________________
કેવળી ભગવતે કહેલ રાજા તથા અમાત્યનો પૂર્વભવ.
* કયારન–કેય :
અમારા ઘરમાં સુખે સુખે રહેતા હતા તેમાંથી અમે આ અટવામાં આવી પડ્યા તે દુઃખનું અર્થાત્ અમારા એ ગૃહસુખના વિદ્ધનું એવું કઈ જાતનું કર્મ-કારણુ થયું છે, કે જેથી અમે હમણું એક ભિખારી જેવા બની ગયા છીએ. કેવળી બોલ્યા-સાંભળો—
કેશાંબી નામે નગર છે, તેમાં રહેનારા હે મહારાજા! તમે એક મોટા ધર્મ નામના વહેવારી-સાર્થવાહ હતા. તમે તે વખતે શ્રી જિનેંદ્ર ભગવાનના ઉપાસક હતા. અર્થાત્ શક્તિ અને વૈભવ પ્રમાણે તમે રોજ શ્રી જિનંદ્ર ભગવાનના ચરણોની પૂજા કર્યા કરતા હતા અને એ રીતે તમારો સમય ચાલ્યા જતો હતે.
હવે બીજે કઈ વખતે આ તમારે અમાત્ય, જેનું તે વખતનું નામ અર્જુન હતું અને એ, ધર્મ કરીને શ્રાવક હતા. એ અર્જુન હતો તે શ્રાવક પરંતુ તેનું મન ધર્મ સંબંધે અનેક પ્રકારના ખેટા દુરાગ્રહોને લીધે ખવાઈ ગયું હતું, તેની બુદ્ધિનું તેજ, એક જ પક્ષ તરફ ઢળેલું હેઈ ક્ષીણ થયેલું હતું અર્થાત્ તે ધર્મ સંબંધી કેઈપણ જાતના વિધિવિધાન તરફ એકતરફી જ વિચાર કરતો તેથી તે જુદી જુદી જાતનાં ધાર્મિક વિધિવિધાનથી નીપજતા શુભ પરિણામને સમજી શકો જ નહીં એથી કરીને તેને અનેક પ્રકારની કુભાવનાઓ થતી અને તેને લીધે તે પોતાની જાતને અને બીજા લોકોને પણ ભ્રમમાં નાખતે રહતે. આ કારણથી જ તેના ગામમાં રહેનારા બીજા વિશિષ્ટ લેકેએ તેને ગામની હદ બહાર કરેલો-ગામમાંથી કાઢી મૂકેલે. તેથી તે બીજા બીજા ગામડામાં અને નગરમાં રખડતે રખડતે તમારી નગરી કૌશાંબીમાં આવી પહો . ગાનુગ એ અર્જુન શ્રાવકને તમારે સમાગમ થયે અને તમારી બેની વચ્ચે સારો મેળ બેસી ગયે. એક વાર એ અને વિશેષ આદર સાથે તમને કહ્યું કેહે સાર્થવાહ! રૂપિયાની બરાબર પરીક્ષા કર્યા પછી એટલે તેને બરાબર ખખડાવી તથા તેની બને બાજુની મહેર બરાબર જોઈ–તપાસીને પછી તેને લે ઉચિત છે અને તે જ પ્રકારે તે રૂપિયાવડે જે કાંઈ ખરીદ કરવાનું હોય છે તે પણ બરાબર જોઈ તપાસીને લેવાનું હોય છે. એવી જ રીતે કઈ પણ ધર્મકૃત્યને– ધર્મવિધિન-ધર્મ સંબંધી ક્રિયાકાંડને કરતાં પહેલાં તેને બરાબર સુવિનિશ્ચય કરે જોઈએ એટલે તે ધમ કૃત્યને ખરાખરાપણ વિશે, ગુણ અવગુણ વિશે અને લાભહાનિ બાબત બરાબર તપાસ કરવી જોઈએ અને એ પ્રમાણે ખરી પરખ કર્યા પછી જે જે ધર્મકૃત્ય ખરું નીકળે તેને જ આચારમાં લાવવું જોઈએ. ત્યારે તું છે તે ધમાંથી પરંતુ મૂઢ જે જણાય છે-તે વસ્તુને બરાબર વિચાર કર્યો જણાતું નથી અને બધે ઠેકાણે તું ગાડરીયા પ્રવાહની પેઠે વત્યે જાય છે એ સ્થિતિ બરાબર નથી એટલે તારે વસ્તુતત્વને વિશેષ વિચાર કરે જોઈએ તથા તેના ખરાખોટાપણુ વિશે નિશ્ચય કરી આ ગાડરીયા પ્રવાહ પેઠે નહી વર્તવું જોઈએ. આ સાંભળી તમે (સાર્થવાહકે) હમણાનાં રાજાએ કહ્યું- હે
"Aho Shrutgyanam