________________
કયારન–ાષ :
શ્રીગુમને આપેલે ગળાફાંસ.
૨૧૮
સારાસારનો વિચાર ભૂલી ગયે, ક્રોધની આગથી ભભૂકી ઊઠ્યો અને કેઈ બીજાના હાથમાંથી તીક્ષણ અણીવાળી છરી લઈ તેની (યાંત્રિકની) ઉપર ક્રૂર રીતે ઘા કર્યો અને તેથી તે કુશળસિદ્ધિ મરી પણ ગયે. ઘા કરીને નાસવા માંડેલા એ શ્રીગુપ્તને ગજપુરના સંરક્ષક કેટવાળાએ પકડી લીધું અને બાંધીને કારણિક પુરુષોને-ન્યાયાધીશને સોંપી દીધો. તેઓએ તેને ખૂન કરવાનું કારણ પૂછયું અને તે તેણે એ ન્યાયાધીશોને જે ખરું કારણ હતું તે બરાબર જણાવી દીધું. પછી ન્યાયાધીશે એ કહ્યું કે–જે તે બતાવેલું કારણું ખરું જ હોય તો પણ-હજુ રાજા હયાત છે, ન્યાય અન્યાયનો વિચાર કરી શકાય છે. આ પરિસ્થિતિમાં છેડી પણ વગરવિચાર્યું પ્રવૃત્તિ કરવી તે કાયદા વિરુદ્ધ છે તો પછી કેઈનું ખૂન તે કેમ કરી શકાય ? અર્થાત્ તારે એ યાંત્રિક વિરુદ્ધ ફરિયાદ કરવી ઉચિત હતી, તેમ ન કરતાં તે તારી મેળે જ ફેંસલો કરી નાખ્યો એ અન્યાય કહેવાય.
કેઇના દે જરૂર હોઈ શકે પરંતુ તેયી કરી લેજો પરસ્પર એક બીજા મારામારી કરી ખૂન કરે વા દોષનો-અપરાધનો બદલે પિતાની મેળે જ જે તે અનુચિત છે. એમ થાય તે બધે સ્વછંદ જ ફેલાય અને જેને જેમ ફાવે તેમ કરે. આમ થવાથી જગતમાં ચારેકોર પિશાચલીલા જ ફેલાઈ જાય અને એમ થતાં સંસાર આ માનવ વિનાનો જ થઈ જાય.
અરે ! ને એ યાંત્રિક તારો વેરી હતી તે એ હકીક્ત તારે અમને જણાવી હતી તે, તે કેમ ન જણાવી? અને તું તારી પિતાની મેળે જ દંડ દેવા મંડી ગયે. આમ કરવાથી તું ગુન્હેગાર બને છે. આ રીતે ન્યાયાધીશોએ તેને તકસીરવાન-ગુન્હેગાર ઠરાવ્યું અને પછી સજા કરનાર અધિકારીએ તેને મરણોતની સજા કરી અને ઝાડ ઉપર ટાંગીને તેને મારી નાખવાનો આદેશ આપ્યા.
હવે તે. એ મરણોતની સજા સાંભળી ભયને લીધે થરથર કંપવા લાગ્યો અને તેને, એ કોટવાળે ફાંસી દેવાની જગ્યાએ લઈ ગયા, તેના ગળામાં એક દેરડું સજજડ રીતે બાંધયું અને પછી તેઓએ (તેની) છેલ્લી ઘડીએ તેને કહ્યું: રે અભાગિયા! હવે તું હમણાં જ હતો ન હતો થઈ જઈશ, માટે ફરી એક વાર તું આ જીવલેકને-સંસારને સારી રીતે જોઈ લે, તારા ઈષ્ટ દેવને સંભારી લે, આ કામમાં અમે તો તદ્દન નિર્દોષ છીએ. માત્ર તારું દુષ્કર્મ જ આ તારા મરણમાં પ્રધાન કારણ છે. એ રીતે કહી પછી તેઓ, એ ભયથી થરથર ધ્રુજતા, “હવે શું કરવું” એ બાબતની શુદ્ધિ ખેઈ બેઠેલા શ્રીગુસને ઝાડની ડાળ ઉપર ટાંગીને પોતાને સ્થાને ચાલ્યા ગયા. હવે, ગળામાં સજજડ દેરડી બાંધીને ઝાડની ડાળ ઉપર રંગાયેલા તે શ્રીગુપ્તનો શ્વાસ રૂંધાવા લાગ્ય, ગળાની નાડી ઉપર દેરડાનો સખત ભરડો આવવાથી તે આંધળા જે થઈ ગયો-તેની આંખે બહાર નીકળવા જેવી થઈ ગઈ.
"Aho Shrutgyanam