________________
૨૨૧
શ્રીમુખે સાંભળેલું પિોપટનું કથન.
: કારત્ન-કેષ :
વનનિકુંજમાં વરચે કેટલેક દૂર સુધી પહોંચી ગયા. એટલામાં સૂર્ય આથમી ગયે. જેમ જગતમાં જ્યાં ત્યાં પાખંડીઓના દંડે દેખાયા કરે છે તેમ એ વખતે-સૂર્ય આથમ્ય ત્યારે-આકાશના માંડવામાં જ્યાં ત્યાં સંધ્યાની વિવિધરંગભરી અનેક રેખાઓ દેખાવા લાગી. જાણે ભયંકર અંધારાને લીધે પલાઈ ગયું હોય તેમ કમલવન બીડાઈ ગયું, કારંડવ અને ભારંડ વગેરે અનેક પક્ષીઓનાં કુટુંબે પોતપોતાનાં માળા ભણું ઊડવા લાગ્યાં, જાણે ખૂબ પાકી ગયેલી દાડમીનાં દાડમને ઝુમખે ન હોય એ જરાક રાતે ચંદ્ર ઉદય પામ્યા. પિતાના રહેઠાણને યાદ કરતાં મૃગે, પાડાઓ, હાથીઓ અને ગવનાં ટેળાં જ્યાં ચરતાં હતાં ત્યાંથી પાછા ફર્યા. આ રીતે સાંઝ પડી ગઈ. એ વખતે પેલે વનકુંજમાં સંતાઈ રહેલે ચિર વિચારવા લાગ્યુંહવે અહીંથી આ વખતે જવું ઠીક નથી, આ સ્થળ વિઘવાળું છે. એમ વિચારી તે કોઈ મેટા ગંભીર અને અનેક ડાળ – પાખડાંવાળા વડની વડવાઈઓ ઉપર ચડે અને ત્યાં કેઇ એક મેટી ડાળ શેધી તે ઉપર સૂતો અને પેલાં સાધુએ ઉચ્ચારેલાં વચને સંબંધે વિચાર કરવા લાગે. એટલામાં પહેરેક રાત વીતી ગઈ હશે ત્યારે ત્યાં વડના થડની બખેલમાં માણસની બેલી જાણવામાં કુશળ એ એક પિપટ આવ્યું. પિટીએ ઊભી થઈને તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે આજે અહીં આવતાં આટલું બધું મોડું કેમ થયું ? પિપટ બે સંસારની વિવિધ ઘટનાઓ ભારે આશ્ચર્યકારી હોય છે અને તે કહી શકાય એવી પણ નથી હોતી. પોપટી બેલી ત્યારે તે તે બધું જરૂર કહેવું પડશે. પોપટ બોલ્યઃ સાંભળ ત્યારે.
હું આજે ચણ ચરવા માટે સરસ્વતી નદીને કાંઠે પહોંચ્યો હતો. ત્યાં ચેખાના વિશાળ કયારામાંથી વિશેષ સુગંધદાર કલમી કણોને ધરાઈ ધરાઈને ચણી પાછા ફરતાં અહીંથી નજીકમાં જ આવેલા એક અશેક વનમાં ત્યાંના એક ઉત્તમતમ અશક ઝાડ પાસે પહોંચી તેની ડાળ ઉપર વિસામે લેવા બેઠે હતો તે ત્યાં નીચે જ બેઠેલે અને કેયલના મધુર અવાજને પણ કેરે મૂકે એવા મધુર અવાજથી એક વિદ્યાધર યુવાનને ધર્મોપદેશ કરતે એ એક શ્રમણ મારા લેવામાં આવ્યા. એ શ્રમણે કરેલા ધર્મોપદેશને લીધે એ વિદ્યાધર યુવક બંધ પા. પછી, શ્રમણના પગમાં ભક્તિપૂર્વક માથું નમાવીને તે વિદ્યાધર યુવકે પિતાના પૂર્વભવની વાત તેને (અમને) પૂછી. તે શ્રમણ ભગવંતે જેવી હતી તેવી જ બરાબર તેના (વિદ્યાધરના) પૂર્વભવની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને એ યુવાન ખુશ ખુશ થઈ ગયે. આ બધું જોઈને પિોપટ કહે છે કે મને પણ ભારે કુતૂહલ થયું અને હું એ ડાળેથી ઊડીને એ સાધુપુરુષના પગમાં જઈને પડે. અશોકના કૂણા પાદડાં જેવી લાલ લાલ હથેળી મારી પીઠ ઉપર ફેરવીને એ શ્રમણ ભગવતે મને આશીર્વાદ આપે અને પૂછયું કે-હે બચ્ચા ! તારે શું કહેવાનું છે? હું (પિપટ) બેઃ હે ભગવંત!
"Aho Shrutgyanam