________________
: કયારત્ન-કોષ :
કેવળજ્ઞાની મુનિની દેશના.
૧૦
ફરકાવે છે. વળી કેટલાક નાચે છે, ગાય છે, સ્તુતિ કરે છે. ખરી વાત તે એમ છે કે વિશેષ ભક્તિના આવેશમાં આવેલા તન્મય થયેલા લોકે શું શું નથી કરતા? એ રીતે રાજા અને અમાત્યે એક તરફ ઉપર વર્ણવેલાં એવાં દેવનાં ટેળાં જોયા, બીજી તરફ જમીન ઉપર, એક બીજાનું સ્વાભાવિક વેર વીસરી ગયેલાં એવાં સિંહો, હરણ, સસલાં, સૂવર, ઝરખ, રીંછ વગેરે જંગલી પશુઓનાં ટેળેટેળાં એ દુંદુભિના અવાજ તરફ જતાં જોયાં. વળી, સારી રીતે શાંતચિત્તવાળા અને વેલડીઓથી પિતાના વાળના મૂડાને ગુંથી બાંધી રાખનાર એવા જંગલી લેક-ભિલ-વિગેરેનાં ટોળાં પણ તે અવાજને અનુસારે ચાલ્યા આવતાં રાજાએ અને અમાત્યે નીહાળ્યાં. તે ટેળામાંનાં એક ઘરડા ભિલ્લને “આ બધું શું છે?” એમ અમાત્યે પૂછતાં તેણે કહ્યું કે “આ જગ્યાએ એક મુનિરાજને કેવળજ્ઞાન થયું છે. તે કેવળી ભગવાનનાં ચરણને પૂજવા માટે દેવોનાં ટોળાં, માણસનાં અને આ પશુઓનાં ટેળાં પણ પિોતપોતાનાં બધાં કામ છેડીને તૈયાર થઈને ચાલી નીકળ્યા છે.” આ વાત સાંભળીને રાજા અને અમાત્યને કુતુહળ થયું અને તે બને પણ એ માર્ગ ભણી ચાલવા લાગ્યા. દેવે રચેલા સુવર્ણકમલ ઉપર બેઠેલા અને સૂર્યની પેઠે પ્રકાશ ફેલાવતા એવા કેવળી મુનિરાજને તેમણે જોયા. તે મુનિના ચરણકમળમાં પ્રણામ કરીને બંને જણ જમીન ઉપર જ બેસી ગયા. ત્રણે ભુવનેની બધી હકીકતેને જાણનારા કેવળી મુનિરાજે તેમને સંભાળ્યા બોલાવ્યા અને પછી સર્વસાધારણ ધર્મદેશના દેવી શરુ કરી. - જેમકે-“હે ભવ્ય જન! તમે સંસારના સ્વરૂપને સારી રીતે વિચાર કરે તો તમને જણાશે કે સંસાર અત્યંત વિરસ અને દુર્જનની જે મુખમધુર જણાશે-દુર્જન જેમ મુખે મીઠું મીઠું બોલે છે અને અંતરમાં કાતી રાખે છે તેમ સંસાર ઉપર ઉપરથી તે મધુર જણાશે પણ પરિણામે ભયાવહ નીવડશે. વળી, સંસાર, ઇંદ્રજાળિયાના દ્રિજાળની પેઠે ઉપર ઉપરથી વિવિધતાવાળે આકર્ષક જણાશે પરંતુ અંદર તે પરમાર્થ વગરને એટલે પિલો નીકળશે, તથા સંસાર કાયરના પુરુષાર્થની પેઠે મુગ્ધ જનોને ઉપર ઉપરથી તે માહિત કરી નાખશે, પરંતુ પરિણામે ઉદ્વેગ જ પમાડશે. આવા એ સંસારમાં વ્યામોહ પામેલા માનવ પોષવિનાના જ પ્રયાસમાં પ્રવર્તે છે, ભવિષ્ય કાળને વિચાર કરતા નથી, પોતાના હિતાહિતની દરકાર રાખતા નથી, ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તતા નથી, શાંતિવર્ધક શાસ્ત્રોને સાંભળવા ચાહતા નથી તેમ વિશિષ્ટ પ્રકારના સત્સંગને પણ અભિલષતા નથી. કેવળ કેમ જાણે ઉન્મત્ત ન થયા હોય વા બેભાન ન થયા હોય એ રીતે માનવ, તેફાની એવી ઈદ્રિને વશ પડ્યા છે અને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખમાં લુબ્ધ બન્યા છે, તથા એ રીતે લુબ્ધ થયેલ તેઓ અત્યંત મૂઢ થઈ હરણ, પતંગ, માછલું, સર્પ અને હાથીની પેઠે તત્ક્ષણ લેશ પણ વિલંબ વગર અસંખ્ય અને ભારે ઉગ્ર એવાં દુઃખોના ભાજન બને છે. પુદ્ગલભાવમાં રચીપચી રહેલાં તેઓ અનંત કાળ સુધી તે તે નિંદિત નિવાળા
"Aho Shrutgyanam