________________
૧૮૫
અર્જુનની દલીલેનું મુનિ મહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન
: કારત્ન-યઃ
પેલો ધર્મસાર્થવાહ બે ભાઈ! હું આ પ્રકારના વિચાર કે વિવેકને કરી શકો નથી, હું તે આ સાધુમુનિરાજે જેમ મને સમજાવે છે તેમ કરું છું માટે તું એ સાધુમુનિરાજ પાસે ચાલ અને પછી તું તથા એ મુનિરાજે બને મળીને નિશ્ચય કરીને મને જેમ કહેશે તેમ હું કરીશ. પેલે અર્જુન વિશેષ ધીઠે હતું અને અધિક અભિનિવેશી હતું તેથી તેણે સાધુમુનિરાજે સાથે વાદવિવાદ કરવાનું ઠરાવ્યું અને એમ કરી તે બને જણ–પેલે સાર્થવાહ અને અર્જુનસાધુમુનિરાજ પાસે ગયા. ત્યાં અને ઉપર પ્રમાણે પિતાની પ્રરૂપણ જણાવી. પછી તેને સામુનિરાજોએ કહ્યું
હે મૂઢ! ધર્મની પ્રરૂપણ કરવા માટે-ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે-તને કે નિમે છે? શું તે એ સાંભળ્યું નથી કે શ્રી જિન ભગવાને પ્રરૂપેલા ધર્મના ઉપદેશને પ્રકલ્પતિ-ગીતાર્થ મુનિજ કહી શકે–સમજાવી શકે. જે ધર્મમાં હેતુવાદ નખનેનહેરને-પંજાને સ્થાને છે, નયવાદ આંખરૂપ છે, ચાર અનુગ-ધર્મકથાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયેગ-ચાર પગ છે એવા આ ધર્મરૂપ સિંહને શિયાળ જેવો તું સમજી જ કેમ શકે? અને આ ધર્મરૂ૫ સિંહનું સ્વરૂપ ભાળ્યા-દેખ્યા–સમજ્યા વિના શિયાળ જે તું લેજેની સામે કેમ કરીને કહી શકે ? તું ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમને અને અપવાદ એટલે વિશેષ નિયમને-સામાન્યના બાધક નિયમોનેલેશ પણ સમજતો નથી તથા ક્યા ધર્મને કણ અધિકારી છે એ પણ જાણતું નથી અને આમ ને આમ હે મૂઢ! તું ઉપદેશ કરવા નીકળી પડ્યો છે. તને એ ખબર જ નથી કે જેઓ સર્વ પ્રકારનાં આરંભ-સમારંભમાં પડેલા છે અને છકાયના વધથી જેઓ નિવૃત્ત થયા નથી તેવા ગૃહસ્થોને માટે તે દ્રવ્યપૂજા-વ્યસ્તવ જ એગ્ય છે અર્થાત્ સંસારરૂપી કૂવામાં પડેલા તેવા ગૃહ માટે એક દ્રવ્યસ્તવ જ આલંબનરૂપ છે. બીજા પ્રકારની એટલે શુદ્ધ અહિંસા–સર્વપ્રકારે અહિંસા, સર્વથા સત્ય, સર્વથા બ્રહ્મચર્ય અને સર્વથા અપરિગ્રહ વગેરે શુદ્ધ ધર્મની પ્રવૃત્તિઓ કરવા માટે જેઓ અસમર્થ છે એવા ગૃહસ્થને માટે તે શ્રી જિનમંદિર નિર્માણ, શ્રી જિનબિંબસ્થાપન, શ્રી જિનની યાત્રા તથા શ્રી જિનબિંબની પુષ્પ વગેરેવડે પૂજા વગેરે-એ જે દ્રવ્યસ્તવ છે તે જ રેગ્ય કહ્યો છે. મૂહ! જેમાં છેડે આરંભ છે એવાં પુષો વગેરેને પૂજામાં ઉપયોગ કરવાની તું ના પાડે છે તો તારે હિસાબે તો એમ થયું કે જેનાં વધારે આરંભ છે તેવાં મંદિર નિર્માણ, મૂર્તિનિમણ, શ્રી જિનની યાત્રા વગેરે કાર્યો પણ નહીં કરવા જોઈએ અર્થાત્ તું પુષ્પની તે ના પાડે છે અને મંદિર નિર્માણ વગેરેની ના પાડતા નથી એ કેવું કહેવાય? તું એમ સમજો લાગે છે કે—મંદિરનિર્માણ ન કરવામાં આવે, મૂર્તિની સ્થાપના ન કરવામાં આવે તે સમૂળગો તીર્થને ઉચ્છેદ જ થઈ જાય, ધર્મને લેપ જ થઈ જાય અને એ રીતે
૨૪
"Aho Shrutgyanam