________________
થી તાડપત્ર ઉપર સુંદર લિપિથી લખાએલી છે. એની પત્ર સંખ્યા ૧૭ છે. તેની દરેક પૂઠીમાં ત્રણ, ચાર કે પાંચ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૨૭ થી ૧૪૦ લગભગ અક્ષરો છે. એ અક્ષરેશ ઠેકઠેકાણે નાના-મોટા લખાવા છતાં લિપિનું સૌદર્ય આદિથી અત સુધી એક સરખું જળવાએલું છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૩૧૪રા ઇંચની છે. પ્રતિ લાંબી હે ઈ તેનાં પાનાં સુવ્યવસ્થિત રીતે રહી શકે એ કારણસર દેરો પરોવવા માટે તેના વચમાં બે કાણાં પાડી ત્રણ વિભાગમાં લખાયેલી છે. પ્રતિ વિકમ સંવત ૧૨૮૬માં લખાએલી હોવા છતાં તેની સ્થિતિ હજી જેવી તેવી નિરાબાધ છે. પ્રતિ ઘણી જ અશુદ્ધ છે, એટલું જ નહિ પણ એમાં ઘણે ઠેકાણે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠો પડી ગયા છે, તેમજ લેખકની લિપિવિષયક અજ્ઞાનતાને લીધે સ્થાન-સ્થાન પર અક્ષરની ફેરબદલી તથા અસ્તવ્યસ્તતા પણ બહુ જ થએલાં છે. પ્રતિના અંતમાં તેના લખાવનાર પુણ્યવાન આચાર્યું અને શ્રાવકની એકવીશ શ્લોક જેટલી લાંબી પ્રશસ્તિ લખેલી હોવા છતાં કઈ ભાગ્યવાને એ પ્રશસ્તિને સદંતર ભૂસી નાખવાનું પુણ્યકાર્ય ઉપાર્જન કર્યું છે !!! તે છતાં એ અમે જે રીતે અને જેટલી વાંચી શકયા છીએ તેટલે ઉતારે આ નીચે આપીએ છીએ.
પ્રસ્તુત પ્રતિનાં પાનાં વચમાં કઈ કોઈ ઠેકાણે ઘસાઈ ગયેલાં છે એ બાદ કરીએ તે આ પ્રતિ સાવંત પરિપૂર્ણ છે. પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની હોઈ તેની સંજ્ઞા અમે - સખી છે. પરંતુ જ્યાં ૪૦ પ્રતિ ખંડિત હાઈ ફક્ત આ એક જ પ્રતિના આધારે
ધન કર્યું છે ત્યાં આ પ્રતિના અશુદ્ધ પાઠેને ટિપ્પણમાં આપતાં આ પ્રતિને અમે તો એ સંકેતથી ઓળખાવી છે એટલે કે આથી અમે એમ જણાવવા ઈચ્છીએ છીએ કે જ્યાં અમે પાઠભેદ સાથે કતી એમ નેવું હોય ત્યાં એમ સમજવું કે એ ઠેકાણે ૪૦ પ્રતિ ખંડિત હે ઈ તે તે વિભાગને માત્ર સં પ્રતિના આધારે જ સમ્પાદિત કરવામાં આવ્યા છે,
૦ -આ પ્રતિ પૂજ્યપાદ વયે વૃદ્ધ શાંતમૂતિ પરમ ગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જૈન જ્ઞાનભંડારની છે. એ પ્રતિ પાટણ શ્રી સંઘના જ્ઞાનભંડારમાં અસ્તવ્યસ્ત તાડપત્રીય પાનાંમાંથી મેળવેલી હેઈ ખરી રીતે એ પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારની જ પ્રતિ કહી શકાય. આ પ્રતિ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર અતિ મનોહર એકધારી લિપિથી લખાએલી છે. પ્રતિના અંત ભાગ અને હોઈ તેનાં એકંદર કેટલાં પાનાં હશે એ કહી શકાય તેમ નથી. તે છતાં અત્યારે જે પાનાં વિદ્યમાન છે તે ૧૩૯ થી ૨૫ સુધી છે. તેમાં પણ વચમાંથી ૧૬૭, ૧૬૮, ૨૦૧ થી ૨૨૭, ૨૪૬ અને ૨૫૯ આ પ્રમાણે બધાં મળી એકંદર એકત્રીસ પાનાં ગુમ થયાં છે. એટલે આ પ્રતિના વિદ્યમાન પાનાં માત્ર ૧૨૬ હોઈ સામાન્ય રીતે એમ કહી શકાય કે આ પ્રતિનાં બે ભાગનાં પાનાં ગુમ થયાં છે જ્યારે માત્ર ત્રીજા ભાગ જેટલાં જ પાનાં વિદ્યમાન છે. આમ છતાં આ ખંડિત પ્રતિ શુદ્ધ પ્રાય હે એણે પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં ખૂબ
૧ જુએ મૂળ ગ્રંથની પ્રસ્તાવના ૫. ૧૨.
"Aho Shrutgyanam"