________________
--
: કયારત્ન-કોષ :
દેવાનંદ મુનિએ પાલકને કહેલ અષ્ટપ્રકારી પૂજાનું સ્વરૂપ.
૧૮૦
કરતા કર્તા ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન-વંદન માટે આવ્યા. જગતના નાથ એવા શ્રી જિનને વંદન કરીને તે સાધુ એ મંદિરમાં યોગ્ય આસને બેઠા. ત્યાં દેવપૂજા કરતાં સરલ વભાવવાળા એ પાલકને તે સાધુએ જે. “આ સરલસ્વભાવી છે' એમ સમજીને મુનિએ તે પાલકને તેની પૂજાવિધિ પૂરી થતાં બેલા અને કહ્યું કે-હે ભદ્ર! તારો જન્મ અને જીવતર સફળ છે. તારી કલ્યાણસંપત્તિ અવિકળ છે, તે તારી જાતને નિવણને યંગ્ય બનાવી છે. તારે ત્યાં સુકૃત–પુણ્યનું કલ્પવૃક્ષ હજારે પ્રકારે ફર્યું છે. અને ઇદ્રની શ્રી તારે આધીન બની છે કે તું જે આ પ્રકારે શ્રી જિનની ચરણસેવામાં ઉરલાસ રાખે છે; પરંતુ બચ્ચા ! એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે વિધિપૂર્વક કરવામાં આવે તે જ બધી ક્રિયાઓ ફળસાધક નીવડે છે અને દેશ રહિત બને છે, માટે તને એ બાબત આ શિખામણ આપું છું. શ્રી જિનપૂજા કરનારે પૂજા કરતી વખતે બહારથી પવિત્ર બનવું જોઈએ. એટલે હાથપગનું પ્રક્ષાલન કરીને પૂજા કરવી જોઈએ અને પણ અંદરથી એટલે ચિત્ત કરીને પણ પવિત્ર બનવું જોઈએ અથર્ કષાયભાવને-કામ, ક્રોધ, લોભ, મદ, માહ વગેરે વૃત્તિઓને, શાંત કરી ભાવશુદ્ધિ પ્રાપ્ત કરી શ્રી જિનનું પૂજન કરવું જોઈએ. વળી, કપડાં ધોયેલાં, ધોળાં અને નહીં ફાટેલાં હોય તેવાં પહેરવાં જોઈએ તથા ઉત્તરીય-એસવડે મુખને એ રીતે બાંધવું જોઈએ કે શ્રી જિનબિંબ ઉપર પિતાને મલિન શ્વાસોચ્છવાસ ન પડે અને જેમ કે હજામ, રાજાની જે રીતે સેવા કરે તે રીતે અત્યંત સાવધાન થઈને શ્રી જિનની કઈ પણ રીતે આશાતના ન થાય એ માટે પૂરતી કાળજી રાખીને શ્રી દેવાધિદેવ જિનભગવાનની સેવા-પૂજા કરવી ઘટે. “આશાતના થવાથી કરેલી પૂજા અલેખે જાય છે. એટલું જ નહીં પણ પૂજા કરનારને સંસારભ્રમણ-દંડ ખમ પડે છે. હવે, એ પૂજા આઠ પ્રકારે થાય છેઃ ૧પુષ્પ ૨ ધૂપ, ૩ ગંધ, ૪ સુગંધી દ્રવ્ય, ૫ અક્ષતચોખા, ૬ બલિ-નૈવેદ્ય, ૭ ફલ અને ૮ જલપાત્ર-કળશ-જલનો કુંભ, એ આઠ પદાર્થો દ્વારા શ્રી જિનની દ્રવ્ય પૂજા કરી શકાય છે. આઠ પ્રકારે પૂજા કરવાની શક્તિ ન હોય તે એમાંથી–એ આઠમાંથી ગમે તે એક પદાર્થ વડે પણું શ્રી જિનનું પૂજન, પરમાત્યુદયનુંનિવણનું નિમિત્ત બને છે, એમ ગુરુજને વર્ણવે છે. કહેલું છે કે -
જે લેકે, જગતના નાથ એવા શ્રી જિનભગવાનને નીલકમલ, કુમુદ, કેતકી, ભાઈ, બેલાનાં ફૂલ અને બકુલશ્રીનાં ફૂલેવડે પૂજે છે, તેઓ સારી રીતે પૂજનીય થાય એમાં શી નવાઈ? શ્રી જિન ભગવાનની મૂર્તિની આગળ ઘનસાર અને અગરુને ધૂપ ઉખેવાતે હિય-ધૂપને સળગાવતાં એમાંથી અગ્નિની આંચ ઊંચે ચડી બહાર ફેલાતી હોય તે એ દેખાવ લાગે છે કે જાણે એ, વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષનો અંકુરે શોભતું ન હોય. જે માનવ, સુગંધવાળાં ચૂવડે-મઘમઘતા વાસક્ષેપવડે ત્રણ લોકના ગુરુ એવા શ્રી જિનબિંબની પૂજા કરે છે તે, જરૂર સ્વર્ગ અને નિર્વાણનાં સ્થાનોમાં વાસ મેળવી શકે છે. જે સ્થિરચિત્ત
"Aho Shrutgyanam