________________
ર૧
દેવદ્રવ્ય સંબંધી મોટાભાઈની નાના ભાઈને હિત–શિખામણ.
: કથાન-મેષ :
રાજાએ એક મોટું ચૈિત્યગૃહ બંધાવ્યું અને તેના નિભાવ માટે કેટલાક ગામના દાનપટ્ટા કરી આપ્યા તથા ધનની આવક થાય એવા બીજા પણ કેટલાક લાગા કરી આપ્યા.
આનંદ અને નાગદેવ અને ભાઈએ પવિત્ર આચરણવાળા છે; શુદ્ધ વ્યવહારવાળા અને પ્રમાણિક છે.” એમ વિચારીને પૂર્વોકત ચૈત્યગૃહના દ્રવ્યની રક્ષા કરવાને અને તેને સારા નીતિયુકત અને ધર્મબેધક ઉપાવડે વધારવાને બધો ભાર રાજાએ અમારા ઉપર નાખે. જો કે આ કામને માટે બીજા પણ ગઠિક-સભ્ય હતા, છતાં પ્રધાન ભાર અને જવાબદારી અમ બને ભાઈઓ ઉપર જ હતી. આથી કરીને દ્રવ્યને ભંડાર અને તેની કુંચીઓ એ બધું અમ બનેને સેંપવામાં આવ્યું. રાજાના વિશેષ આગ્રહને લીધે અમ બનેએ તે બધી જવાબદારી સ્વીકારી અને પછી સમય જોઈને અને શાસ્ત્રમાં જણાવેલા ઉપાયને બરાબર લયમાં રાખીને અને ગ્ય સ્થાને તે દ્રવ્યનો વિનિયોગ કરી અને બીજા પણ ગ્ય ઉપાય દ્વારા તે દ્રવ્યભંડારની સંભાળ, વૃદ્ધિ અને વ્યવસ્થા કરવાની ચિંતામાં પડ્યા.
હવે વખત જતાં કઈ કિલષ્ટકર્મના ઉદયને લીધે નાગદેવનું ધન ઓછું ઓછું થતું ગયું અને તે રાંક જે થઈ ગયે. પીડાતા પ્રાણિઓ પ્રાયઃ ધર્મરહિત બની જાય છે.” એટલે “ભૂખે કયું પાપ ન કરે ?” એ ન્યાયે નાગદેવ ડું થોડું દેવદ્રવ્ય પણ પિતાના ઉપગમાં વાપરવા લાગ્યો. આ હકીકત જાણી મેં તેને આ પ્રમાણે સમજાવ્યું હે ભદ્ર! એક તરફ બીજાં બધાં પાપ અને બીજી તરફ દેવદ્રવ્યને વાપરવાનું પાપ-એ બને સરખાં છે, માટે કલ્યાણવાંછુ કે દેવદ્રવ્યનો વાવર દૂરથી જ પરહરે છે. ઉગ્ર વિષ ખાવું વધારે સારું, પરંતુ થોડું પણ દેવદ્રવ્ય ખાવું સારું નથી. વિષ તે આપણું એક જ ભવનો નાશ કરે છે ત્યારે દેવદ્રવ્ય તે આપણે અનેક જન્મ-જન્માંતરોનો નાશ કરે છે. બીજા બીજાં પાપથી તે કઈ ને કઈ રીતે બચી શકાય એમ છે, પરંતુ દેવદ્રવ્યને પિતાના ઉપયોગમાં લેવાના પાપથી કઈ રીતે બચી શકાતું નથી, એમ શાસ્ત્રકારો કહે છે. જે લેકે દેવદ્રવ્યને પિતાના અંગત ખર્ચમાં વાપરવાની વૃત્તિવાળા છે તેઓ જમે જન્મ દળદારી થાય છે અને દીનતાની પીડા પામે છે તથા આ લાંબી ભવાટવીમાં ભારે દુઃખ પામતાં પામતાં તેઓ નરક વગેરે દુર્ગતિઓમાં રખડ્યા કરે છે. આ વિશે વધારે શું કહેવું? પરંતુ આ હકીકત નિશ્ચિત છે કે-માણસને જે જે કઇકર-અનિષ્ટ પ્રસંગે આવે છે તે બધાનું કારણ, દેવદ્રવ્યને અંગત ખર્ચમાં વાપરવાનું પાપ જ છે, એમ તું સમજી રાખ. આ બધું સાંભળીને નાગદેવને કપ ઉપ અને પોતે પ્રામાણિક નથી છતાં પોતાની શરાફીને કેળ દેખાડવા તે બે: હે ભાઈ! તે તે ભારે કર્યું. તું એમ સમજતો લાગે છે કે “જે એક તણખલું રે તે ઘાસના પૂળાના પૂળા પણ ચોરી જાય.” તે તે “તણુખલાને ચેર તે ગંજીનો પણ ચાર” એવી લોકવાયકા સાચી ડરાવી. મારી નાની વચમાં
૨૬
"Aho Shrutgyanam