________________
રાજાએ અને અમાત્ય સ્વીકારેલ જિનપૂજ.
- કથારન-કાજ ?
પરિણામ અશુદ્ધ થયા એટલું જ નહીં પરંતુ એ રીતે આચરતા તમે બન્નેએ લેકની બુદ્ધિમાં પણ ભ્રમ પેદા કર્યો એટલે તમે બન્ને, જગદ્ગુરુ શ્રી જિનભગવાનની પૂજાના પવિત્ર કામમાં વિરછેદ ઊભો કરનારા થવાથી સુકૃતના અંતરાયના ભાગી થયા. એ દોષથી ઘસાયેલા તમે અને મરણ પામી અનેક અશુભ સ્થાનમાં વારંવાર જન્મ પામ્યા અને એ રીતે લાંબા સમય સુધી દુઓને અનુભવતા રહ્યા. પછી તથા પ્રકારના પૂર્વે કરેલા સુકૃતના ગે તમે બંને જણા હમણું રાજા અને અમાત્યરૂપે અહીં અવતર્યા છો. તમને જે, આ અટવામાં આવી પડવાનું સંકટ પડયું છે તે, તમે આગલા લેવામાં જે જે દુષ્કૃત કરેલાં તેમાંનાં જે હજુ પરિપાક પામ્યાં નથી અને જોગવવામાં બાકી છે તેના ફળરૂપે છે, માટે હે મહાનુભાવ ! પૂર્વનાં દુશ્ચરિતેને યાદ કરીને હવે વર્તમાનમાં પણ ગમે તે પ્રયત્ન સુચરિતા તરફ લક્ષ્ય કરી પ્રવૃત્તિ કરે જેથી હવે પછી પણ આવી જાતની દુઃખમય વિટંબનાઓ ન જોગવવી પડે. ( આ પ્રમાણે પેલા પ્રશંકર કેવળીએ પેલા રાજા અને અમાત્યને તેમના પૂર્વભવની વાત કહી સંભળાવી.)
આ બધી હકીકત સાંભળીને એ રાજા અને અમાત્યને તેમને પૂર્વભવ સાંભરી આવ્યો અને સંસારના પ્રપંચથી ભયભીત થયેલા છે અને ત્યાં કેવળીના ચરણોમાં નમી પડયા અને કેવળીને વિનંતિ કરવા લાગ્યા કે હે ભગવન્! તમે કહેલી હકીક્ત અક્ષરે અક્ષર સાચી છે, માટે હવે તમે, અમને, જે દેષ અમે આગલા જન્મમાં કરી આવ્યા છીએ તેનું પ્રાયશ્ચિત આપવા કૃપા કરે. કેવળી બેલ્યાઃ શ્રી જિન ભગવાનની પૂજામાં વિશેષ શુદ્ધભાવે પ્રયત્ન કરે એ જ તેનું પ્રાયશ્ચિત છે. હજુ સુધી તમારા બંનેમાં વ્રતો લેવાની યોગ્યતા આવી નથી, માટે તમે શ્રી જિન ભગવાનની પૂજામાં જ પ્રયત્ન કરે. કેવલીએ કહેલી વાતને તે બન્ને જણાએ-રાજા અને અમાત્ય સ્વીકારી લીધી અને તે પ્રમાણે વર્તવા લાગ્યા.
પછી તેઓ બન્ને પ્રભંકર કેવલીને પ્રણામ કરીને પૂર્વોકત એકશંગ પર્વત તરફ જવા ઉપડયા. ત્યાં જઈને તે પર્વત ઉપર આવેલા શ્રી આદિનાથના મંદિરમાં, એ પર્વતમાં એની મેળે ઊગેલાં એવાં કમળ, કેતકી, કેસર, સરસબેલીનાં ફુલવડે અને માલતિની માળાઓ વડે નાભિનરેદ્રનંદન શ્રી રાષભદેવની ત્રણે સંધ્યા પૂજા કરવા લાગ્યા. એ રીતે લાંબે વખત પૂજા સુધી કર્યા પછી તેમનું પૂર્વ કરેલું દુષ્કૃત નાશ પામ્યું.
બરાબર આ વખતે પેલા ઘડાએ અપહરેલા રાજા અને અમાત્યને શોધતું હતું અને તે માટે તેમની પાછળ ભમતું ભમતું તેમનું હય, ગાય, રથ અને પાયદળવાળું મોટું લશ્કર તેમની પાસે આવી પહેપ્યું. રાજા અને અમાત્યને જોઈને ખૂબ ખૂબ રાજી થયેલા
"Aho Shrutgyanam