________________
યુધર મુનિની આત્મકથા.
સરતચૂકને લીધે કોઈ નાનો અપરાધ થઈ ગયેલે એથી શું હું હમેશાં એવા અન કરતા હાઈશ એમ તું સમર્થન કરે છે? શું હું દેવદ્રવ્યને ખાઈ જવાનું પાપ કરું' એમ તુ માને છે? શું હું એ પાપનું પાિમ નથી જાણતા કે તું મારી સામે આનો બડઅડાટ કરી રહ્યો છે? આ સાંભળી મને એમ થયું કેઆ નાનો ભાઇ અચેગ્ય બની ગય છે માટે હવે ચૂપ રહેવુ જ ઠીક છે, એમ માની હું મૌન રહ્યો; પરંતુ મને એ બાબત ચિ'તા તા થવા લાગી કે હુવે આ પ્રસંગે શુ' કરવું ? રાજાને કાને આ વાત નાખુ તે ભારે દંડ કે સજા થવાના સંભવ છે. રાજાને કાને આ વાત ન નાખુ તે દેવદ્રયના વિનાશની ઉપેક્ષા કરવાનું મહાપાપ લાગે તેમ છે. આમ મારી તેા એક તરફ નદી અને શ્રીજી તરફ વાઘ જેવી કફોડી સ્થિતિ છે અથવા આ પ્રસંગે મારે મારા નાના ભાઈનું દાક્ષિણ્ય છોડી દઈ ન્યાયને જ પ્રથમ સ્થાન આપવુ જોઇએ. ભાઈ તે માત્ર આ જન્મના સગા છે અને તે મને શું કરી નાખનારા છે? કદાચ તે મારું કાંઈ બગાડનારા થાય તે પશુ એક જન્મ પૂરતું જ અગાડી શકશે ત્યારે આ તા દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાનું મહાપાપ તે મને અનત જન્મ સુધી વિપાક આપનારું નીવડવાનુ છે, માટે જે થવાનું હોય તે ભલે થાય તેપણુ હું તે દિવસ ઊગ્યે રાજા પાસે જઇને દેવદ્રવ્યના ભંડારની સોંપણી કરી જ દઈશ. આમ વિચાર કરીને રાત્રે પથારીમાં સૂતા. એવામાં થવા કાળ તે મને શૂળ ઊપડયું, જેનાં ઉપચાર માટે કેટલાય ઔષધો અજમાવ્યા, મંત્રો જપાવ્યા અને તંત્ર દ્વારાધાગા પણ કરાવી જોયા, છતાં શૂળનેા પ્રતિકાર ન જ થયે અને ઊલટું તે વિશેષ પ્રકારે વધતું ચાલ્યું. શૂળ વધારે ને વધારે વધતુ જવાથી મને હવે ચાક્કસ જણાયુ કે—મારા અંતકાળ હવે પાસે આવી રહ્યો છે. આમ સમજી મેં અત વખતે સંસારના ફેશને ટાળનારા વીતરાગદેવ અને જૈનસાધુનું ભાવપૂર્વક સ્મરણ કરી તેમનું રક્ષણુ લીધુ અને બધા જીવાની પાસે મારા સર્વ અપરાધેાની ક્ષામણા કરી સાગારી અનશનને વારંવાર ચાદ કરતા કરતા કાળધર્મ પામી પાંચમા સ્ત્રમાં દેવપણે ઉત્પન્ન થયે. એ દેવગતિનુ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી મરણ પામી હું ડિનપુર નગરમાં એક હાથી ઢંકાઈ જાય એટલી બધી લક્ષ્મીવાળા ઈલ્ય-શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યાં મારું નામ ધવલ હતુ. વખત જતાં હું યુવાન થયે અને સારા સાધુ સાથે મારી સખત થઇ. એમ થતાં મને જૈનધર્મ ઉપર અભિરુચિ થઇ અને એ રીતે મારા સમય પસાર થવા લાગ્યા. મારી અવસ્થા વધતાં મેં જૈનદીક્ષા સ્વીકારી અને બધાં સાવદ્ય કાર્યોને તજી દઈને હું જૈનદીક્ષાને ખરાખર પાળી, છેવટે અનશન સ્વીકારી, કાળધમ પામી પ્રાણુત નામના સ્વર્ગમાં ઈંદ્રપણાની પદવી પામી, તે સુખ લાંબા વખત સુધી અનુભવી ત્યાંથી પણ કાળધર્મ પામી સારી મનુષ્યગતિમાં આવી અને ત્યાં સાધુપણું પામી વળી પાછા અચ્યુત નામના સ્વર્ગમાં દેવપણુ પામ્યા, અને એ જ ક્રમે સાત જન્મમાં ચારિત્રની આરાધના કરીને કાળધમ પામીને
• થારન-કાય :
"Aho Shrutgyanam"
૨૨