષને લીધે જ આ જન્મમાં તું પક્ષીની નિમાં આવ્યો છું. તારા પૂર્વભવની આ ખરી હકીકત છે તો હવે તને જેમ ઠીક લાગે તેમ કર.
પિપટ બેઃ હે પિટી! એ સાધુ પાસેથી મારા પૂર્વજન્મની વાત સાંભળી હું ભારે ઉદ્વેગ પામ્યું અને મને ત્યાં જ મૂરછી આવી ગઈ. થોડીક વાર તે જાણે “હું મરી ગયે છું.” એમ મને લાગ્યું અને પછી મૂરછી વળતાં બંધ પામેલે હું જાગ્રત થયે. - જ્યારે હું સાધુ હતા ત્યારે સૂત્રના જે પાઠને વિચારતે હતો તે પાઠ જાણે કે હું હમણાં જ ન શીખે હેલું એમ મને લાગવા માંડયું. આ રીતે મારી પૂર્વ જન્મની કથા સાંભળી મારું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. મને વૈરાગ્ય આવ્યું અને પછી મેં તે મુનિરાજને આમ કહ્યું.
હે ભગવંત! હવે મારે શું કરવું જોઈએ? હું પિપટ છું. એથી તમારા ચરણોની સેવાને લાયક નથી રહ્યો તેમ સર્વવિરતિધર્મને પાળવાની એટલે કે દીક્ષા લેવાની પણ મારામાં ચોગ્યતા નથી રહી. આ પક્ષીના અવતારમાં, મારામાં હવે થોડું પણ કટ નથી રહ્યું અથવા મમતા નથી રહી. શ્રીજિન ભગવાને કહેલા ધર્મ પ્રમાણે નિષ્કલંક આચરણ કરવાનું આ અવતારમાં મારાથી બની શકે તેમ નથી.
તો ભગવન્! તમે મને એવું ઘણું પ્રશસ્ત તીર્થસ્થાન બતાવે કે જ્યાં જઈને હું જૈન શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે મારું જીવન પૂરું કરું. અણસણ વગેરે કરીને મારા જીવનને અંત આણું.
મુનિ બેલ્યાઃ હે પિપટ! જ્યાં પુંડરીક પ્રમુખ કરડે સાધુએ સિદ્ધિ પામ્યા છે એવા પુંડરીકશેલ કરતાં બીજું કોઈ તીર્થ ચડિયાતું નથી
"Aho Shrutgyanam