________________
મિત્ર શંકરે સેમ બ્રાહ્મણુને આપેલી શિખામણુ.
૧૭૬
માટે લેટની ચપટી માગતા એવે સામ નામે બ્રાહ્મણું છે. એક તે એ માંગી માંગીને માંડ માંડ પૂરું કરે છે ત્યાં તેને ઘરે વરસે વરસે એક એક છેકરી જન્મવાને લીધે તેના ઉપરને કુટુંબને ભાર વધ્યે જાય છે અને એ રીતે એ દુખીચે રાંક બ્રાહ્મણુ પાતાના વખત ચલાવ્યે જાય છે,
: કચારન—ાષ :
ખીજે કેઈ વખતે એ બ્રાહ્મણ પેાતાની સ્થિતિને વિચાર કરતાં અને નગરીના ખીજા માણસાના મનગમતાં ભાગવિલાસે જોતાં ભારે ખેદ પામી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યુંઃ · હું જન્મથી જ ગરીબાઈના ચક્રમાં પિસાઈ પિસાઈને કંટાળી ગયેા હું, તે હવે શું હું આગમાં પડીને ખળી મરું? વા પર્વતના શિખર ઉપરથી કૂદકા મારી મારા પ્રાણ કાઢી નાખું ? વા ઝાડની ડાળે ટિંગાઈ આકાશમાં અદ્ધર લટકી રહી જીવ છેડી દઉં ? ' આ પ્રમાણે વિચાર કરતા તે બ્રાહ્મણ શૂન્ય ચિત્તે, ફાટી આંખે બેઠે છે એટલામાં ત્યાં તેના મિત્ર શંકર આવ્યે અને તેણે એ સોમ બ્રાહ્મણને ખેલાવ્યોઃ ભો ! ભો ! તું આમ કેમ ચિંતાતુર ઉદાસ દેખાય છે ? જે હોય તે ખરી વાત કહેજે, સોમ વિપ્ર ોલ્યોઃ ભદ્ર! કહેવાથી શું વળે ? મારી ચિંતાનો કોઇ ઉપાય જ નથી કળાતો, કદાચ મારો મુશીબતની વાત કરું તે, ઉલટું તમારી જેવાને પણ સ`તાપ થાય માટે એ વાતને જવા દે. શંકર આલ્યાઃ હું મિત્ર ! તું કશી એવી આ શંકા ન રાખ. જેમનાં હૈયાં ચિંતાના પ્રસરેલા ભયંકર દાવાનળથી સંતાપ પામેલાં છે તેએ પાતાની એ ચિંતા સુખી મિત્ર પાસે ઊઘાડી કરી ઘડીભર માટે જરૂર શીતળતા અનુભવે છે—હળવા થાય છે. ફાઇ નાના બાળકને પશુ આપણે કાઈ હકીક્ત કહીએ તે તેમાં પણ વિશેષ પ્રકારની બુદ્ધિનું સ્ફુરણ થાય છે માટે માશુસે પોતાના સંકટને કેવળ હૈયામાં જન સૌઘરી રાખવું કિંતુ પેાતાના હિતૈષી પાસે પ્રકટ પણ કરવું જોઇએ.
હવે સામ એલ્યે: જો તારે સાંભળવાના આગ્રહ છે તે તે સાંભળ-હમણાં હું વિચારતા હતા કે આ ગરીબાઇના ચક્રમાં ભીંસાઇ ગયેલી મારી જાતને શુ... આગમાં પતંગની પેઠે ઝ ંપલાવી ખાખ કરી દઉં કે બીજી રીતે આપઘાત કરીને મરી જાઉં ? અને એમ કરીને હવે તે આ ગરીબાઈથી છૂટી જઈ નિરાંત મળે એવુ કરું મારી ચિતાની આ ખરી હકીકત તને કહી. શંકર બેલ્યાઃ તારી આ ચિંતાની જાળ તદ્ન અયેાગ્ય છે. ગરીખાઇ ટાળવા માટે ધન સાંપડે એમ કરવુ જોઇએ, અને ધન મેળવવા માટે વિશ્વાસુ અને ડાહ્યા માણસોએ ઘણા ઉપાયે બતાવેલા છે તે તે ઉપાયાને તુ અજમાવી જો, જેથી વગરવિકલ્પે તારી ધારણા સફળ થાય. સામ બેલ્યુાઃ એ શી રીતે ? શકર બેલ્યુાઃ-વિ ધ્યાચળ પર્વતથી પૂર્વ દિશામાં વડના ઝાડની બખોલમાં રહેનારી વડવાસની નામની એક ભગવતી દેવી છે. તેની પાસે જઈ તપ કરવાથી વા ખીજે ખીજે પ્રકારે તેની વિનયપૂર્વક સેવા
"Aho Shrutgyanam"