________________
' '
નE -
૧૮૧
દેવાનંદ મુનિએ પાલકને સમજાવેલ શ્રી જિનભગવંતનું માહા....
: કથાનકે :
~~~~~~~
~
~
-~-~
~-~
~~
વાળા પુરુષ, ત્રણ જગતના પ્રભુનાં બિંબના ચરણે આગળ અખંડ અને અસ્ફટિત એવા અક્ષતાને–ચોખાને ધરે છે તે, વગર વિલબે, અક્ષત એવી નિર્વાણ સ્ત્રીને પામે છે. જેમાંથી અનેક શિખાની તો ઊછળી રહી છે એવા પ્રદીપ-દીપક–દીવાવડે શ્રી જિનની પૂજા કરનાર એટલે શ્રી જિનના બેધમય સ્વરૂપને પ્રકટ કરનાર-સંભારી આપનાર એવા દીપકને શ્રી જિનની મૂર્તિ પાસે ચેતવનાર મનુષ્ય જેનો કઈ પ્રતિપક્ષી નથી એવા જગતના પતિપણને પેદા કરે છે. એ પૂજક, જગત્પતિ થાય છે. શ્રી જિનેન્દ્ર ભગવાનની સંમુખ અખંડ આખાં આજ વગેરેનું નિવેદ ધરતાં આશ્ચર્ય તો એ છે કે-તેવું નિવેદ ધરવાથી તૃમિ તે ભાગ્યે જ અનુભવે છે.
અહે! શ્રી જિન ભગવાનનું મહાસ્ય કેવું છે? પાકેલાં હોવાથી પીળાં થઈ ગયેલાં અને મઘમઘતી સુગંધવાળાં ફલે શ્રી જિન ભગવાનની સામે ધરવાં જોઈએ તે આપણને તેથી વિવિધ બીજાં ફળે મળી શકે છે. ઝાડ જ્યારે ફળ આપે છે ત્યારે પિલાં ફ્લે આપે છે અને પછી તે ફળ આપે છે ત્યારે શ્રી જિનભગવાનરૂપ કલ્પવૃક્ષ તે પેલાં ફલે ઉઘડયાં વિના જ એમ ને એમ સીધે સીધા વિવિધ ફળ આપી શકે છે એ, એમને અદૂભૂત મહિમા છે. જગતમાં સૂરજ સમાન એવા શ્રી જિન ભગવાનની સામે જલપૂર્ણ પવિત્ર કુંભ મૂકવામાં આવે તે મૂકનારને સંસારતાપ શાંત થઈ જાય છે એ મેટું આશ્ચર્ય છે. ખરી રીતે જ્યાં પાણી પડે ત્યાં આગ બુઝાવી જોઈએ ત્યારે આ તો ઊલટું થયું અર્થાત્ જલપૂર્ણ કુંભ શ્રી જિનની સામે મૂકવામાં આવે તેવી મૂકનારના સંસારદાવાનળને એલવી શકે છે, એ માટે આશ્ચર્ય કહેવાય. જીવના પ્રદેશ ઉપર સજજડ રીતે ચૂંટી ગયેલાં દુષ્ટ અને નિષ્ફર-ભારે કઠણ એવાં કર્મોની ગાંઠને-કર્મગ્રંથિને તોડી નાખવાને મહાસમર્થ એવા શ્રી જિન, આઠે પ્રકારની કે આઠમાંના ગમે તે એક પ્રકારની પૂજાને અરહે છે-એગ્ય બનેલા છે માટે તેમને અરહંત કહેવામાં આવ્યા છે. અથવા એટલું જ શા માટે એટલે ઉપર જણાવેલી વસ્તુઓ દ્વારા જ પૂજા કરવી એવું શા માટે? બીજું પણ જે કાંઈ, દેબાવમાં મનહર અને સુપ્રશસ્ત દ્રવ્ય–વસ્તુ હોય તે બધુંય શ્રી જિન ભગવાનની પૂજામાં વાપરી શકાય છે પૂજા માટે દઈ શકાય છે. વળી, જે ગૃહસ્થ, પુષ્પ વગેરેની પૂજાવડે દ્રવ્યસ્તવ-દશ્ય પૂજા–નથી કરતા તે ભવસ્તવ–આંતરપૂજા-આત્મધનરૂપ અત્યંતર પૂજાને અધિકારી કેમ બની શકે? માટે પ્રથમ તે આરંભની ભૂમિકા ઉપર આવવા જ પ્રયત્ન કરી જોઈએ. પછી, તે ગીતાર્થ એવા દેવાનંદ મુનીશ્વરે શ્રી જિનપૂજા વિશે બીજી પણ કેટલીક શ્રાવકે કરવા જેવી વિધિઓ કહી બતાવી અને પેલા પાલક શ્રાવકે ધર્મમાં એકચિત્ત રાખીને એ બધી વિધિઓ બરાબર સમજી લીધી. આ પ્રમાણે તે મુનિએ, પાલકને શ્રી જિનપૂજનને સંપૂર્ણ વિધિ સમજાવ્યો અને પછી તમોગુણ-અજ્ઞાન વગરને તે મુનિ પિતે આરંભેલ કાર્યની સિદ્ધિ માટે બીજે સ્થળે વિહાર કરી ગયા.
"Aho Shrutgyanam"