________________
૧૯૩
દેવદ્રવ્યની હરકેઈ પ્રકારે રક્ષા કરવી.
: કયારત્ન-કેલ :
દાનમાં અપાયેલાં એ ગામ, સુવર્ણ, પશુ કે બીજું ધન વગેરેને જ્યારે કેઈ હરી જાયલૂંટી જાય અર્થાત્ એ જિનદ્રવ્યને કઈ ચેર વા બીજો અપ્રમાણિક ઉચાપત કરી જાય ત્યારે સંઘે પોતાની બધી શક્તિને ખચી નાખીને એને બચાવવા પ્રયત્ન કરવો જ જોઈએ. એ કામ, ચારિત્રને લીધેલા કે ચારિત્ર વગરના બધા લોકોને કરવા જેવું છે જ અર્થાત્ દીક્ષિત કે અદીક્ષિત એવા બધા માનોએ લૂંટાતું કે ઉચાપત થતું જિનદ્રવ્ય ગમે તે ભેગે બચાવી લેવું જોઈએ એવું શાસ્ત્રવચન છે, માટે મુનિઓ ઉપર પણ લુંટાતા કે ઉચાપત થતા જિનદ્રવ્યને બચાવવાની ફરજ આવી પડે છે. આનો અર્થ એ નથી કેમુનિએ પિતે જાતે એ જિનદ્રવ્ય એકઠું કરવા આરંભ સમારંભ વગેરેની પ્રવૃત્તિમાં પડવું, પરંતુ જ્યારે આક્ત આવે તેમ હોય અને જિનદ્રવ્ય ચેરના હાથમાં કે બીજા અપ્રમાણિક હાથમાં “એ હવે નહીં જ બચી શકે એ રીતે આવી પડયું હોય તેવે વખતે સંઘે પિતાનું બધું બળ વાપરીને એ જિનદ્રવ્ય બચાવવું જ જોઈએ. સંઘમાં તે મુનિઓ પણ આવી ગયા. એ રીતે મુનિઓ ઉપર જિનદ્રવ્ય ઉપરની આફતને વખતે તેને બચાવવાની ફરજ આવી પડે છે એટલે એ પ્રવૃત્તિ કરતાં મુનિને દેષ લા” તેમ ન કહેવાય અર્થાત્ જિનદ્રવ્ય ઉપર આફત આવતાં જ્યારે કઈ કશી વ્યવસ્થા કરતું ન જ દેખાય અને એ લૂંટાઈ જવાનું યા નાશ પામવાનું જ હોય તેવે વખતે ન છૂટકે એને સંભાળી રાખવાની, સંયમપૂર્વક પ્રવૃત્તિ કરવાની મુનિને છૂટ પણ છે એવી વિભાષા દયાનમાં રાખીને મુનિ પ્રવૃત્તિ કરે. એ જ પ્રમાણે બીજું એક સાધારણ દ્રવ્ય પણ સ્થાપિત કરે. વિશેષ એ છે કે-સાધારણું દ્રવ્ય ચૈત્ય, બિંબાર્ચન, સંધ અને પુસ્તક વગેરેનાં કામમાં ખી શકાય છે. (ચૈત્ય સંબંધી દ્રવ્ય) શ્રી જિન સંબંધી-શ્રીજિનના જ કાર્ય માટે વયરાય છે ત્યારે સાધારણ દ્રવ્ય તે બધાં સ્થાનમાં વાપરી શકાય છે, તેથી કરીને આ સાધારણ દ્રવ્યને પણ સ્થાપિત કરવું, વધારવું અને કાળજીપૂર્વક સાચવવું. વળી, જ્યાં સુધી નિત્ય બીજું ધન મળતું હોય ત્યાં સુધી આ સાધારણ નિધિને પણ ખર્ચ ન કરવો. દેશભંગ થતો હોય અને દેશ ઉપર એવા પ્રકારની બીજી બીજી આપત્તિ આવી પડેલી હોય ત્યારે તે આપત્તિઓને દૂર કરવા-શમાવવા-મટાડવા, બીજા મતવાળાઓ સાથે કઈ પ્રકારને કલહ ઊભું થયે હોય તે તેને શાંત કરવા અને દર્શન પદને લગતા સમ્યગુ દર્શન સંબંધી ખાસ કાર્યમાં એ સાધારણ દ્રવ્યનો ખર્ચ થઈ શકે છે. અર્થાત્ દેશ વગેરે સામુદાયિક આફતને વખતે સાધારણ દ્રવ્યને ખર્ચ થઈ શકે છે. તે જ પ્રકારે બીજા મતવાળા સાથે કલેશ દૂર કરવા અને સમ્યગ્દર્શનને લગતી પ્રવૃત્તિઓમાં–સમ્યગ્દર્શનના પ્રચારકાર્યમાં અથવા સમ્યગદર્શનને લગતી એવી જ બીજી પ્રવૃત્તિઓમાં પણ સાધારણ
૧ મુદિત પુસ્તકમાં--જોવાળિ પાઠ છે તેને અર્થ સમજાતું નથી પરંતુ તેને બદલે જોરાજાતિ પાઠ કપી આ અર્થ જેલો છે.
"Aho Shrutgyanam