SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ? કયારન-કોષ : જિન દ્રવ્ય રક્ષણની મહત્તા. ૧૯ર (વળી એમણે (હરિભદ્ર) જ કહ્યું છે કે-) જિનદ્રવ્ય, દેવદ્રવ્ય, જ્ઞાન અને દર્શન જેવા ઉત્તમ ગુણની પ્રભાવના કરનારું છે અને શ્રી જિનના પ્રવચનની વૃદ્ધિ કરનારું છે અર્થાત્ જિનદ્રવ્યદ્વારા જ્ઞાનને પ્રચાર અને દર્શનને ફેલાવે કરી શકાય છે તથા એ દ્વારા શ્રી જિનના પ્રવચનની મહત્તા વધે એવી પ્રવૃત્તિ પણ કરી શકાય છે, તે એવી ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિમાં ખપ લાગતા શ્રી જિનદ્રવ્યને વધારનાર માનવપ્રાણ તીર્થ કરને અવતાર મેળવી શકે છે અર્થાત્ સદુપાયો દ્વારા શ્રી જિનદ્રવ્ય વધ્યા કરે એવી ચેજના કરનાર માનવ, તીર્થંકરપદને લાભ મેળવી શકે છે. “વોરા વોશi” એવાં પ્રકારનાં શાસ્ત્રનાં વચનો દ્વારા શાસ્ત્રકારે જિનદ્રવ્યની રક્ષાને ભાર યતિઓ ઉપર પણ નાખે છે તે પછી ગૃહસ્થ ઉપર તો ભાર જ હોય તેમાં શું કહેવું ? અર્થાત્ સર્વસંગના પરિત્યાગી જાતિઓને પણ જિદ્રવ્યને સંભાળવાની ભલામણ જોખમદારી સાથે સૂચવવામાં આવી છે ત્યારે ગૃહસ્થાએ તે એ જોખમદારી પિતાને માથે સ્વયમેવ ઊઠાવવાની છે એટલે એ વિશે શું કહેવાનું હોય? (આ વિશેનું શાસ્ત્રવચન પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ સાથે તર્ક પૂર્વક કથાકેશકાર રજૂ કરે છે) જે મુનિઓ સર્વપ્રકારના આરંભ સમારંભને તજીને કેવળ આત્મપરાયણતા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, અને “આરંભ કરે નહીં, કરાવે નહીં તેમજ કઈ પ્રકારે આરંભ કરનાર તરફ સંમતિ પણ દર્શાવવી નહીં.' એ રીતે મન-વચન-કાયા દ્વારાત્રિકરણદ્વારા-આરંભને તજનાર મુનિઓ, ચૈત્યનાં એટલે ચૈત્યોને દાનમાં મળેલાં ગામે, સુવર્ણ, પશુઓ અને રૂપું વગેરેની સંભાળમાં પોતાનું મન પરોવે તે પછી એમને આરંભ–સમરંભ તે જરૂર કરે પડે જ અને એ રીતે આરંભ-સમારંભ કરનાર એ મુનિએ પિતે કરેલી, ત્રિકરણ દ્વારા આરંભ ત્યાગની પ્રતિજ્ઞાને ન જ પાળી શકે અર્થાત્ જિનદ્રવ્યની સંભાળમાં પૂર્વોક્ત આરંભ વગેરે સમાયેલાં જ છે એથી એની સંભાળ કરનાર મુનિને પૂર્વોક્ત ત્રિકરણશુદ્ધિ શી રીતે સંભવે? (પૂર્વોક્ત શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે...) તમારે તર્ક ખરે છે અર્થાત્ જિનદ્રવ્યની સંભાળમાં પડતા મુનિ આરંભી થઈ જાય છે અને એ રીતે તે, પિતાની પ્રતિજ્ઞાને બેઈ બેસે છે પરંતુ, આ બાબત એક વિભાષાવિકલ્પ-બતાવેલ છે અને તે આ પ્રમાણે છે-જે મુનિ પિતે જાતે જ ઉક્ત પ્રકારના જિનદ્રવ્યની સાર-સંભાળમાં પડી જાય તે તે પોતાની મુનિયણાની પ્રતિજ્ઞા ઈ જ બેસે છે. અર્થાત્ તેને પૂર્વોક્ત ત્રિકરણશુદ્ધિ સંભવી શકતી નથી અથવા તેની સિદ્ધિ થઈ શક્તી નથી અર્થાત્ એ નિવણને મેળવી શકતા નથી પરંતુ વાત એમ છે કે-ચૈત્ય માટે પ્રતિમા શિર એ પાઠ છે. માટે અહીં “સિદ્ધ ” એ અર્થ ઘટ છે. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy