________________
યુગધર કુમારના માતા-પિતાને શોક.
: કથા રત્ન-કેપ :
~
પહેચેલ હતું તે પ્રદેશના કે માનવે આવીને જણાવ્યું કે- તમે રાજકુમારની શોધાશોધ ન કરે, તે સલામત છે અને સાધુ થઈ ગયેલ છે. આ હકીકત સાંભળીને રાજકુમારના કુટુંબીઓ ભારે અચ બે પામ્યાં અને ખિન્નચિત્તવાળા બની આનંદ વગરનાં બની ગયાં. રાજકુમારનું આખું અંતઃપુર પણ ભારે વિયેગના સંતાપને લીધે વ્યાકુળ બની ગયું અને વિલાસની બધી સગવડ છોડી દઈ તથા બધા પ્રકારના શારીરિક શૃંગારે તજી દઈ શૂન્ય બની બેઠું. તથા એ અંતઃપુર, નિરંતર શકને લીધે આંસુ સારતું સારતું ફિકકું પડી ગયું અને
હે હતાશ! હે દુષ્ટવિધિ ! આ તે શું કર્યું?” એમ વિલાપ કરતું કરતું વધારે શોકમાન થયું. આ રીતે શોક કરતા કરતા એ કુટુંબીઓ-રાજકુમારના પિતા, અંતઃપુર વગેરે જ્યાં મહાત્મા યુગધરશ્રમણ બેઠેલા છે ત્યાં જઈ પહોંચ્યા અને રાજા વગેરેને ત્યાં, પિતાના પુત્રને ખરેખર વેશમાં અને ભાવમાં સાધુની ચર્યા આચરતે દીઠે. પિતાના પુત્રને ખરેખર સાધુ થયેલ જોઈ તેમનાં ચિત્તમાં ભારે શોકનો આવેગ આવ્યું અને તેથી તેઓ ભારે સંતાપ પામ્યાં અને એ બધાં રોતાં રોતાં આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. “હે વહાલા પુત્ર! તારો તમાલની જેવી કાંતિવાળે અને ઘણી સરસ શોભાવાળા કેશને ગુચ્છો તે તણખલાની પેઠે માથા ઉપરથી ઉખેડી નાખી જમીન ઉપર શા માટે ફેંકી દીધું ? તારું શરીર શિરીષના ફૂલ કરતાં ય વધારે સુકેમળ છે છતાં હે વત્સ! તેં આવાં પ્રકારનાં કષ્ટમય અનુ છાને શા માટે આદર્યા ? વળી, હે વત્સ ! જ્યારે તું ઘરમાં હતું ત્યારે આ વપૂજનના વક્ષસ્થળ ઉપર મનોહર હાર પહેરીને ઉલ્લસિત રહેતો હતું કે, હવે તું પ્રવાસી થયેસાધુ થયે–શી રીતે ઉલ્લસિત રહેશે-શોભશે? હે પુત્ર ! તારા વિચગના તીવ્ર સંતાપને લીધે અમારા બધાનાં ચિત્તમાં અને શરીરમાં આગનાં એવા ભડકા સળગી ઊઠયા છે કે એના ઉપર બધા સાગર અને નદીઓનાં પાણી છાંટીએ તે પણ ઓલવાય એમ નથી. હે વત્સ! તારું તે લાવણ્ય, તારી તે વિલાસિતા, તારું તે અનુપમ રૂપ તથા તારો તે બુદ્ધિચમત્કાર, હવે, અમને કેનામાં જોવા મળશે. આ રીતે એ આખું રાજકુટુંબ-અંતઃપુરવાસી લેકે, સમગ્ર વપૂજન, મંત્રિઓ, પ્રધાનો અને રાજા, પિતાના પુત્રને સાધુ થયેલો જઈ ન શકતા તેઓ ભારે દુઃખ પામ્યા અને છેવટે પિતાને ઘરે પાછા ફર્યા.
પિતાનાં સ્વજનોને આ રીતે વિલાપ કરતાં જોયાં છતાં “અસમય” જાણીને સર્વત્ર સમદશી એવા યુગંધર રાજર્ષિએ તેમને કશું સમજાવ્યું નહીં અને તે મહર્ષિ ગામ, નગર વગેરે સ્થળોએ વિહાર કરવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તે મહાત્માએ ઘણા રાજપુત્રને, મંત્રિપુત્રોને, સામંતપુત્રોને, શેઠના પુત્રોને અને સેનાપતિ પુત્રને પ્રતિબંધ કરી સર્વ વિરતિ લેવરાવી. તે બધા શિષ્ય થયેલાઓએ સૂત્રોનું અધ્યયન કર્યું અને સૂત્રના અર્થોનું પણું પૂરું જ્ઞાન મેળવ્યું. એ બધા શિખ્યાથી પરિવારે સુગંધરશ્રમણ, ભદ્રજાતિના હાથીએને ટેળાથી પરવારેલાં ઐરાવત હાથી જેવો શેતે હતે. અને એ તે યુગંધરશ્રમણ,
"Aho Shrutgyanam