________________
? કયારત્ન કોષ :
અર્જુનની દલીલોનું મુનિ મહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન.
૧૮૬
—
-
ઘણા દેશે ઊભા થાય. વળી, હે મૂઢ! તું શરીર માટે, ઘર માટે અને એવાં બીજી અનેક કાર્યો માટે નીપજતાં જીવવધ વગેરે આરંભને નિષેધ તે કરતું નથી અને પૂજા વગેરે માટે “જીવવધ ને દેષ બતાવી શ્રી જિનની પૂજાનો નિષેધ કરી રહ્યો છે. હે અનાર્ય ! આ તે તારી કેવી મૂઢતા છે. શ્રી જિનચૈત્યની ખરી પૂજા, પ્રભાવના વગેરે પ્રવૃત્તિઓથી તે તીર્થની, ધર્મની અને શાસનની પ્રભાવના, ઉદ્યોત અને પ્રકઈ વગેરે લાભ થાય છે અને એ દ્વારા કેટલાક સરળ સ્વભાવી વિચારકે બોધિબીજને-શુદ્ધ જ્ઞાનને પામે છે, સત્કાર્યની અનુમોદના કરે છે, અને સદ્ધર્મ તરફ આકર્ષાય છે. એવા બીજા પણ અનેક લાભે થયા કરે છે. ગૃહસ્થાએ પૌષધવ્રત કરેલું હોય અને એ રીતે તેઓ મુનિઓની પેઠે સચિત્તની હિંસાથી નિવર્સેલા હોય યા સચિત્તના આરંભથી નિવૃત્તિ કરવારૂપ એવી શ્રાવકેની ઉત્તરપ્રતિમાઓને વહેતા હોય તે ભલે પુષ્પ વગેરે દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાને વજે, પરંતુ જ્યાં સુધી તેઓ મુનિઓની પેઠે સર્વઆરંભના ત્યાગી નથી બન્યા ત્યાં સુધી દ્રવ્ય પૂજાનો ત્યાગ કરવો તેમને માટે ઉચિત નથી. આગળ જે એમ કહેવામાં આવ્યું છે કે–પૂજાની પ્રવૃત્તિમાં રોકાયેલા હાથ વા માથાવડે ગૃહસ્થ સાધુને નમસ્કાર ન કરી શકે તે ઉચિત નથી, કેવળ સ્વબુદ્ધિકલ્પિત હોવાથી પ્રલાપમાત્ર છે. વિનય, ધર્મનું મૂળ છે અને તેને, સાધુ કે શ્રાવકે તરફ યશ્ચિતપણે આચરવાનું જ છે તે કદાચ પ્રજાની પ્રવૃત્તિમાં હાથ વગેરે અંગો રેકાયાં હોય તો પણ વાણીથી “નમસ્કાર” શબ્દ કહીને સાધુ કે શ્રાવકને વિનય કરવાનું શાસ્ત્રમાં કયાંય નિષેધેલું નથી. હાથમાં કોઈ જાતનું પૂજાનું ઉપકરણ હાય વા બીજી રીતે અંગે પૂજાની પ્રવૃત્તિમાં રોકાયાં હોય તે પણ વાણીથી નમસ્કાર કરી સાધુને કે શ્રાવકને વિનય કરવામાં કઈ પ્રકારનું દૂષણ નથી તેમજ તેમ કરવાથી શ્રી જિનની આશાતના પણ થતી નથી તથા એ કામ (વિનય કરવાનું કામ) લેકવિરુદ્ધ પણ નથી. વળી, જે એમ કહેવામાં આવ્યું છે કે “તિર્યંચ પ્રાણીમાંથી પ્રાપ્ત થતાં દૂધ કે દહીંવડે શ્રી જિન ભગવાનનું ન્હવણ કરવું એ, તેમની આશાતના કરવા સમાન છે” તે પણ યુક્તિયુક્ત જણાતું નથી. ખરી વાત એમ છે કે દૂધ વગેરેવડે થતું શ્રી જિનનું ન્હવણ આશાતનારૂપ હોત તે શાસ્ત્રમાં તેને સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવ્યો હત પરંતુ શાસ્ત્રમાં તે તે બાબતને નિષેધ કર્યો હોય એવું ક્યાંય સંભળાતું નથી અને તે રીતે થતું ન્હવણ લેકવિરુદ્ધ પણ નથી. લેકે તે દેવપૂજામાં ગોરોચન, કસ્તુરી અને કુંકુમને ઉપયોગ કરે જ છે અને તે ગોચન વગેરે પદાર્થો, તિર્યંચ પ્રાણીઓમાંથી જ આવેલાં છે. વળી, એ પદાર્થો તિર્યંચ પ્રાણીઓમાંથી આવેલા છે એટલા જ માટે તે પૂજામાં ન વપરાય એમ ન કહી શકાય, કારણ કે એ પદાર્થો લેકમાં “પવિત્ર”રૂપ પ્રસિદ્ધ છે. તેથી એ પદાર્થોને પૂજામાં વાપરતાં નથી શાસ્ત્રને નિષેધ, તેમ નથી લેકવાદને નિષેધ. વળી, જે દેવે દુષ્ટ છે તેમની પખાળ દૂધ વગેરેવડે
"Aho Shrutgyanam