________________
મેાટાભાઇના નાનાભાને શિખામણુ.
જેમ પહાડ ઉપર ચડાવી પત્થર સ્થાપિત કરવા ભારે કઠણુ-અઘા-છે. તેમ આત્માને સારા ગુણૢામાં સ્થિર રાખવાનું કામ ભારે કઠણુ છે પરંતુ આત્માને નીચે પાડવાનું કામ તે ઘણું જ સરલ છે, અર્થાત્ નાના એવા ખોટા વ્યવહારથી પણ આત્મા નીચે પડી જાય છે. જે માસ એક વાર પણ અપકીર્તિના કીચડથી ખરડાયે તે માસ પછી ભલે ગમે તે હુજારા સુકૃત કરે છતાં તેને અપકીર્તિને કીચડ ધેાઈ શકાતા નથી, માટે હે ભાઈ ! તું તારા વ્યવહાર વિશેષ શુદ્ધ રાખ, વચનની પ્રતિષ્ઠાને જાળવ અને તારા લાભને નિગ્રહ કર, તથા દાક્ષિણ્ય અને દયાવાળું તારું શીલ દૃઢપણે ટકાવી રાખ. તને વધુ શું કહું? તુ નાના છે, તેા પશુ પાકટ વિડેલ જેવુ' આચરણ રાખ, તેથી કરીને હું ભાઇ ! તુ મોટા થઈશ--માટો ગણાઇશ અને ડાહ્યા માણસેની વચ્ચે તું પૂજાપાત્ર બનીશ. ગુણાને લીધે જ ગૌરવ મળે છે, તાબે કરેલી લક્ષ્મી ધણું દૂર સુધી પહોંચતી નથી એટલે ગુાને દ્વીધે યશ અને ગૌરવ દૂર દૂર સુધી પહેાંચી જાય છે ત્યારે પેદા કરેલું ધન એ કામ કરી શકતુ નથી. સેમળાનું ફૂલ કે પાટલનુ પાન કી કમળ જેવું શોભતુ નથી. જે તુ જેમ તેમ વ્યવહાર ચલાવીશ, સાવધાનપણું વી વ્યવહારની શુદ્ધતા તરફ લક્ષ્ય નહી રાખીશ તે પેઢીદરપેઢીથી ચાલતુ આવતું આપણું ખાનદાનપણું-મેટાઇ તું ગુમાવી બેસીશ એટલે લેાકેા વચ્ચે હમણાં જે તારી માટાઈ છે તે પછી નહીં ટકે, માટે તને હું છેવટમાં કહુ છું કે જેમ યુક્ત જણાય તેમ વર્તન રાખ.
૩ કયારત્ન-કાય :
૨૦૦
મેાટાભાઈની વાત સાંભળીને નાના ભાઈ નાગદેવ એલ્યે: હું વહેલ ભાઈ ! મારા આ અપરાધ તમે જતા કરે! અર્થાત્ મારા અપરાધ બદલ તમે મને સર્વપ્રકારે ક્ષમા આપે. હવેથી હું આપણી ચાલતી આવતી ખાનદાનીની પર પરાથી વિરુદ્ધ કશુંય નહિ કરું ઠીક કર્યું કે-તમે મને આ દુષ્ટ પ્રવૃત્તિ કરતાં અટકાવ્યે. આ રીતે મોટાભાઈની શિખામણ માનીને નાના ભાઈ અને મોટા ભાઈ એ બન્ને પૂર્વની પદ્ધતિથી વ્યવહાર કરવા લાગ્યા. થાડા જ સમયમાં તે તે બન્ને ભાઈઓને આદર રાજા પ્રધાન વગેરે પણ કરવા લાગ્યા એટલે સુધી તેમની કીર્તિ વધી ગઇ. આમ થયું છતાં‘ સમયો જુતિક્રમ: ' અર્થાત્ ખાડા ખસે પણ ઢાળા ન ખસે ’ એ ન્યાયે નાગદેવ પોતાના દુષ્ટ સ્વભાવ છોડી શકતા નથી. ત્યારપછી અમે બન્નેએ જુદા રહેવાનું રાખ્યું. ઘરની ઘરવખરી, દરદાગીના વગેરે વહેંચી લઈ તેના ભાગનું તેને આપી દીધુ. મારી ઇચ્છા ન હતી છતાં તેના અશુદ્ધ વ્યવહારને લીધે મારે તેને જુદા જ ઘરમાં રાખવે પડ્યો, અને એ રીતે તે હવે પેાતાના જુદો રાજગાર કરવા લાગ્યા.
*
હવે કેાઇ ખીજે વખતે અમારા વતનના અલભદ્ર નામના રાજાએ સંભૂત મુનિ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યાં. અને શ્રી જિન ભગવાનના ધર્મના વિશેષ પક્ષપાત કરતા તે
"Aho Shrutgyanam"