________________
દેવદ્રવ્યની સંભાળ રાખવા વિશે બે ભાઈની કથા. .
( કથા ૧૪મી) (દેવદ્રવ્યની વૃદ્ધિ, સામાન્ય સ્વરૂપ, સાધારણ દ્રવ્ય, કરૂણ વિલાપ, દેવદ્રવ્ય ભક્ષણ વિપાક
અને દેવદ્રવ્ય રક્ષપદેશ ઉપર વિવેચન.).
તે જ્યારે કપરો કાળ હોય અથવા બીજાં એવાં અશાંતિનાં કારણે હોય ત્યારે જે
કે દ્રવ્ય ન હોય તો ચિત્ય અને બિંબ વગેરેની સંભાળ થઈ શકે નહીં, માટે આ કથામાં દેવદ્રવ્યને શી રીતે વધારવું વા તેને કઈ રીતે સંભાળવું તે બાબત કહેવાની છે.
ગૃહસ્થ જ્યારે જિનભવન વગેરેનું નિર્માણ કરે એટલે તેને ચણવે ત્યારે જ એ જિનભવન વગેરેના નિભાવ માટે પિતાની શક્તિ પ્રમાણે દ્રવ્યનું દાન કરે અને એ દાનમાં દેવાયેલા ત્યદ્રવ્યની વિશેષ આદર અને પ્રયત્ન સાથે સંભાળ કરે તથા તેને વધારવાના ઉપાય પણ કરે. રાજાને કહીને ગામમાં, નગરમાં કે ખેતરમાં લાગી નખાવીને વા રાજાને સમજાવીને જગત વગેરેમાંથી ભાગ મળે એવી વ્યવસ્થા કરાવીને અર્થાત્ જ્યાંથી મળી શકે ત્યાંથી રાજા પાસે દેવ સંબંધી ભાગની જમા કરાવીને જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
બરાબર પાકે પાયે વધારેલા એ ચૈત્યદ્રવ્યની રક્ષા માટે-સંભાળ માટે-તેના રક્ષણમાં ખંતવાળા, પાપથી ભી-પાપને ડર રાખતા અને અલુબ્ધ એવા કેઇ એક સારા માણસને નીમ જોઇએ.
દેશ-કાળ અને પરિસ્થિતિ વગેરેની ખરાબ સ્થિતિ હોય તો પણ ચૈત્ય વગેરેના રક્ષણ માટે બીજું કશું સાધન ન હોવાને લીધે એ સૈયદ્રવ્યની બરાબર સંભાળ કરવી જોઈએ અને કુશળ માણસે તેને જેમ ફાવે તેમ ખર્ચ નહીં કરી નાખવું જોઈએ.
જે, એ દ્રવ્યને સાચવી રાખે છે તે, પ્રત્યક્ષપણે ધર્મને જ સાચવે છે અર્થાત્ દેવદ્રવ્યની સંભાળ કરનારે, ધર્મનો જ રક્ષક છે. એ દેવદ્રવ્યની રક્ષા કરતાં બીજું કઈ ઉત્તમ ગુણસ્થાન નથી એમ વર્ણવેલું છે.
(આચાર્ય હરિભદ્રજી પિતાના સંબંધ પ્રકરણમાં કહી ગયા છે કે, “જિનદ્રવ્ય-દેવદ્રવ્ય, જ્ઞાન અને દર્શન જેવા ઉત્તમ ગુણનું પ્રભાવક છે અને જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું છે અર્થાત્ દેવદ્રવ્યદ્વારા જ્ઞાનને પ્રભાવ વધારી શકાય છે અને દર્શનને પણ મહિમા થઈ શકે છે, એ જિનદ્રવ્ય શ્રી જિનના પ્રવચનની વૃદ્ધિ-પ્રસાર-મહિમા-કરનારું છે માટે જે કઈ એ જિનદ્રવ્યની સંભાળ કરનાર નીકળશે તેનું સંસારભ્રમણ પરિમિત થઈ જશે અર્થાત્ તેનું ભવભ્રમણ ઓછું થઈ જવાથી તે, વહેલે નિવણને મેળવી શકશે.”
"Aho Shrutgyanam"