________________
શ્રી સુમનો દેશવટ અને યાંત્રિકનો સમાગમ.
કથાન–કે :
મારો સ્વભાવ, આચાર અને વિચાર બધું સરખું હોવાથી મારી અને તેની વચ્ચે ભાઈબંધી જામી. મેં તેને નિરંતર મદ્યપાન કરાવ્યું અને બીજી રીતે તે વિશેષ પ્રસન્ન રહે તેમ મેં બીજું પણ તેને મનગમતું બધું આણી આપેલું તેથી એ મારા ઉપર ખૂબ પ્રસન્ન થશે. પછી તે જ્યારે અહીંથી દેશાંતરમાં જતા હતા તે વખતે મને “પોપકારી” સમજીને એ દિવ્યસ્તંભન, ચારણ, ઉચાટન વગેરે સંબંધી કેટલાક મંત્ર મને આપતે ગયેલે અને એણે આપેલા એ મંત્રના પ્રભાવને લીધે જ આ પ્રસંગે પહેલી વાર હું મારી જાતને છુપાવી શક્યું અર્થાત દિવ્યને થંભાવી શક્યા અને તેથી જ હું રેમમાત્રમાં પણ દાઝેલે નહીં. મંત્રી છે. અરે મહાપાપી! તું તારી જાતને છેતરી હતી એટલું જ નહીં પરંતુ રાજાના જીવનને પણ “હવે તે જીવશે કે નહીં ” એ રીતે જોખમમાં મૂકયું હતું. સાથેવાહનો પુત્ર છે. હા, એ ખરી વાત. હવે શસ્ત્રના ઘાથી, પટે તરવાર મારીને કે ઝાડે ટીંગાડીને વા ગળે ફાંસે ખાઈને વા ઝેર પીને હું મરી જાઉં એ માટે આપ મને આદેશ કરે. રાજા બે તું તારા પોતાનાં દુષ્ટ કાર્યોને લીધે જ મરી જઈશ એટલે આમ આપઘાત કરવાની જરૂર નથી. વળી, તું પિતે આમ કાર્યો કરવાને ઉત્સાહવાળે છે તેથી જ તારું નામનિશાન પણ નહીં રહે એવા તારા હાલ થવાના છે. માત્ર જીવનભરના મારા મિત્ર જેવા આ તારા પિતા-સાર્થવાહની શરમ આવે છે માટે તેને બીજે કઈ દંડ આપવાનું મન નથી, પરંતુ હવે તું મને તારું મોટું ન જ બતાવીશ. લાંબા વખત સુધી જીવવાની તારી વૃત્તિ હેય તે તું મારા રાજ્યને ત્યાગ કરીને બીજે ઠેકાણે ઝટ ચાલ્યા જા.
રાજા એમ બેલી રહ્યો કે પછી તુરત જ કેટવાળાએ તે ચેરને રાજસભામાંથી હાંકી કાઢ્યો. લેકે તરફથી જતાં જતાં તેના ઉપર તિરસ્કારને વરસાદ થશે અને એ રીતે તે, નગરમાંથી બહાર નીકળી ગયો અને તેણે ઉત્તરાપથ જવાનો માર્ગ પકડ્યો.
જ્યારે તે નલરાજાને સીમાડે વટાવી ગયે ત્યારે ત્યાં કોઈ પાસેના નાના ગામમાં એક ઠેકાણે વીસામે લઈ વિચાર કરવા લાગ્યેઃ અહો ! એ કુશળસિદ્ધિ યાંત્રિક કે દુષ્ટ હતો? મારી સાથે કોઈ જાતના વેરવિરોધ વિના જ તેણે મને કેવી માઠી દશામાં મૂકી દીધે? એ યાંત્રિકે મને આમ વિના કારણ હેરાન કર્યો તેથી જ મારે મારા નગરમાંથી નીકળવું પડ્યું, મારાં સખી-મિત્ર-સ્વજનોને તથા મારી મેટી મીલ્કતને છોડી દેવી પડી અને આમ દૂર દેશમાં મહેમાનગતિ માણવાનો વારો આવ્યો, તે હવે ભલે જે થવાનું હોય તે થાય, પરંતુ એક દિવસ એ લાવો છે કે જ્યારે મારે હાથે એ યાંત્રિકનું ખૂન કરું. આ રીતે તે ચાંત્રિક ઉપર ક્રોધે ભરાયેલે એ એ, ગામ અને ખાણીયાના પ્રદેશમાં ફરતે ફરતો ગજપુર તરફ ગયે. ગજપુર પહોંચતાં જ તેણે નશીબાગે એક શેરીમાં બેઠેલા અને હવે જેનું આવી બન્યું છે એવા કુશળસિધ્ધિ યાંત્રિકને જોયે. તેને જોતાં તે,
२८
"Aho Shrutgyanam