________________
: કથાન–કેલ :
અમાટે સ્વમતિકલ્પનાથી રાજાને કહેલ પૂજાનું સ્વરૂપ.
શ્રાવક! તને વંદન કરું છું. તું જ કહી બતાવ કે વસ્તુતત્ત્વ શું છે એટલે ખરી હકીકત શી છે? પછી અર્જુન-(હમણુને અમાત્ય) બેલ્ય–સાંભળ.
ભાઈ ! આ જૈનધર્મ અહિંસાપ્રધાન છે એટલે જિન ભગવાને જે છકાયના જીવે વિશે કહ્યું છે, તેમને એક પણ જીવ ન હણાય-એ છએ કાયના જીવનું બરાબર રક્ષણ થાય, એ પ્રવૃત્તિ જૈનધર્મની પ્રધાન પ્રવૃત્તિ છે માટે જૈનધર્મને પાળનાર, દેવપૂજા નિમિત્તે જીવવાળાં પુષ્પ વગેરેનો ઉપગ કરે તે બરાબર ન કહેવાય અર્થાત્ જૈનધર્મ પાળનાર, દેવપૂજન માટે જીવવાળાં પુષ્પ વગેરેને ઉપગ તજી દેવું જોઈએ અને એને જવ વગરના વાસક્ષેપ વગેરે પવિત્ર દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ. બીજું, અક્ષત-ચોખા, વસ્ત્ર તથા નૈવેદ્યવડે પણ પૂજા ન કરવી જોઈએ. ચોખા, વસ્ત્ર-કપડાં અને નૈવેદ્ય-એ બધું પૂજા કરતી વખતે શ્રી જિન ભગવાન સામે ધરવાનું હોય છે અને પછી એ બધી ચીજો બીજા કેઈને આપી દેવાની હોય છે. જે વસ્તુ શ્રી જિન ભગવાનની સામે ધરી તે બધી દેવદ્રવ્ય કહેવાય અને જે, એ દેવદ્રવ્યરૂપ ચીન પોતાના અંગત ઉપગમાં-ખાવાપીવામાં, પહેરવા–ઓઢવામાં તથા બીજા કોઈ એવા પ્રકારના ઉપયોગમાં-ખર્ચ કરે તેને અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડે છે. જે આપણે એ નૈવેદ્ય વિગેરે વસ્તુઓ શ્રી જિનને ચડાવીએ તે જ બીજાઓ તેમના પિતાના ઉપયોગમાં ખર્ચ કરે અને પરિણામે અનંત સંસારમાં રખડે. એટલે તે દેવદ્રવ્યને વાપરનાર અધમ જે અનંત સંસારમાં રખડે છે તેનું કારણ આપણે શ્રી જિન સામે તે તે ચીજને ધરનારા થયા, માટે હે સાર્થવાહ ! શ્રી જિનની પૂજામાં અક્ષત, વસ્ત્ર કે નેવેદ્ય વગેરેને પણ ઉપગ ન કરવો જોઈએ. વળી બીજું, જ્યારે આપણે ચૈત્યવંદન કરતા હોઈએ કે આપણું અંગ-હાથ મસ્તક વગેરે જ્યારે શ્રી જિનની પૂજામાં રોકાયેલું હોય ત્યારે એટલે ચૈત્યવંદન કરતી વખતે અને પૂજા કરતી વખતે કઈ સાધુ મુનિરાજ આપણને મળે તે પણ તેમને નમસ્કાર કરવા ઉચિત નથી, કારણ કે પૂજામાં (ચૈત્યવંદનમાં) વપરાએલાં–કાયેલાં આપણુ અંગે તેટલા વખત સુધી દેવનિમલ્યરૂપ કહેવાય અને એથી એવા નિર્માલ્ય અંગે દ્વારા સાધુ-મુનિરાજને નમસ્કાર કરવા જતાં તેમને વિનય ન થતાં અવિનય જ થયે કહેવાય. વળી, શ્રી જિનને નવરાવવા માટે જે દૂધ, દહીં વગેરેનો ઉપયોગ થાય છે તે પણ ઉચિત નથી, કારણ કે દૂધ વગેરે તિર્યંચાનિક પ્રાણિઓના શરીરમાંથી આવે છે તેથી બરાબર પવિત્ર નથી હોતાં એટલે દૂધ વગેરેથી નવરાવતાં શ્રી જિનની પૂજા ન થતાં આશાતના જ થાય છે માટે તેને બદલે સુવાસિત પવિત્ર ગંધોદક વડે શ્રી જિનનું ન્હાવણ કરવું એ જ નિર્દોષ છે. આ પ્રસંગે આપ, મારી કહેલી આટલી જ વાત ઉપર બરાબર ધ્યાન આપે અને એ બધીને બરાબર સમજી લ્યો. પછી વળી જે બીજું કહેવાનું છે તે તમને બરાબર સમજાવીશ.
"Aho Shrutgyanam