________________
૧૯૫
યુગધર કુમારનું મધ્યરાત્રિએ મહેલ બહાર નીકળવું,
: કયારત્ન-પ્રાણ :
તેના કારભારીઓ હતા જેમની ઉપર રાજાએ રાજ્યવ્યવસ્થાનો ભાર મૂકયેા હતેા અને પેાતે એ રીતે સુખે સુખે વખત વીતાવતા હતે.
હવે વખત જતાં તે રાજાને ઘરે રાણીને સારું સ્વપ્ન આન્યા પછી એક પુત્રનો જન્મ થયે, વધામણાં થયાં. એ પુત્રનું નામ યુગધર’ પાડયું'. એ રાજકુમાર માટે રાજાનાં મનમાં અનેક પ્રકારના મનારથી વધતા ચાલ્યા. તેમ એ રાજકુમાર પણ શરીરે વધવા લાગ્યા અને કળાકુશળતામાં પણ એ, ભારે આગળ આવ્યો. યુગધરને કેટલીક ઉત્તમ રાજકન્યાઓ પરણાવી અને તેમને માટે ભુક્તિ તેમના ખર્ચનુ સાધન પણ ખાંધી આપી. આ રીતે ત્યાં તે રાજકુમાર પરમસુખ સાથે રાજ્યશ્રીને ભાગવતા રહે છે.
હવે એક વાર તે રાજકુમાર, જોગાનુજોગ મધરાતે જાગી ગયા. પથારી છોડી ઊભા થતાં તેણે પૂર્વ દિશા તરફ જોયુ. તા એને એવુ જણાયું કે જાણે કે આકાશમાં ઊંચે ચડતા ઊડતા અને નીચે ઊતરતા તથા અતિશય તેજને લીધે ઝળહળતા દેવેનાં શરીરનાં કાંતિતેજકિરા ચારે બાજુ ફેલાઈ લહેરાતાં ન હોય, એ ચમત્કારિક દેખાવ જોઈને તે વિચારવા લાગ્યા. આ મધરાતના સમય છે, જે દેખાવ જોઈ રહ્યો છું એ બાબત કશી ગમ પડતી નથી. રાતના સમય હાવાથી સૂર્યના સારથિ અરુણુ સંભવતા નથી. અરુણાદયના એ દેખાવ નથી. તેમ જ વરસાદનું એકે નિશાન નથી જણાતુ' તેથી એ દેખાવ વીજળીના ચમકારાને પણ નથી. જે દેખાવ હું જોઉં છું તે અખાડિત પ્રકાશમય છે. તેથી ઉલ્કાના સ્ફુલિગના પણ એ દેખાવ નથી. ત્યારે શું એ બિભીષિકા હાય-કેવળ ભયજનક દેખાવ હાય અથવા હું ત્યાં જઈને જોઈ જ ન લઉં ?
આમ વિચારીને તે બહાર જવાનાં કપડાં પહેરીને તૈયાર થયા. પેાતાના પરિવારથી જુદા પડી હાથમાં ઊઘાડી તલવાર લઈ કાઈ ન જાણે એ રીતે ધીરે ધીરે તે રાજમહેલમાંથી બહાર નીકળી પડચે અને જે તરફથી એ ઝળહળતા પ્રકાશ દેખાતે હતા તે તરફ ચાલવા લાગ્યા. એ રસ્તે આગળ ચાલતાં રાજકુમારને જણાયું કે ત્યાં ચારે દિશાઓમાં સરસ પારિજાતની મંજરીને રિમલ મઘમઘી રહ્યો હતો અને ગુજતાં ભમરા અને ભમરીઓ એ રિમલને પીતાં હતાં તથા બકુલ અને માલતીના પરિમલ કરતાં એ પરિમલ ઘણા જ ઉત્તમ સુગંધિત હતા. વળી આગળ ચાલતાં એ રાજકુમારના કાન ઉપર, મનેહર વેણુ, બંસી અને વીણામાંથી નીકળતા તથા કાકિલ કંઠમાંથી નીકળતા સંગીત જેવા સુમધુર એવે! ગીતનેા નાદ આવ્યા. આ ગીતના નાદને વનનાં હરણેા નિશ્ચળ થઈને સાંભળતાં હતાં. આ પછી રાજકુમારના જોવામાં આવ્યું કે-ત્યાં દેવાનાં ટોળેટોળાં ભેગા થઇને કપડાં ઉછાળી રહ્યાં છે અને ફૂલે વેરી રહ્યાં છે અને કાઇનો પૂજા-સત્કાર કરી રહ્યાં છે. આ અધેડ દેખાવ જોઈને રાજકુમારે નક્કી કર્યું" કે-આ તે અહીં દેવા આવેલા છે એમ જણાય
"Aho Shrutgyanam"