________________
૨૦૫
યુગધર મુનિવરે સમજાવેલ દેવદ્રવ્યની મહત્તા.
: કયારત્ન-મેષ :
શું કરું? તમે જે દુષ્કરમાં દુષ્કર કહેશે તે પણ કરીશ, હવે તે હું આ પાપની વિડંબનાઓથી ભારે કંટાળે છું, તમે આદેશ કરે તે હું પાણીમાં બૂડી જવા અને આગમાં પડી બળી જવા કે ગળે ફાંસો ખાવા પણ તૈયાર છું, મારે જીવવાને હવે કઈ હેતુ રહ્યો નથી. પેલું મારું ન પચેલું પાપ હવે કેટલુંક બાકી છે ? યુગંધર ભગવાન બોલ્યાઃ છે. મહાનુભાવ! તું તારાં આગલા નિદિત દુરાચરણની નિંદા કરે, ગહ કરે એ જ હવે તે યુક્ત છે, માત્ર પાણીમાં બુડી મારવાથી કે આગમાં બળી મરવાથી કશું વળવાનું નથી.
જ્યાં સુધી આપણી અંતઃ શુદ્ધિ ન થાય, વાસનાઓ ઘટે નહીં અને સત્ એવી શુદ્ધ કે શુભ વૃત્તિ તર આપણું સંસ્કારને પ્રવાહ ન વળે ત્યાં સુધી આત્મહત્યા કે એની જેવા બીજા કાયલેશેથી આપણું કશું હિત સધાતું નથી માટે હવે તે તરે વિવેકપૂર્વક અને સરકારનું શોધન થાય એ લક્ષ્ય કરીને તપશ્ચર્યા, નિયમ અને અનશન દ્વારા જ વર્તન કરવાનું છે અને એ જ પ્રકારે વર્તતાં મરણ આવે તે એ પ્રશસ્ત છે એમ શાસ્ત્રવચન છે અને વળી હવે તે તારું એ અશુભ કર્મ લગભગ નિર્જરિત થઈ ગયેલું છે.
આ બધી હકીક્ત સાંભળીને એ નાગદેવને સંસારની માયાજાળને ભય ઉપજે, એને વૈરાગ્ય વધ્યો તથા તે પ્રકારના બીજા નિર્વેદ વગેરે ગુણે પણ તેનામાં વધ્યા, સમ્યગ્દર્શનને તેણે સ્વીકાર્યું અને ગુરુરાજશ્રી યુગધર મુનિ પાસે નિરપવાદ ( આગાર વગરનું) એવું અનશન વ્રત લીધું તથા એ રીતે તે સંથારો સ્વીકારી સાધુની પેઠે નિશ્ચળ ચિત્ત થઈને એક શિલા ઉપર બેઠો અને પિતાનાં પૂર્વ દુષ્કૃતેને વારંવાર પશ્ચાત્તાપ કરતે સ્થિરતા સાથે બેઠે. એક મહિનાની સંલેખના કરીને તે કાળધર્મ પામ્ય અને અશ્રુત નામના સ્વર્ગમાં મિટી સમૃદ્ધિવાળે દેવ થયે, ત્યાંથી કાળધર્મ પામીને પછી કેટલાક ભમાં-જન્મારામાં યુક્ત રીતે ચારિત્રધર્મની આરાધના કરીને છેવટે તે, અપુનરાગમન એવું નિર્વાણ પદ પામશે.
હવે બીજે વખતે ફરીથી રાજા જેમાં આગેવાન છે એવી તે સભા, શ્રી યુગધર મુનિને સાદર વંદન કરીને પૂછવા લાગી. હે ભગવન્! અમે બધા અત્યંત પ્રમાદી છીએ તે અમારે માટે એ કઈ તપદેશ કરે જેથી અમે પણ આ સંસારસાગરનો પાર પામી શકીએ. યુગધર ભગવાન બેલ્યા-જે હકીકત તમે પૂછે છે એ તે મેં બધી તમારી પાસે સવિસ્તર આગળ કહી દીધેલી જ છે. વળી, વધારે જાણવું હોય તે જે આ કહું છું તેનું બરાબર અવધારણ કરે અને તે પ્રમાણે વર્તવાનું લક્ષ્ય કરે.
તમારે બધાને એક મત એવો વિચાર હોય કે આપણે તે સહુના પંથ ઉપર જ ચાલવું છે, રાજા અને દેવનાં પદે મેળવવાં છે, અવિનશ્વર લમી પ્રાપ્ત કરવી છે, મનને આનંદ પમાડનારી બધી લીલાઓ હસ્તગત કરવી છે અને દુઃખનો સમૂળગે નાશ થાય એવા મનોરથે સફળ કરવા છે. તથા આ ભયાનક સંસાર-સાગરને પાર કરે છે, સારા
"Aho Shrutgyanam