________________
* કયારન-કોષ :
રાજાનું સ્વાગરે આગમન.
એવા સેનાધિપતિએ અને સેનાના બીજા લેકે એ રાજાને જે અને તેની પાસે પિતાના મુકુટમંડલને પૃથ્વી ઉપર નમાવી દઈ રાજાને વિનંતિ કરી કે-હે દેવ ! તમારા વિયેગને કારણે તમારે આખે દેશ ભારે સંતાપ પામે છે અને ચિંતાથી બળીજળી રહ્યો છે તે તમે તેને દર્શન આપી ગામડાના લેકેને અને નગરનાં લોકોને હવે શાંતિ આપે અને તેમની ચિંતાને દૂર કરે અને આ હાથણી ઉપર બેસી દેશમાં પાછા પધારે. પછી રાજાને પણ પિતાથી ઘણી વખત સુધી વિખૂટાં પડેલાં એવા પિતાને દેશ, પિતાનાં સુખી સ્વજન વગેરે સાંભરવાથી તેનું હૃદય ભરાઈ આવ્યું અને તેમને મળવાની ઉત્કંઠા થઈ આવી. પછી તે શ્રી આદિનાથ ભગવાનને ઉત્તમ ચીનાઈ કપડાં વગેરે સારાં સારાં પૂજાનાં ઉપકરણો વડે શુદ્ધ ભાવપૂર્વક પૂજીને અને લાંબા સમય સુધી તેમની સ્તુતિ કરીને તેમને આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા
હે દેવાધિદેવ ! તારાં ચરણકમળની મારા મનને હર્ષ ઉપજાવનારી ઉપાસનાનું કાંઈ પણ ફળ મળવાનું હોય તે તે માટે હું એટલું જ માગું છું કે-સંસારમાં હોઉં ત્યાં સુધી હમેશાં મારી પ્રવૃત્તિ તારી પૂજામાં જ થયા કરે અને એવી મારી પ્રવૃત્તિથી મારાં પૂર્વે કરેલાં દુષ્કૃતન દવંસ થાઓ. જેમ ગમે તે ઝંઝાવાત હોય તે પણ પર્વતને તે તેની કશી અસર નથી હતી તેમ જે લેકે શ્રી જિનપૂજામાં પ્રતિદિન આદરવાળા હોય છે તેઓને દુર્ગતિ, રેગે, ગરીબાઈ, વિપદાઓ અને ભાઈભાંડુંના મરણ વગેરે વ્યથાઓ કશી અસર કરી શક્તી નથી. જે લેકે મૂઢ છે તેઓ ભલે ધારેલા મનોરથને સફળ કરનારાં એવાં કલ્પવૃક્ષ, રતનચિંતામણિ અને કામદુધા ધેનુ વગેરેની સ્તુતિ કરે; પરંતુ હું તે ધારેલ કરતાં વધારે પૂલ આપનાર અને સંસારસમુદ્રથી પાર ઊતારનારા એવા એક શ્રી જિનપૂજનની જ સ્તુતિ કરું છું અને વાંછા કરું છું. આ રીતે એ રાજાએ શ્રી અરિહંત ભગવાનની પૂજાની પ્રશંસામાં અને તેની વાંછામાં ચિત્ત દઈ અને આદિદેવની ઉપાસના કરી પિતાના નગર ભણી પ્રયાણ કર્યું અને પેલા પ્રશંકર કેવલી પિતાનાં બધાં કર્મોના આઘનો નાશ કરી નિશુલક્ષમીને પામ્યા.
એ રીતે શ્રી કથાનકોશમાં પૂજાના અધિકારમાં પ્રભાકરનું સ્થાનક સમાસ (૧૩)
"Aho Shrutgyanam