________________
-
-
: કારત્ન-કોષ :
મહીધર શ્રેણીની રાજા સાથે મુલાકાત.
કરવાની જરૂર છે. જેઓની વૃત્તિ, ભયંકર હિંસાદિક દુષ્ટ પ્રવૃત્તિઓમાં ખેંચી ગયેલી છે, જેઓ સર્વથા દયા વિનાના-કર-છે, વળી, જેમાં નિરંતર અપલ્લાપી-અસત્ય બોલનારે છે અને વિનય વગરના પણ છે, એવા ભારે ક્રૂર-બેટા બેલા અને અવિનયી લેકે પણ શાસની વાણી તરફ અનુરાગ ધરાવી શાસ્ત્રીય વાણીને ધ્યાનપૂર્વક સાંભળી-સમજી વખત જતાં વીતરાગ દશાને પામી મહાઅભ્યદય-નિર્વાણને પામેલા છે. આ સંબંધમાં, જેણે પિતાનાં બધાં ઈષ્ટ પ્રજને સાધી લીધાં છે એવા-શ્રી ગુપ્ત નામના પુરુષને અહીં ઉદાહરણરૂપે રજૂ કરવામાં આવે છે. તેની કથા આ પ્રમાણે છે –
મગધ દેશના અલંકાર સમી વિજયપૂરી નામે નગરી છે, એ નગરીમાં સ્વર્ગીય વિમાનમાં રહેનારા માનવ લોકો વસે છે. વળી, એ નગરી યુધિષ્ઠિર સેનાની જેમ સદાનકુલવિલસિતાભિરામ છે, અર્થાત્ જેમ યુધિષ્ઠિર સેના સદા-હમેશા-તેના ભાઈ નકુલના વિલાસેથી સુંદર દેખાય છે તેમ તે નગરી પણ સદાન-કુલ એટલે દાન દેવામાં શૂરવીર એવા અનેક વિલાસેથી અભિરામ સુંદર છે. વળી, એ નગરી મમુમિ જેવી છે, અર્થાત્ જેમ મારવાડમાં વિમે–આકડા–એરંડા અને કેરડા વગેરેના શુદ્ર વૃક્ષો હોય છે. રિઝો-કાગડાએ હોય છે અને નીલે-એક પ્રકારનાં પશુઓ રખડે તેમ આ વિજય નગરી વિમે-પ્રવાળાંરિકો-રિષ્ટ રને અને નીલે-નીલમરો વગેરે અનેક રત્નથી સુશોભિત છે. એ નગરીમાં નલ નામે નરપતિ છે. એ નલ નરપતિ મહાપરાક્રમી છે. તથા તેનાં અસાધારણ પ્રભાવ, રૂપ, ત્યાગ, દાન, સૌભાગ્ય વગેરે ગુણોને લીધે બીજા બધા રાજાઓ તેની પાસે તુરછ જણાય છે, અને એ (નલરાજા), શત્રુઓની સેનાને માટે પ્રલયકાળ સમે છે. એ નલરાજ એ નગરીનું રક્ષણ કરે છે. તેના સમગ્ર અંતઃપુરમાં ઉત્તત્તમ એવી પદ્માવતી નામે તેને ભાર્યા છે. તેના રાજ્યમાં મહીધર નામે એક મટે વેપારી વસે છે. એ મહીધરે અનેક દેશમાં ફરી ફરીને વિવિધ વેપારે ખેડી ઘણું ધન ભેગું કરેલું છે. એને શ્રી નામે સ્ત્રી છે. તેના પુત્રનું નામ શ્રીગુસ છે. એ શ્રીગુપ્ત અને વ્યસનોમાં ફસાયેલે હોઈ વિશેષ નિંદનીય થયે છે.
તે મહીધર શેઠ, સ્વભાવથી જ દાની, શરમાળ, દયાળુ, સત્યવાદી અને પારકાનું હિત કરનાર છે તથા લેકે માં અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરનાર છે છતાં તેને વ્યસની પુત્ર શ્રીગુપ્ત જે અનેક અનર્થો ઉપજાવે છે તેથી તે શેઠ ત્રાસી ગયેલ છે. અને હવે પિતાના પુત્ર શ્રીગુપ્તને ભવિષ્યમાં તેને દોષથી રેકી રાખવા માટે અથવા તેના (પુત્રના) ઉપરનું ભવિષ્યમાં થનારું દેણું રોકવા માટે શેઠ, એ પુત્ર બાબત વાતચીત કરવા રાજમંદિરમાં ગયે. ત્યાં દ્વારે શેઠ આવ્યાના સમાચાર રાજાને જણાવ્યા અને રાજાની અનુમતિથી શેઠને રાજસભામાં લઈ જવામાં આવ્યું. શેઠે પિતાના પાંચ અંગો (બે હાથ, બે પગ અને મસ્તક) જમીનને અડકાડી–અડાડીને-રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેને માટે આસન નમાવ્યું. અને તે શેઠ યોગ્ય આસન પર બેઠે. રાજા, શેઠ તરફ નેહભરી નજર કરીને બોલ્યા હે શેઠ!
"Aho Shrutgyanam"