________________
આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ ગુરૂતત્વસિદ્ધિમાં પૃ. ૪૭ ઉપર સંગરંગશાલાના નામે ઉદ્ધરેલ “વંતરિ તો મારા રામ નાઇ સુવિયો ” એ ગાથાથી શરૂ થતું ૫૯ ગાથાનું જે પ્રકરણ છે તે આખુંય કથાનકેશના પૃ. ૧૦ થી ૧૨ માં ગાથા ૧૮૫ થી ૨૪૩ સુધીમાં છે. ગુરુતત્વસિદ્ધિમાં આ પ્રકરણ સંગરંગશાલાના ઉતારા તરીકે જણાવેલ છે, પણ ખરી રીતે આ પ્રકરણ કથાનકેશમાંનું જ છે. આ ઉપરથી ગુરુતરસિદ્ધિના રચના સમય ઉપર પણ પ્રકાશ પડે છે અને કથાનકેશની આદેયતા પણ પુરવાર થાય છે.
વિધિપ્રપા પૃ. ૧૦૯ ઉપર પ્રતિષ્ઠા પ્રસંગને લગતી કેટલીક મુદ્દાઓના વર્ણન અંગેની પાંચ ગાથાઓ આપેલી છે તે અને ત્યાર પછી પૃ. ૧૧૧ ઉપર પ્રતિષ્ઠા સંબંધે જે ૩૯ ગાથાઓ છે તે બધી અક્ષરશઃ પ્રસ્તુત કથા રત્નકેશમાં પૃ. ૮૬ ગાથા ૧૭ થી ૨૫ સુધીમાં ઉપલબ્ધ છે, તથા પૃ. ૧૧૪ ઉપર “દવજારોપણુવિધિના” નામ નીચે જે ૪૦ થી ૫૦ ગાથાઓ નેધેલી છે તે પણ કથાનકોશમાં આવતા વિજયકથાનકમાં પૃ. ૭૧ ઉપર આપેલી ૧૧૪ થી ૧૨૪ ગાથાઓ છે. વિધિપ્રપાકારે ત્યાં કથાનકેશના નામનો ઉલ્લેખ પણ કર્યો છે.
આ પ્રમાણે અહીં કથાનકોશનું અનુકરણ અને અવતરણ કરનાર સુવિહિત પુરુષે ના બે ત્રણ ગ્રંથોની તુલના કરી છે, પરંતુ બીજા આચાર્યની કૃતિમાં પણ કથારત્નકેશનાં અનુકરણે અને અવતરણે જરૂર હશે, પરંતુ અહીં તે આટલેથી જ વિરમું છું. આ અનુકરણે અને અવતરણેએ પણ પ્રસ્તુત કથારત્નકેશ ગ્રંથના સંશોધનમાં વધારાની સહાય કરી છે એટલે એ દષ્ટિએ પણ તે તે અનુકરણું કરનારા અને અવતરણ કરનારા આચાયે વિશેષ સમરણાઈ છે. ૭. કથારત્નકોશના સંશોધન માટેની પ્રતિઓ.
આજે કથાનકોશની એકંદર ત્રણ પ્રતિએ વિદ્યમાન છે એમ જાણી શકાયું છે, જે પૈકીની એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે, એક પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના વિશાળ જ્ઞાનભંડારમાં છે અને એક ચૂરૂ (મારવાડ)ના તેરાપંથીય જ્ઞાનભંડારમાં છે. આ રીતે આજે જોવા-જાણવામાં આવેલી ત્રણ પ્રત પૈકી માત્ર ખંભાતના ભંડારની પ્રતિ જ સાવૅત પરિપૂર્ણ છે. તે સિવાય પૂજ્ય પ્રવર્તક મહારાજશ્રીના ભંડારની પ્રતિ એક કાળે સાવંત પરિપૂર્ણ હોવા છતાં અત્યારે એમાંથી આદિ-મય-અંતમાંનાં ઘણાં પાનાં ગુમ થયેલાં હાઈ ખંડિત પ્રતિ છે જ્યારે ચૂંફના ભંડારની પ્રતિ કાગળ ઉપર લખાએલી ગ્રંથના ઉત્તરાખંડરૂપ છે. આ ત્રણ પ્રતે પૈકી જે બે અતિપ્રાચીન તાડપત્રીય પ્રતિઓને મેં મારા પ્રસ્તુત સંશોધનમાં ઉપગ કર્યો છે તેને પરિચય આ ઠેકાણે કરાવવામાં આવે છે –
(ખે.) પ્રતિ-આ પ્રતિ ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડાર”ને નામે ઓળખાતા પ્રાચીનતમ અને ગૌરવશાલી તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની છે. પ્રતિ અતિસુકોમળ સુંદરતમ
"Aho Shrutgyanam