________________
-
- -
-
-
-
-
-
~
~~~
~
~
~~~~
-
~
: કથારને-કેષ :
ર૦૬
~~કુળમાં જન્મ લેવાના છે અને એવી જ બીજી તમારી શુભ આકાંક્ષાઓ છે. વળી કમળ જેવી શ્વેત કાંતિવાળો યશ પ્રાપ્ત કરી જગતમાં બધે નામના કાઢવી છે અર્થાત્ પિતાની કીર્તિ એવી ફેલાય છે જેથી આખું જગત્ ઉજળું બને એવી ધારણા હોય, તો હે માનવ જૈનદ્રવ્યની અભિવૃદ્ધિ કરે. જૈનદ્રવ્ય નહીં હોય તે જિનમંદિર વગેરે ધર્મસ્થાનો ક્ષીણતા પામશે અને એમ થતાં યતિઓને વિહાર પણ અટકી જશે અને એને પરિણામે માનવોને બંધ પમાડવાનું કાર્ય પણ બંધ થઈ જશે અને એ રીતે સંસારમાં શ્રી જિનશાસનને ફેલાવે પણ નહીં થઈ શકે માટે શ્રી જિનદ્રવ્યને સાચવવાનું તથા તેની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય નહિ રખાય તે આ રીતે ઉત્તરોત્તર અનિષ્ટ પરિણામે નીપજવાનાં છે તેથી કરીને શ્રી યુગધર મુનિએ તે રાજા વગેરે સમસ્ત સભા સમક્ષ એ જ હકીક્તને ભારપૂર્વક સમજાવી. પછી રાજા વગેરેએ તે મુનિને વંદન કર્યું અને ત્યારબાદ યુગધર મુનિરાજે બીજે વિહાર કરવાનું ઠરાવ્યું.
એ પ્રમાણે શ્રો કારત્ન કેશમાં દેવદ્રવ્યના વિચારના પ્રકરણમાં
એ સંબંધે બે ભાઈઓની કથા પૂરી થઈ.
"Aho Shrutgyanam