________________
ર૦૩
દેવદ્રવ્યના ભક્ષણને કારણે નાગદેવનું અનેક હલકી જાતિમાં જન્મવું. : કથારન–ડેષ :
જયંત નામના વિમાનમાં દેવપણે જન્મી, ત્યાંનું અતિશય સુખ ભોગવી હે મહારાજ ! હવે આ તારા પુત્રરૂપે તારે ઘરે જન્મેલ છું, અને પછી એક વખત અકસમાત્ રીતે જાગ્યો, ઝળહળાટ કરતે પ્રકાશ મારા જેવામાં આવ્યો, તેની શોધમાં હું જ્યાં આગળ ચાલ્ય ત્યાં મને દેવોને સમાગમ થયે. દેએ પિતે અહીં શા માટે આવ્યા છે? એ વિશે વાત કરતાં મુનિના મરણત્સવનું નિમિત્તે કહ્યું અને એ સાંભળી મને જાતિસ્મરણજ્ઞાન ઊપર્યું. તેથી પૂર્વ જન્મમાં મેં જે શાસ્ત્ર-સૂત્ર પૂર્વ વગેરે ભણ્યાં હતાં તે બધાં મને તાજા જ કંઠસ્થ કરેલાં જેવાં યાદ આવી ગયાં અને મેં આરાધે સંયમધર્મ પણ મને પ્રત્યક્ષવત્ ભાસ્યું. એથી કરીને હું ત્યાં ને ત્યાં જ તે જ વખતે શ્રમણ થઈ ગયે, તે છે મહારાજ ! મારે સાધુ થવાનું જે નિમિત્ત ઊભું થયેલું, તે મેં આપને કહી સંભળાવ્યું.
- હવે તે માટે પૂર્વ જન્મને ના ભાઈ નાગદેવ કઈ મહાભયંકર વ્યાધિથી પીડાઈ ચિત્તમાં ભારે વિષાદ પાસે, અને દેવદ્રવ્યના દુરુપયોગના દોષને લીધે લોકોએ તેને ભારે તિરસ્કાર કર્યો-ફિટકાર દીધું અને એથી તે વિચારવા લાગ્યો કે–અહો! મહાનુભાવ એવા તે મારા મોટા ભાઈએ મને દેવદ્રવ્યને દુરુપયોગ કરતાં વા છતાં હું પાપી, ક્ષણિક સુખની લાલચમાં પડે અને ભવિષ્યમાં આવી પડનારી અનંત દુઃખની પરંપરાને મને વિચાર જ ન સૂચે અને એથી દેવદ્રવ્યને ખાઈ જવાનું મેં મહાપાતક કરી નાખ્યું. મને લાગે છે કે મને જે આ મહાવ્યાધિ થયેલ છે તે તે મેં જે એ પાપવૃક્ષ વાવ્યું છે તેનાં હજુ માત્ર ફલે આવ્યાં છે અને તે વિષવૃક્ષનાં ફળ આવવાં તે હજુ બાકી છે. વળી, જે વૃક્ષનાં ફલે જ આવાં ભયાનક છે ત્યારે તેનાં ફળે તે વળી કેવાંય ભયંકર નીવડશે, માટે એ ફળ આવે તે પહેલાં જ મારે આ મહાપાતકની થનારી વિડંબનાને લક્ષ્યમાં રાખી, મારી જાતની ઉપેક્ષા ન કરવી જોઈએ એટલે કે તેને પ્રતિકાર થાય એ ઉપાય કરી લે જોઈએ. એ રીતે ઠીક ઠીક વિચાર કરીને મેં જે દેવદ્રવ્ય મારા અંગત ખર્ચમાં વાપર્યું હતું તેને ભરપાઈ કરવા સારુ મારું ધન, સેનું અને ઘરેણું ગાડું વગેરે દેવદ્રવ્યના ભંડારમાં આપ્યું છતાં અપાયેલી રકમ થોડી હોવાને લીધે એ દેવદ્રવ્યનું દેવું હું (નાગદેવ) પૂરેપૂરું ભરપાઈ કરી ન શકે અને તેથી કરીને એ પાતકમાંથી હું તદ્દન નીકળી ન જ શક એટલે મારી જે સર્વ પ્રકારે શુદ્ધિ થવી જોઈએ તે ન થઈ શકી. હવે મારે પણ અંતકાળ પાસે આવ્યા એટલે મેં મારા પુત્ર વગેરે સ્વજનેને બોલાવીને ભલામણ કરી કે--મારે માથે દેવદ્રવ્યનું દેવું બાકી રહેલું છે તે તે દેવાને સૂકતે કરવા ઘરમાંથી આટલી રકમ તમે દેવદ્રવ્યના ભંડારમાં ભરી દેજે અને એ બાબત બધાં હિસાબ ચૂકતે કરી બધું ચકખું કરી નાખજે; એમ કહીએ એ નાગદેવ મરણ પામે. અને તે, એ દેવદ્રવ્ય સંબંધી કરેલા પાતકને પરિણામે અનેક હીન જાતિઓમાં વારંવાર જન્મ પામી લાંબા કાળ સુધી સંસારમાં રખડયા કર્યો.
"Aho Shrutgyanam