________________
૧૭૫
મૃતકે કહેલ સેમની કથા.
: કારત્ન-દેાષ :
લાગ. હું પણ ગુરુએ કહ્યું તે પ્રમાણે કરવા લાગ્યું. ગુરુજી પણ પદ્માસન લગાડીને, નયનેને નાસાગ્ર તરફ નિશ્ચળ રાખીને શરીરની રક્ષામાં સાવધાન બની મંત્ર ભણવા લાગ્યા. હવે તેઓ (ગુરુજી) મહાપ્રયત્ન કરીને મંત્રાક્ષને ઉચ્ચારતા કેટલેક સમય ધ્યાનમાં બેઠા રહ્યા તેવામાં જાણે કે જરાથી ખળભળી ગયેલું કેઈ શરીર ન હોય તેમ તે મુડદું કંપવા લાગ્યું અને ઊઠીને અટ્ટહાસપૂર્વક ખડખડ હસવા લાગ્યું. એ જોઈને હું અને મારા ગુરુ ગંધર બને વિરમય પામ્યા. હવે ધ્યાનની પ્રવૃત્તિને રોકીને–ધ્યાન તજી દઈને ગુરુ જેગંધરે તે મુડદાને પૂછયું હં હ! તું આ રીતે મોટેથી કેમ હસવા લાગ્યું ! જેમનું કાર્ય સિદ્ધ થયું નથી તેમને માટે “હસવું” એ એક જાતનો પરિભવ જ છે, માટે બીજું જાવા દ્યો પણ આપ દેવરૂપ એવા આ હસવાનું જ કારણ જણાવે. આમ કહ્યા પછી તે મુડદું બોલવા લાગ્યું.
મંત્રોની સાધનાઓથી કે તંત્રની વિધિઓથી વળી અકમી–પુણ્ય વગરના લોકોને ધન મળે ખરૂં ? જે એ રીતે પુણ્યના કારણ વિના પણ ધન મળતું હોય તે કુંભાર માટીના પીંડા વગર જ ઘડે પણ બનાવી શકે. ખરી વાત એમ છે કે-જ્યાં ઉપાદાન કારણ સમૂળગું જ નથી ત્યાં ભલે વિચારપૂર્વક નિમિત્તે કારણે અને સહકારી કારને અકર્ષ કરાએલે હોય તે પણ એ પ્રકર્ષ, થોડું પણ કાર્ય સાધી શક્તિ નથી. બધાં સુખસાધક કાર્યોને બરાબર સિદ્ધ કરવા માટે સૌથી પ્રથમ ઉપાદાન કારણ તરીકે પુન્યને જ મેળવવું જોઈએ. પુણ્યરૂપ ઉપાદન કારણની પૂરેપૂરી જોગવાઈ હોય તે જ ત્યાં મંત્ર, તંત્ર વગેરે બીજાં સાધન નિમિત્ત અને સહકારીરૂપે ઉપયોગી થઈ શકે છે, પરંતુ જ્યાં પુણ્ય-ઉપાદાન કારણનું જ ઠેકાણું નથી ત્યાં આ મંત્ર-તંત્ર વગેરે નિષ્ફળ જાય છે. અરે ! તમે કેમ આમ મૂઢ થઈ ગયા છો? શું આ બાબત સેમ નામના અકમ માણસનું ઉદાહરણ પણ જાણતા નથી? પુણ્ય વગરને કઈ લાભ મળે તો પણ તે અલાભ બરાબર છે અર્થાત્ પુણ્ય વગર મેળવેલે લાભ પણ કદી ટકી શકતું નથી, કદાચ ટકે તે સુખને બદલે ભારે પીડા નીપજાવે છે. હવે જે ગધર ગુરુ બે હે દેવ ! કૃપા કરીને એ અકમી તેમની વાત કહે. મને આશ્ચર્ય થાય છે કે પુણ્ય વિના મેળવેલે લાભ પણ અલાભ બરાબર કેમ થઈ શકતું હશે. હવે પેલું મુડદું બેલ્યું –
પિતાની ઊંચાઈને લીધે આખા ગગનતલના વચલા ભાગને ભરી દેનાર અને માટી મટી સલકી વેલનાં પાંદડાં ખાઈ ખાઈને છક્કી ગયેલાં હાથીઓનાં ટેળાં જ્યાં ફર્યા કરે છે એ વિધ્ય નામે મેટે પહાડ છે. તે પહાડની તળેટીમાં અરિષ્ટપુરી નામે નગરી છે. એ નગરીમાં અનેક કેટીદવજે રહે છે. તેમનાં વૈભવવિલાસ જોઈને લાકે ઘડીભર તો એ નગરીને જોઈને સ્વર્ગ–પુરીને પણ ભૂલી ગયા છે. એવી એ નગરીમાં જન્મથી જ ગરીબાઈના સંકટથી પીડાતો અને રોજ ને રાજ નગરીમાં ભમી ભમીને જ જીવનનિર્વાહ
"Aho Shrutgyanam