________________
૧૭૩
કેવળ મુનિની આત્મકથા.
: કારત્ન-કોષ :
બધા ગુણવંત પ્રત્યે આદર રાખે. જે માનવ વિનય વિનાને છે, શઠ છે તે તરફ ઠેષ ન કરતાં ઉપેક્ષાભાવ રાખો, ઉદાસીન રહે, મધ્યસ્થ રહો અને બાકી બધા પ્રાણિયે તરફ મિત્રભાવે વર્તે. દુઃખીયા પ્રાણિઓ તરફ દયાની નજરે જુએ, મિથ્યા વિવાદને ત્યાગ કરે. ઉન્માદ અને માયાને છાંડી જાઓ તથા જેમાં પ્રથમ-સમભાવ પ્રધાન છે એવી ધર્મપ્રવૃત્તિમાં વિશેષ ઉદ્યમ કરે. વળી તમે એમ સમજો કે આજે નવીન યવન ફાટફાટ કરતું આવ્યું છે તે, લક્ષમી, કુલની મૃણાલ જેવી સુંવાળી પથારી, ધન, આયુષ્ય, ભેગે અને સગાંવહાલાંને સંગ આ બધું ઝંઝાવાતને લીધે તેફાને ચડેલા દરિયાના મોજા જેવું ચંચળ છે અને સ્વપ્નની પેઠે એક જ ક્ષણમાં હતું ન હતું, દીઠું ન દીઠું, થઈ જવાનું છે. હે માન ! તમને ફરી ફરીને પણ કહું છું કે-આ ધર્મ સામગ્રી ભારે દુર્લભ છે તેથી આળસ વગેરે ને છાંડીને તે સામગ્રી મેળવવા અને મળી હોય તે તેને ઉપગ કરી જીવનની શુદ્ધિ કરવા તરફ ઊજમાળ થઈ જાઓ. તમે જાણે છે કે મૂર્ખ માણસ પણ ઉત્તમ રત્નનું નિધાન મેળવી તે તરફ જરા પણ આંખમીંચામણાં કરી શકતું નથી. ”
એ કેવળી ભગવાને આપેલી આ ધર્મદેશનાને સાંભળીને ઘણુ માન અને બીજા પ્રાણિઓ પ્રતિબંધ પામ્યા અને અપૂર્વ બધિલાભને પામેલા તેઓ કેવળી ભગવાનને ચરણે સવિનય પ્રણામ કરીને પિતાપિતાને સ્થાનકે ગયા. હવે ત્રણે કાળના પદાર્થોને સ્પષ્ટીકરણ સાથે સમજાવનારા શ્રી જિન ભગવાનના પ્રવચનને વિશેષ પ્રકારે જાણવાની ઇચ્છા રાખતાં રાજા અને અમાત્ય એ બનેને જણાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું. “હે ભગવાન ! કૃપા કરીને કહો કે તમને દીક્ષા લેવાનું શું કારણ મળેલું?” ભગવાન બોલ્યાઃ “ભાઈઓ! એની મોટી કથા છે. સાવધાન થઈને સાંભળે.”
પંચાલ દેશના અલંકાર સમું કમલસંડે નામે એક નગર હતું. તેમાં સમપ્રભ નામે શેઠ અને સુભદ્રા નામે તેની શેઠાણી રહેતાં હતાં. તે બને દંપતી પરસ્પર ભારે સ્નેહથી વર્તતાં હતાં. હું તેમને એકને એક પુત્ર છું અને મારું નામ પાલક. બાળપણું છેડી કેમે કરીને હું જુવાન થયું અને ધન કમાવાના વહેવારમાં પડ્યો, અને વેપારમાં જે જોઈએ તે ફાયદો થયે નહીં તેથી હું વિચારવા લાગ્ય-જે વ્યવહારમાં પ્રયાસકલેશ ઘણે કરવો પડે છે અને તેના પરિણામે તદ્દન જુજ જેવી જ ધનની પ્રાપ્તિ થાય છે તે વહેવાર કરીને શું કરું? અહા ! હું ભારે કમનશીબ છું. હું જે જાતને વહેવાર કરું છું તેવો જ વહેવાર બીજાઓ પણ કરે છે પરંતુ તે બીજાઓ ભાગ્યવાનું હોવાથી ધાર્યા કરતાં વધારે ધનલાભ કરે છે ત્યારે બનશીબ એ હું ફાયદો તે દૂર રહ્યો, મારે ખાધાખર્ચ પણ મહાકટે મેળવી શકું છું એથી ખરેખર એમ જણાય છે કે આ સ્થિતિ મારા દુર્ભાગ્યનું ફળ છે. એ દુર્ભાગ્યને ફેડ્યા સિવાય હું ઘણા સમય સુધી ગમે તેટલે પુરુષાર્થ
"Aho Shrutgyanam