________________
૧૯૯
સુંદર દેવે પાલકને શવનમાં શ્રી શાંતિનાથની સેવા માટે કરેલ સૂચન.
? કયારત્ન-કોષ :
પેલો પાલક, પિતાની મહેનત ઉપર પાણું કરેલું જાણું પેલા મુડદાને પગે પડી વિનવવા લાગ્યું કે હે સ્વામિ ! પ્રસન્ન થાઓ, હવે મારે ધન મેળવવા સારુ બીજે ક ઉપાય કરે તે બતાવે. ત્યારપછી પેલું મુદ્દે બેહ્યું કે–દેવની પૂજા કરવાથી બધી સંપત્તિઓ મળે છે. અર્થાત્ દેવપૂજા. સર્વ સંપત્તિનું ખરેખરું મૂળ સાધન છે. આટલું બેલી તે મુડદામાંથી જીવતાની જે આવેશ નીકળી ગયું અને એ, જમીન ઉપર ઢળી પડયું. પછી પેલે ગંધર અને પાલક એ બને ખેદ પામી પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. તેમાં પેલો પાલક તો પિલા મુડદાના વચનને અનુસાર વર્તવા લાગે એટલે નગરના દરવાજામાં વસતા સુંદર નામના એક દેવની રજ ને જ પૂજા કરવા લાગે અને તેમ કરી લઉમીની પ્રાપ્તિ માટે તેને રીજવવા પ્રબળ પ્રયત્ન કરવા લાગ્યું. કેટલાક દિવસે વહી ગયા પછી પેલો સુંદર દેવ, પાલકની ભક્તિ, પિતા તરફનું બહુમાન વગેરે જેઈને રાજી થયો અને તેને સ્વપ્નમાં આવીને કહેવા લાગે છે મહાનુભાવ! કઈ માનવ લીંબડાને લાંબા સમય સુધી પાણી પાયા કરે તે પણ તે શું આંબાના ફળને આપે ખરો ? નોકરને ગમે તેટલે ખુશ કરે તે પણ તે, ધણું આપે એટલું સન્માન આપી શકે ખરે? રેહણાચલમાં પાક્તાં રતને શું ગામડાનાં ખાડા ટેકરાઓમાં નીપજે ખરાં? એટલે અમારી જે ક્ષુદ્ર અને થોડી સંપત્તિવાળો તને કેટલુંક આપી શકે? માટે ભાઈ, અમને રાજી કરવાથી તારે દહાડે વળશે નહિ, તેથી તું અહિંથી છેટે આવેલા એવા જિનભવન તરફ જા અને ત્યાં જઈ ત્રણે ભુવનના સ્વામી એવા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રયત્નપૂર્વક પૂજા કર. હે ભદ્ર! એમનાં દર્શનથી પણ પૂર્વનાં પાપ નાશ પામે છે તે પૂજા કરવાથી વળી તારું વાંછિત સિદ્ધ થાય એમાં શી નવાઈ? એ શ્રી શાંતિનાથ ભગવાન દેવોના પણ દેવ છે, સુર, અસુર, માનવ, વગેરે આ સંસાર તેમની પૂજા કરે છે. એના સિવાય બીજો કોઈ દેવ, વંદનીય નથી તેમ પૂજાય પણ નથી.
સ્વમમાં બનેલી વાત સાંભળીને પાલક તે જાગ્યો. તેને લાગ્યું કે આ શું કઈ ઈજાળ છે? કે મને ઠગવાને કઈ બીજે લાલચુ ઉપાય છે? વા મારા પિતાને વહેમ માત્ર છે. આ રીતે તેને સંશયમાં પડેલો જોઈ ત્યાં આકાશવાણી થઈ અને તેને સંશય ટાળી દીધું. હવે તેને પિતાના સ્વપની હકીકતને નિશ્ચય થતાં તે, શ્રી શાંતિનાથ ભગવાનના મંદિર તરફ ગયો. દૂરથી જ ભગવંતના બિંબને સાદર પ્રણામ કરી તે “આ દેના પણ દેવ છે” એમ જાણ હરખના ઊભરાને લીધે તેનાં રામરામ ખડાં થઈ ગયાં, તેની આંખોમાંથી આનંદના આંસુ ઝરવા લાગ્યાં અને એ રીતે, ઉત્સાહ, ભક્તિ, આદર અને સદુભાવ સાથે શ્રી જિનની રજ ને જ પૂજા કરવા લાગ્યું.
હવે કે એક દિવસે દેવાનંદ નામના સાધુ પોતાના ગુરુની અનુજ્ઞાથી એકલા વિહાર
"Aho Shrutgyanam